________________
આવી છેતેથી આ ગ્રન્થનું યથાર્થ નામ વિશ્વકોષ બની શકે છે. વિષયસૂચિમાં નજર ફેરવીએ તે આ વસ્તુની સહજ પ્રતીતિ થઈ જાય છે.
આ ગ્રન્થની એવી કઈ વિશેષતા છે જે અન્ય જૈન ગ્રન્થમાં નથી? એ તો આપણે જોઈ ગયા છીએ કે આ એક સંગ્રહગ્રન્થ છે; તેથી અન્યત્ર વિષયને મુખ્ય રાખીને નિરૂપાયેલી હકીકતો આમાં સંખ્યાને મુખ્ય માનીને નિરૂપાયેલી છે. એટલે એવી બધી હકીકતે અન્યત્ર જૈન આગમાં વિખરાયેલી મળી શકે છે. પણ આ ગ્રન્થમાં પુરુષપરીક્ષા આ નામે જે ખંડ સંકલિત કરવામાં આવ્યો છે, તે સ્થાનાંગમાંથી જ સંકલિત છે. અને એમ કહી શકાય કે સ્થાનાં ગાંતર્ગત એ ખંડની હકીકતમાંથી બહુ મોટે ભાગ એ છે કે જે અન્યત્ર જૈન આગમમાં નહિ મળે. તે વિષય જૈનગ્રંથમાં માત્ર સ્થાનાંગને આગવો છે. એટલું જ નહિ પણ આ સમગ્ર ગ્રંથમાં તે ખંડની રોચકતા સર્વોપરી છે. ગણતરીના રણમાં જાણે શીતળ જળની વીરડી જેવું એ પ્રકરણ આપણને ઘડીભર વિવિધ મનોભાના ઊંડા રહસ્યમાં વિચરણ કરાવે છે અને આપણું પોતાના મનભાવની પરીક્ષા કરવા પ્રેરે છે. એટલું જ નહિ પણ ઉન્નતિના માર્ગે જવા પણ ઉત્સુક બનાવે છે. વાચકોને એમાંથી કાંઈક એવી પ્રેરણા મળશે તે મારો શ્રમ વ્યર્થ નહિ જાય. તા. ૨૭–૧૧–૫૪
દલસુખ માલવણિયા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org