________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
(૩૫) નિપુણતા બતાવે છે. વળી હે પિતાજી! આ ભુવનમંડલમાં એ કેઈપણ બલવાનું નથી કે જે આપની ભૂલતાના વિલાસને અંશ માત્ર પણ અનાદર કરી શકે ? હાલમાં પણ સમસ્ત શ્રેષ્ઠ વસ્તુએના સંગ્રહથી ભરપૂર આપના ભંડાર પણ કુબેરના ભંડારને તિરસ્કાર કરે છે, તેમજ હે તાત ! મહા રણસંગ્રામ ખેલવામાં કોઈપણ અદ્ભુત આપને ઉદ્યમ શોભે છે કે જેને સહન કરવામાં ઇંદ્ર પણ સમર્થ નથી. માટે હારી ઉપર કૃપા કરી ચિરકાલ પાળેલા આ રાજ્યનું હાલમાં આપ પાલન કરે અને આગળ ઉપર ધર્મ કરતાં આપને હું વિન ભૂત થઈશ નહીં. એ પ્રમાણે ધનકુમારની પ્રાર્થના સ્વીકારી નંદિષેણ રાજા ધર્મકાર્યમાં દઢ તરબુદ્ધિ રાખીને ફરીથી પણ રાજ્ય શાસન કરવા લાગ્યા. જેમ બાહા શત્રુએ સમગ્ર સામગ્રી રહિત એવા પુરૂએ વશ
કરી શકાતા નથી તેમ આન્તરિક ક્રોધાદિક ઈટ્રિયેની શીથિ. શત્રુઓ પણ જીતવા મુશ્કેલ છે. વળી આંતલતા. રિક શત્રુઓને નિગ્રહ કરવાની સામગ્રીમાં
પ્રથમ સમસ્ત ઇદ્રિનું સ્વસ્થપણું હોવું જોઈએ. પરંતુ જરા રૂપી પિશાચીના ભયથી તેઓમાં ચંચળતા આવી જાય છે. જેથી તેમની પટુતા દૂર થાય છે. એટલે તેઓની વૃત્તિ પલટાઈ જવાથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ તેઓ જાણું શકતી નથી. માટે જ્યાં સુધી ઇન્દ્રિઓનું સ્વસ્થપણું, આયુષ તથા બલ વિદ્યમાન હોય ત્યાંસુધી હારે ધર્મ સાધન કરવું ઉચિત છે. સિદ્વાન્તમાં કહ્યું છે કે “જરારૂપી રાક્ષસી સમસ્ત અંગેને ગ્રહણ ન કરે, અને રોગરૂપી નિર્દય સર્ષ ઉગ્ર દંશ ન કરે તેટલામાં રે જીવ! ધર્મારાધનમાં ઉઘુક્ત થા, તેમજ આત્મહિત કરવામાં સાવધાન થા, કારણ કે આજે વા કાલે આ ફાની દુનીયાને ત્યાગ કરી અવશ્ય હારે પ્રયાણ કરવું પડશે,” માટે હે વત્સ ! હવે
For Private And Personal Use Only