________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ડેલી હતી તેથી તે તારા સહિત સુગ્રીવ સમાન દેખાતા હતા, ત્યાં આવતાંજ પ્રથમ તે વાનર કુમારામાં શિરામણિ સમાન ભુવનમલકુમારને નમસ્કાર કરી મનુષ્યની વાણી વડે ખેાલ્યા, હું શરણદાયક ? દયાળુણુમાં પ્રધાનપણુ જેમણે મેળવેલુ છે અને પાપકારમાં હિંસક એવા હું કુમાર મ્હારી એક પ્રાના તમે સાંભળેા. આ અરણ્યની અંદર સ`દા હું નિવાસ કરૂ છું. હેપ્રભા ? આ વાનરી મ્હારી સ્ત્રી છે. હું તેને મ્હારાપ્રાણથી પણ અધિક માનું છું. વળી મ્હારૂં શરીર, ધન અને જીવિત પણ આ વાનરી છે. કેમકે તેના વિના ક્ષણમાત્ર પણ હું રહી શકતા નથી. તેમજ આ અટવીમાં નિરંતર સર્વ વાનરામાં મ્હારૂ અધિપતિપણુ ચાલ્યુ' આવે છે. છતાં એકદા હું કોઇ કાર્ય ને લીધે બીજા વનમાં ગયા. એટલામાં એક દુષ્ટવાનરે મ્હારૂં સ્વામિપણું ઉત્થાપન કરી પોતાની સત્તા ચલાવી છે. હવે હાલમાં તે સ્થાન પાછું લેવા મ્હારી ઇચ્છા છે. તેમજ તેટલી શક્તિ પણ મ્હારામાં વિશ્વમાન છે. પરંતુ આ વાનરી બહુ બીકણ છે. તેથી મ્હે તેને ઘણી સમજાવી તેા પણ તે મ્હને યુદ્ધ કરવાની રજા આપતી નથી. વળી તેને એકલી મૂકીને યુદ્ધ કરવા માટે જવાની મ્હારી હિંમત પણ ચાલતી નથી. પરંતુ હાલમાં મ્હારા પુણ્યાયને લીધે નેત્રાને આન દદાયક એવુ આપનું દર્શન થયું છે. હું મહાશય ? માપતા સાક્ષાત્ ધર્મ મૂત્તિ છે, માટે આપની ભુજ છાયામાં આ સ્ત્રીને મૂકી તે દુષ્ટ વાનરને તેના અવિનયનું ફળ બતાવી જલદી હું અહીં આવું ત્યાં સુધી નિર્વિજ્ઞપણે આપ એની રક્ષા કરા, એમ કહી તેવાનર પાતાની સ્ત્રીને કુમાર પાસે મૂકી ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કુમાર વિચાર કરવા લાગ્યા કે આ એક મ્હાટુ આશ્ચય છે. કારણકે આ વાનર જાતિ મનુષ્ય ભાષા કેવીરીતે ખેલ્યા ? વળી મા પશુ છતાં તેની મતિપૂર્વક પ્રવૃત્તિ ક્યાંથી થઇ! એમ કુમાર ચિતવતા હતા,
For Private And Personal Use Only