________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
માવતાં જોઇ સાત આઠ ડગલાં પોતે સામા આવ્યા. માસન દાન વિગેરે બહુ સત્કાર કરાબ્યા, અને મસ્તકે અંજળિ જોડી નમસ્કાર ક વિનતિ કરી, હે માતાજી ! હાલમાં આપને અહીં આવવાનુ' શું પ્રયેાજન ? પૃથિવીદેવીએ કહ્યું, પુત્ર ? મ્હને હારા પિતાશ્રીએ મોકલી છે. કારણ કે તે ત્હારા વિવાહમહાત્સવ જોવા માટે બહુ ઉત્સુક થયા છે. તેમજ અન્ય જને પશુ તે વિષે ઘણા ઉત્ક ંઠિત થયા છે અને મ્હને પણ એ માખતની મહે ચિ'તા રહે છે કે હાલમાં ત્હારા પ્રસાદથી અન્ય સર્વ સુખા પ્રાપ્ત થયાં છે અને કાઇપણ મનેરથ અપૂર્ણ નથી, પરંતુ ત્હારો વિવાહમહાત્સવ કરવા માટે તું કબુલ કર.
માતાનાં અરૂચિકારક વચન સાંભળી કુમારે જણાવ્યું, જનિન ! મ્હારા હૃદયની તમને ખબર વિવાહ મહાત્સવ નથી ? અહા ! વિષયસુખ પણ શુ તમે સ્વીકાર. જાણતાં નથી ? ગૃહવાસ પણ કેવા દુ:ખદાયક છે ? તે તમ્હારા જાણવા બહાર નથી. છતાં વિવાહ સ ંબંધી આ પ્રમાણે તમે શું બેલે છે ? માતા આલ્યાં, સર્વ જાણીએ છીએ પણ શુ પિતાનુ વચન ન માનવું? હે વત્સ ! વળી ઉત્તર અવસ્થામાં પણ ગૃહસ્થાશ્રમને ત્યાગ સુખેથી કરી શકાય છે, અને પેાતાના મનોરથ પૂર્ણ થવાથી દ્ઘારા પિતા પોતે પણ હને પ્રતિકૂલ નહીં થાય, માટે દીક્ષા ગ્રહણના વિચાર આગળ ઉપર રાખો. કુમાર આલ્યા, જનિન! જે વિવાહ સમયમાં પ્રથમજ ચારીમંડપમાં ચાર વખત પરિબ્રાણ કરાવવામાં આવે છે, તે ઉપરથી સંસારમાં ચારે ગતિએનુ સેવન કરવુ પડશે એમ જણાવે છે. ઘી અને મધના હામના મિષથી સમસ્ત ગુણ્ણાનું દહન કરવામાં આવે છે. તેમજ કર્મ રૂપી કરીયાણુ' ખરીદવા માટે કન્યાના પાણિગ્રહણના
For Private And Personal Use Only