________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૮)
સુપાર્શ્વનાથ ચરિત્ર. હવે ભાસ્કર પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે મહારો નાનો ભાઈ
મનુષ્ય ભવમાં પણ મહને સદુપદેશ આપતે ભાસ્કરનો હતે. પરંતુ કદાગ્રહને લીધે સુખમય પશ્ચાત્તાપ. જૈનધર્મની આરાધનાથી હું વિમુખ રહ્યો.
હા ! મહા ખેદની વાત છે કે મનુષ્ય જન્મ વૃથા હારિ ગયે. હવે કઈપણ ઉપાયે જે મનુષ્ય ભવ પામું તે પવિત્ર તેમજ પાપકર્મને દૂર કરનાર એ જૈનધર્મ પાળી કોઈને પણ તાબેદાર ન થાઉં, અર્થાત પૂર્ણ સ્વતંત્ર બનું. મહા દુ:ખે પામવા લાયક એ જૈનધર્મ પામીને પણ જેને આત્મા જૈન વચનમાં રાગી થયે નહી તે પાપી જીવ પ્રમાદ રૂપી મહેટા વેરીએ વડે આ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. હા હા ! સદ્ધર્મના પ્રભાવયુક્ત મનુષ્યભવ મેળવીને પણ તે પ્રમાદથી હે મલિન કર્યો. તેથી જ આ દેવભવમાં મહિને કિંકરપણું પ્રાપ્ત થયું. કેમકે રીસાએલે દેવ આ સિવાય બીજું શું કરે ? એ પ્રમાણે પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા, તેમજ દેવ તથા સદ્દગુરૂઓને ભક્તિપૂર્વક વંદન કરવા લાગ્યા. અનુક્રમે આયુષ પૂર્ણ થવાથી ત્યાંથી ચવીને ચંપાનગરીમાં ઈશ્વરદત્ત શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે તે ઉત્પન્ન થયા. ત્યાં એગ્ય સમયે ઉદાર એવી સંયમ દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને ભાસ્કરને જીવ મેક્ષે ગયે. તેમજ ભાનુને જીવ પણ સૌધર્મ દેવલોકમાંથી ગ્રેવીને ફરીથી મનુષ્યભવ પામી જૈન દીક્ષા ગ્રહણ કરી કર્મરીને નિમૅલ કરી સિદ્ધિપદ પામ્યા. ॥ इति श्री सम्यक्त्वे विचिकित्सानामतृतीयातिचारे भानुभास्कर
|| વિમાનમ્
For Private And Personal Use Only