Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 511
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધુદત્તમંત્રિ કથા. (૪૩૭) તેમને ગ્રહીધર્મને ઉપદેશ આપે, એટલે તેઓએ પણ વિધિપૂર્વક ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. તેટલામાં તેમનું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. ત્યારબાદ તે બન્ને મુનિઓને નમસ્કાર કરી સૈન્ય સહિત રાજા અને પ્રાચીન મંત્રી બન્ને પિતાના નગરમાં ગયા અને વિધિ પ્રમાણે ધર્મ પાલનમાં તત્પર થયા. પ્રાચીન મંત્રી નવીન મંત્રીનાં છિદ્રો હંમેશાં જેતે હતે પરંતુ તેને કંઈ લાગ ફાવ્યું નહીં. એટલે પ્રાચીન મંત્રીનું તેણે ગુપ્ત રીતે જૂઠે લેખ લખી કઈક કપટ. માણસને આપ્યો અને તેના કહ્યા પ્રમાણે તે માણસ પણ ધુળથી જંઘાઓ ખરડીને નગરની બહાર જઈ કેડે લેખ બાંધી માંદાની માફક રાજમાર્ગમાં સુઈ ગયે. રાજા પણ તેજ માગે ફરવા નીકળે, તે વખતે ત્યાં સુતેલે તે માણસ તેની નજરે પડ્યો. જેથી સુભટેએ તેને જાગ્રત કર્યો, એટલે તે પણ સંભ્રાંતની માફક આચરણ કરતો ઉભો થયો. તે વખતે તેની કેડના વસ્ત્રમાંથી એક લેખ પત્ર નીચે પડ્યો. સુભટેએ તરતજ તે લેખ લઈ લીધે અને તેને પૂછયું કે તું કોને માણસ છે? ત્યારે તે ગભરાયેલાની માફક કંઈપણ બે નહીં. ત્યારબાદ સુભટોએ તે લેખ રાજાને બતાવ્યો. રાજાએ પણ તે લેખ આ પ્રમાણે વાંચ્યું. “શ્રી વર્ધમાન નગરથી લેખક રિપુમર્દન રાજા, તત્ર શ્રી વિશ્વદત્ત મંત્રીને સ્નેહપૂર્વક લખવાનું કે તહારે પત્ર મળે. વાંચી સર્વ અર્થ જાયે છે. તે જ પ્રમાણે થોડા સમયમાં તે કાર્ય કરવા હું યત કરીશ. વળી જે મંડળિક રાજાએને માટે જે દ્રવ્ય તમેએ મોકલ્યું હતું તે સર્વે તેઓને પહચાડયું છે, અને તેઓએ પણ મહેટા આભાર સાથે તે સ્વીકાર્યું છે. તેમજ આપને માટે તે ધવલ વણિકની સાથે મહેં લક્ષ સેનૈયા મોકલ્યા છે. તે તમ્હારી પાસે થોડા દિવસમાં લઈને આવશે.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517