________________
3
o
આધારે આપવામાં આવ્યું છે. પ્રજ્ઞાપનાના અવધિપદને ઉલ્લેખ પણ છે. ત્યાર પછી કલ્પને આધારે સમવસરણનું વર્ણન સમજી લેવાનું કહ્યું છે. અને પછી કુલકરાદિ, તીર્થકર, ચક્રવતી, બલદેવ વાસુદેવ, ગણધર આદિ આ અવસર્પિણી અને આગામી અવસર્પિણના મહાપુરુષો સંબંધી હકીકતે આપવામાં આવી છે. આ પ્રકરણ પણ કોઈ સ્વતંત્ર પ્રકરણ જણાય છે જે પાછળથી આમાં ઉમેરાયું છે. કારણ કે, એ પ્રકરણને અંતે રૂN Uવમાન્નિતિ તં ન ફુરસેz 5 gવંતરાયર સેફ્ટ ૨” ઈત્યાદિ ઉપસંહાર આપવામાં આવ્યું છે.
પ્રજ્ઞાપનામાંથી જે ભાગ છે અથવા તે જે ભાગને સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તેમાં ભગવાન અને ગૌતમને સંવાદ છે. અન્યત્ર માત્ર ગણતરીઓ આપવામાં આવી છે.
સ્થાનાંગ અને સમવાયાંગની ઘણી બાબતે સમાન હોઈ, સ્થાનાંગ વિષેની વિચારણામાં સમવાયાંગને લગતું પણ ઘણું કહેવાઈ ગયું છે; તેથી તેનું પુનરાવર્તન અહીં જરૂરી નથી.
૪. વિષયપરિચય સ્થાનાંગ–સમવાયાંગના વિષયો સમાન હોવાથી તે બંનેના વિષયને પરિચય એકસાથે જ આપી દેવો યોગ્ય છે. પ્રસ્તુત અનુવાદમાં મેં વિષયને સાત ખંડમાં વહેંચી નાખ્યા છે. તે આ પ્રમાણે ૧.મોક્ષમાર્ગ, ૨. તત્ત્વજ્ઞાન, ૩. ગણિતાનુયોગ, ૪. મહાપુરુષો, ૫. સંઘવ્યવસ્થા, ૬. પુરુષપરીક્ષા અને છે. વિવિધ.
પ્રથમ ખંડમાં જીવ અને અજીવના વિવરણને લગતી હકીકત છેડી દઈને નવતત્વ વિચારણામાં સામાન્ય રીતે જે સમાઈ શકે એવા બધા વિષયને સંગ્રહ કર્યો છે. જીવ સત્સંગને પ્રાપ્ત કરીને મોક્ષે જાય એ દરમિયાનની સમસ્ત સાધનાને લગતી હકીકતો તારવીને આ ખંડનું નામ મેક્ષમાર્ગ રાખ્યું છે.
બીજા ખંડમાં દ્રવ્યાનુયોગને લગતી હકીકતો આપવામાં આવી છે તેથી તેનું નામ તત્ત્વજ્ઞાન રાખવામાં આવ્યું છે. આમાં જીવ અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org