________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. થી મહેંદ્ર શ્રેષ્ટિની પ્રશંસા કરી જીતેંદ્રને નમસ્કાર કરી દેવતાઓ પિોતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ જીતેંદ્ર ભગવાન ત્યાં ઉભારહીનેજ પિતાના પાણતળમાં રહેલું તે શુદ્ધ અન્ન વાપરી ગયા. પરંતુ લેકે તેને જોઈ શકતા નથી, સિદ્ધાન્તમાં કહ્યું છે કે–
परमाइसयजुयाणं, हवंति तित्थेसराणसयकालं । आहारानीहारा, अद्दिस्सा चम्मचकखूणं ॥ १ ॥
સદાકાલ પરમ અતિશયથી યુક્ત તીર્થકરેના આહાર તથા નિહાર ચર્મચક્ષુવાળા પ્રાણીઓ દેખી શકતા નથી. વળી પોતાનાં કર્મ ક્ષીણ કરવામાં ઉઘુક્ત થયેલા અન્ય મુનિવરેએ પણ વિધિ પ્રમાણે મળેલી ભિક્ષાથી પારાણું કર્યું. સર્વથા પરિગ્રહના ત્યાગી, મિત્ર અને શત્રુઓને સમાન
_ દષ્ટિએ અવલોકતા, નાના પ્રકારના અભિપ્રભુને વિહાર. ગ્રહો ધારણ કરતા ભગવાન પણ ગ્રામ,
બાકર, નગરાદિકમાં વિહાર કરવા લાગ્યા. કઈક સ્થલમાં સ્થિરચિત્તે સમસ્ત ઇંદ્ધિઓને સ્વાધીન કરી શુદ્ધ ધ્યાનાગ્નિવડે સમગ્ર પાપરૂપી વનને બાળી નાખે છે. કોઈક સ્થલે લકુટાસન, ગરૂડાસન વિગેરે સ્થિતિ કરવાવડે જગત્ પ્રભુ ખુલ્લા પ્રકાશમાં પણ લોકોને પાષણની મૂર્તિની શંકા પ્રગટ કરે છે. વળી કેઈક ઠેકાણે નવીન અને શ્યામ એવા કમલેના વનની માફક પિોતે હિમવડે બળતા છતાં પણ નિશ્ચલ દેહે પિતાના ધ્યાનરૂપી મહા સરેવરમાંથી કિંચિત્ માત્ર પણ ચલાયમાન થતા નથી. ભુજરૂપી પરિઘનું જેમણે અવલંબન કર્યું છે એવા જગત્ પ્રભુ સૂર્ય સમાન તેજવી એવા તારૂપી અગ્નિવડે બાહ્ય અને આંતરિક દેહ મલની શુદ્ધિ કરે છે. તેમજ ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશાદિ, માસાઈ, માસક્ષપણાદિ અને ભદ્ર, મહાભદ્ર વિગેરે ઉગ્ર તપશ્ચર્યા કરે છે. વળી બાવીશ પરીષહ સહન કરવામાં બહુ શક્તિમાન એવા પ્રભુએ
For Private And Personal Use Only