Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 20
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने उपक्रमवर्णनम् તથા અધિકાર વક્તવ્યતા વિશેષ જ છે, તે એકત્વ વિશિષ્ટ આત્માદિ પદાર્થના કથન લક્ષણરૂપ છે. પ્રત્યેક દ્વારમાં અંગીકૃત અધ્યયન સમવતાર લક્ષણરૂપ છે તે લાઘવ માટે આનુપૂર્વી આદિ દ્વારોમાં વર્ણન કરેલ હોવાથી અહિં પુનઃ કહેતા નથી. વળી પણ કહ્યું છે કે— अहुणा य समोयारो, जेण समोयारियं पइद्दारं । एगाणमणुगओ, सो लाघवओ ण पुण वच्चो ||१७|| [विशेषावश्यक ९५६ त्ति ] હવે સમવતારનો અવસર છે. તે એક સ્થાનનો અવતાર લાઘવ માટે દરેક દ્વા૨ે પહેલાંથી જ કહેલ છે. તેથી પુનઃ અહીં કહેતા નથી. (૧૭) ૧ ઓઘનિષ્પક્ષ, ૨ નામનિષ્પક્ષ, ૩ સૂત્રાલાપકનિષ્પન્ન ભેદથી ત્રણ પ્રકારે નિક્ષેપ કરાય છે. કહ્યું છે કે— भण घेप्पय सुहं निक्खेवपयाणुसारओ सत्थं । ओहो नामं सुत्तं, निखेयव्वं तओऽवस्सं ॥ १८ ॥ [विशेषावश्यक० ९५७ त्ति ] નિક્ષેપ પદના અનુસારથી અધ્યયન વા ઉદ્દેશક સુખપૂર્વક ભણાય છે અને ગ્રહણ કરાય છે, તે કારણથી ૧ઓઘ, ૨ નામ અને ૩ સૂત્રાલાપકનિષ્પન્ન આ ત્રણે અવશ્ય નિક્ષેપ કરવા યોગ્ય છે. (૧૮) તેમાં ઓઘનું સ્વરૂપ નીચે પ્રમાણે છે— १. ओघ : ओहो जं सामन्नं, सुयाभिहाणं चउव्विहं तं च । अज्झयणं अज्झीणं, आओ झवणा य पत्तेयं ।। १९ ।। नामादि चउब्मेयं, वण्णेऊणं सुयाणुसारेणं । एगट्ठाणं जोज्जं, चउसुं पि कमेण भावेसु ||२०|| ( युग्मं ) [વિશેષાવશ્ય૦ ૧૯૮-૧૫૬ i] શ્રુતનું જે સામાન્ય નામ તેને ઓઘ કહેવાય છે. તે ચાર પ્રકારે છે—૧ અધ્યયન, ૨ અક્ષીણ, ૩ આય અને ૪ ક્ષપણા. તે પ્રત્યેક અધ્યયનાદિનું શ્રુતાનુસાર નામાદિક ચાર પ્રકારે વર્ણન કરીને ક્રમશઃ તેઓના ભાવ નિક્ષેપામાં એક સ્થાનની યોજના કરવી. (૧૯–૨૦) ત્યાં અધ્યાત્મ મન તે શુભ મનને વિષે ગમન થયું અર્થાત્ જેથી આત્માનું ગમન થાય છે અને જેથી અધ્યાત્મ શબ્દવાઓ શુભ મન તેનું આત્માને વિષે લઈ આવવું થાય છે અથવા બોધ, સંયમ અને મોક્ષ એ ત્રણની જેથી અધિક પ્રાપ્તિ થાય છે તે અધ્યયન જાણવું. પ્રાકૃત' શૈલી વડે માયા કહેવાય છે. ભાષ્યકારે આ સંબંધમાં કહ્યું છે કે जे सुहज्झप्पयणं, अज्झप्पाणयणमहियमयणं वा । बोहस्स संजमस्स व मोक्खस्स व तो तमज्झयणं ॥ २१ ॥ [विशेषावश्यक ० ९६० त्ति ] જે વડે શુભ અધ્યાત્મ થાય, અથવા પ્રાપ્ત કરાવે તે અધ્યયન અથવા બોધ–સંયમ અને મોક્ષ એ ત્રણને અધિકપણે પ્રાપ્ત કરાવે તે અધ્યયન. ॥૨૧॥ શ્રુત–ભણાય, વિશેષપણે સ્મરણ કરાય અને જણાય તે અધ્યયન છે. કહ્યું છે કે— अज्झीणं दिज्जंतं, अव्वोच्छित्तिनयतो अलोगो व्व । आओ नाणाईणं, झवणा पावाण खवणं त्ति (कम्माणं ) ॥२२॥ [विशेषावश्यक० ९६१ त्ति] તથા નિરંતર આપવા છતાં પણ જે ક્ષીણ ન થાય (અથવા અવ્યુદ્ધિત્તિનયથી અલોકની માફક કદી પણ ક્ષીણ ન થાય) તે અક્ષીણ, જ્ઞાનાદિકના લાભનો હેતુ હોવાથી આય, પાપકર્મોના નાશનો હેતુ હોવાથી ક્ષપણા કહેવાય છે. (૨૨) 1. મૂલ અાપ્પાળયાં શબ્દ છે પરંતુ પ્રાકૃત શૈલીથી પ્વા અને ાકારનો લોપ થવાથી અાયાં થાય છે. 8

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 520