________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જવાબમાં જણાવ્યું, આપ નથી જાણતા ? આજે તે હાર ભાઈ જમવાના છે. તેથી દાળભાત વિગેરે બહુ ઉત્તમ રસોઈ બનાવી છે. એમ સાંભળતાંજ શેઠ તે ક્રોધાતુર થઈ ગયા.
અને બોલ્યા કે લાવ મહને પણ તેજ પીરસ. શેઠાણીએ કહ્યું ક્ષણમાત્ર ધીરજ ધરો, કારણકે બે ઘેબર કરવાના બાકી છે. તે સાંભળી એકદમ નહીં સહન થવાથી સ્ત્રીની આગળ વારંવાર છાતી કૂટી બહુ દુર્વચન સંભળાવી ચિંતવવા લાગે-અહે! આ પ્રમાણે મહારા ઘરમાં ધનને નકામે વ્યય કરવામાં આવે છે. હને ધિક્કાર છે? હિસાબ વિનાનું જીવવું વૃથા છે. એ પ્રમાણે બહુ શોકાતુર થઈ ઘરની અંદર એકાંતમાં સુઈ ગયા, ત્યારબાદ ધનના વ્યયની ચિંતાને લીધે શેઠના હૃદયમાં કંપારે વ્યાપી ગયે જેથી ક્ષણમાંત્રમાં પ્રાણ છુટી ગયા. શેઠાણી પણ રસોઈની સર્વ સામગ્રી તૈયાર કરી બે થાળ
પીરસી આસન પર મૂકી બેસવા માટે કવિપત વિચાર. પાટલા ગોઠવી શેઠને મધુર વચનોથી
બેલાવવા લાગ્યાં. પણ શેઠ તરફથી કંઈ જવાબ મળે નહીં. એટલે શેઠાણું ગુંચવાણું અને જાણ્યું કે તેઓ રીસાયેલા છે તેથી બહુ મધુર વચને બોલતાં બોલતાં તેમની પાસે ગયાં, અને જુએ છે તેટલામાં તેમની આંખની કીકીઓ ફરી ગયેલી જોઈ, તે ઉપરથી આતે મરી ગયેલા દેખાય છે, એમ જાણું તરતજ ઓરડાનાં દ્વાર બંધ કરી ને જમવા બેસાડે, અને તે પણ જમી લીધું, ત્યારબાદ શેઠાણીએ મહને કહ્યું કે બાંધવ! આ મહારો પતિ બહુજ કંજુસ હતું, તલના ત્રીજા ભાગ જેટલી પણ કોઈને કંઈ વસ્તુ આપતે નહતો. તેમજ પોતે પણ નહિં જેવું ખાઈને આજ સુધી નિર્વાહ ચલાવે છે. આજે તમહારા માટે ઉત્તમ ભેજન
For Private And Personal Use Only