________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ
(૩૩)
ભાવથી મનોહર સુંદર વિલાસવાળું વારાંગનાઓનું નૃત્ય જુએ છે. કદાચિત નખની કાંતિના મિષવડે દારિદ્રને જલાંજલિ આપતા હોયને શું ? તેમ પોતાના હસ્તથી યાચક વર્ગને દાન આપે છે. કદાચિત બહારથી મોતીઓની અને અંદરથી પોતાના ગુણેની માળાવડે સુકવિઓનાં હૃદય વિભૂષિત કરે છે. આ પ્રમાણે કેટલોક સમય વ્યતીત થયા બાદ સમરસિંહ રાજાએ નંદિષેણકુમારને હેટી વિભૂતિ સાથે પોતાની રાજ્યગાદીએ સ્થાપન કર્યો. અને પિતે પણ શ્રાવકની અગીયાર પ્રતિમાઓ અંગીકાર કરી તેમજ તેમનું વિધિપૂર્વક પાલન કરી અનુક્રમે મુનિધર્મમાં ધુરંધર થયા. સર્વત્ર પ્રતિબંધ રહિત વિહાર કરતા છઠ્ઠ અઠ્ઠમ વિગેરે ઊગ્ર તપશ્ચર્યા કરી અને અનશન વ્રત પાળી લાંતક ક૯૫માં દેવ થયા. હવે નંદિષેણ રાજા સમસ્ત વૈરિ વર્ગને નિમૂલ કરી સમ
સ્ત કિલ્લાઓ પિતાને સ્વાધીન કરી રાજ્ય રાજવૈભવ. પાલન કરે છે. મુકૂટમણિએની કાંતિરૂપ
મંજરીના મિષવડે રચિ છે પુષ્પાંજલિઓ જેમણે એવા મહાન રાજાઓના મસ્તક પર જેની આજ્ઞારૂપી લક્ષ્મી નિરંતર વાસ કરવા લાગી. ચંદ્ર સમાન વદનવાળી અને માનસને વિષે ફુરણાયમાન રાજહંસીસમાન સર્વ અંત:પુરમાં પ્રધાનપદ ભગવતી શશી પ્રભા નામે તેને મુખ્ય રણું હતી. ચિરકાલ સંચિત પુણ્યને અનુસારે શશી પ્રભા સાથે વિષયસુખ ભોગવતાં નંદષેણ નરેંદ્રને કેટલાક સમય પ્રસાર થયે. ત્યારબાદ કુલદેવતા વિગેરેની સેંકડો માનતાઓ કરવાથી કેટલેક સમયે રાણીને એક પુત્ર છે. તેનું ધનકુમારનામ પાડયું. અનુકમે યોગ્ય ઊમ્મરને થયે. એટલે કલાભ્યાસ માટે રાજાએ
For Private And Personal Use Only