Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 506
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ભરેલું ગજપુર નામે નગર છે. તેમાં વેત પુષ્પોથી ગુંથેલા જય લક્ષમીના કેશપાશ સમાન, શત્રુ સંબંધી હસ્તીઓના ગંડસ્થલેને ભેદવાથી નીકળતાં મુકતાફવડે વિભૂષિત એવી ખલતા જેના હસ્તમાં શોભે છે એ કુમાર ગિરિ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વિશ્વમ રહિતા (વિશેષે કરી ભ્રમરાઓને હિતકારી=વિલાસ અથવા ભાંતિવડે સહિત) છતાં પણ વિલાસ સહિત અને શબ્દાયમાન હંસ (પક્ષિઓ=ઝાંઝર) વડે વિભૂષિત કમલલતા સમાન બહુ ગુણવાન કમલિની નામે તેની સ્ત્રી છે. તેમજ બંધુદત્ત નામે તેને મંત્રી છે. તે મંત્રી રાજ્યકારભાર પોતે સારી રીતે ચલાવતે હતે એવામાં એક સમયે તેને અપરાધ આવ્યું. તે જોઈ રાજાએ એકદમ તેની પાસેથી મંત્રીને અધિકાર ખુંચવી લીધે અને તેના સ્થાનમાં બૃહસ્પતિ સમાન બુદ્ધિશાળી વિશ્વદત્ત નામે મંત્રીને સ્થાપન કર્યો. વળી તે સમ્યકત્વમાં અગ્રણી તેમજ બહુ નિરભિમાની અને જીભને સત્યવાદી છે. તેમજ બંધુદા સ્વભાવથી બહુ દૂર છે વળી પોતે પદભ્રષ્ટ થયેલ છે. છતાં પણ પોતાની મંત્રી મુદ્રા પાછી લેવા માટે ક્ષણમાત્ર પણ રાજાનું પડખું છોડતો નથી. એક દિવસ રાજા બંધુદત્તમંત્રીની સાથે અન્ય ક્રીડા માટે બહુ દૂર નીકળી ગયે. વિપરીત શિક્ષણના મુનિઓનું દર્શન. કારણને લીધે રાજા અને મંત્રીના ઘડાઓ લગામ ખેંચવાથી બહુ ઉતાવળા ચાલવા લાગ્યા અને ક્ષણમાત્રમાં ગહન વનમાં જઈ પહોંચ્યા. આગળ જતાં એક અશોક વૃક્ષની નીચે બેઠેલા બે મુનિએ તેમના જેવામાં આવ્યા. ઘડા પણ થાકી ગયા હતા, તેથી તેઓ ત્યાં આગળ ઉભા રહ્યા એટલે રાજા અને મંત્રી નીચે ઉતરી મુનિઓને નમસ્કાર કરી નીચે બેઠા. પછી રાજાએ નાના મુનિની અદ્ભુત કાંતિ જેઈ મહાટા મુનિને પૂછ્યું કે, આ મુનિની આકૃતિ કામદેવને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517