________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬)
સુપાર્શ્વનાથ ચરિત્ર.
સ્થાનમાં ચાલે એટલે દુર્લભદેવી રાજાની પરવાનગી મેળવી અંત:પુરની સ્ત્રીઓ સહિત ત્યાં આવી અને દિવ્ય જેવાના આનંદથી તેઓ સર્વે જવનિકાની અંદર બેઠી. બાદનગરમાં સર્વ ઠેકાણે ક્ષોભ ફેલાઈ ગયો. વળી લોકો પણ જથાબંધ ભરાઈ ગયા. આજે ચંપકમાલા દેવીને જય થાઓ એ પ્રમાણે સર્વદિશાઓમાં કેળાહળ પ્રસરી ગયે. તેટલામાં કાર્યવાહકે એ એક ભઠ્ઠીમાં અગ્નિ સળગાવ્યું. તેની ઉપર કઢાઈ મૂકી તેમાં તેલ ભરી બહુ ઉકાળ્યું. ચંપકમાલાની આગળ જેમ જેમ અગ્નિ બળે છે અને બહુ તરંગથી તેલ ઉછળે છે તેમ તેમ લોકોનાં હૃદય જાણે તેની અંદર પડ્યાં હોયને શું ? તેમ અત્યંત બળવા લાગ્યાં. પછી તે ઉકળતા તેલમાં કર્માધિકારી પુરૂ
એ લોઢાને ગોળ નાંખ્યો. તરતજ તે ગોળો પ્રલયાગ્નિ સમાન અતિ ભયંકર થઈ ગયો અને તટતટ એવા શબ્દો થવા લાગ્યા. જેથી આકાશમંડળ શબ્દમય થઈ ગયું, ખટખટ શબ્દ કરતાં હવેલીઓનાં શિખરે ટુટવા લાગ્યાં, ત્રટત્રટ એવા શબ્દો સાથે કિલ્લાના વિભાગે વિખરાઈ જવા લાગ્યા. માતા અને પુત્ર વિગેરે સમસ્ત જને ઘ૨ના છજાઓમાં ઉભા રહી હેટા શબ્દોથી પિકાર કરવા લાગ્યાં. કેઈક રૂદન તે કેઈક વિલાપ કરવા લાગ્યાં. હા હા હા ? પુત્ર! હે જનનિ ! એવા લેકેના અનેક પ્રકારના શબ્દોથી આકાશ ભરાઈ ગયું. તે પ્રસંગે આકાશમાં શાસનદેવી બોલી, ચંદ્રકલા સમાન વિશુદ્ધ શીલવાળી આ ચંપકમાલા દેવીને કલંકિત કરવાથી હે આત્મવૈરીઓ ! તમ્હારૂં અહીં શું વળવાનું છે ? એ પ્રમાણે આકાશવાણી સાંભળી નગરવાસી કે ભયભીત થઈ ગયા. અને ચંપકમાલાના ચરણમાં પડી તેના સન્મુખ ઉભા રહી હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા, દેવિ ! આ સમયે આ નગરની રક્ષા કરવી આપના હાથમાં છે, બળતા પ્રાણીઓને ઉદ્ધાર કરવો ઉચિત છે. જો કે સેવકજનેને અપરાધ હોય તે પણ તેમનાથી સજજને પરામુખ થતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે –
For Private And Personal Use Only