________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने उपक्रमवर्णनम् દ્વારોનો આજ અનુક્રમ છે. કારણ કે જે સમીપ ન લેવાયું હોય તેનો નિક્ષેપ નથી કરાતો. નામાદિ નિક્ષેપ વિના અર્થથી અનુગમન થતું નથી. તેમજ નયમત સિવાય અનુગમ પણ થતો નથી. (૧૧)
એ પ્રમાણે તે ફ્લાદિક દ્વારો કહેવાયા, હવે અનુયોગદ્વારના ભેદ કથનપૂર્વક એ જ અધ્યયન વિચારાય છે. ત્યાં ઉપક્રમ બે પ્રકારનો છે. (૧) લૌકિક અને (૨) શાસ્ત્રીય. ત્યાં ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાલ અને ૬ ભાવ ભેદથી લૌકિક છ પ્રકારનો છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યોપક્રમ બે પ્રકારનો છે ઃ (૧) પરિકર્મ અને (૨) વિનાશઉપક્રમ, સચેતન, અચેતન અને મિશ્ર અથવા દ્વિપદ, ચતુષ્પદ અને અપદ (વૃક્ષાદિ) રૂપ જે દ્રવ્યનું ગુણાંતર ગુણવિશેષનું ઉત્પાદન તે પરિકર્મ, અને દ્રવ્યનો નાશ તે વિનાશ [જેમ ધૃત, રસાયણ વગેરેના પ્રયોગથી મનુષ્ય બલવાન થવા પામે છે તે પરિકર્મ અને તલવાર વગેરેથી નાશ કરાય છે તે વિનાશ]. એમ જ ક્ષેત્ર— શાલિક્ષેત્રાદિનો હલ વગેરે ખેડવાથી પરિકર્મ અને હાથી વગેરે બાંધવાથી નાશ પામે છે તે વિનાશ, અજ્ઞાત સ્વરૂપ કાલને નાડિકાદિ શંકુની છાયા અથવા ઘટિકા વગેરેથી જાણવું તે પરિકર્મ અને [નક્ષત્રાદિની ગતિ વડે કાલ જે અનિષ્ટ ફલદાયક થાય છે તે કાલ વિનાશ એટલે વિપર્યાસ], ન જણાયેલ ગુરુ પ્રમુખના ચિત્તને ઇંગિત આકારાદિ વડે જાણવું તે ભાવ પરિકર્મ (ઉપક્રમ). શાસ્ત્ર સંબંધી ઉપક્રમો ૬ પ્રકારના છે, તે આ પ્રમાણે—(૧) આનુપૂર્વી; (૨) નામ, (૩) પ્રમાણ, (૪) વક્તવ્યતા, (૫) અર્થાધિકાર અને (૬) સમવતાર.
૧. આનુપૂર્વી :- બીજે' સ્થળે આનુપૂર્વી દશ પ્રકારે કહેલ છે, તેમાં ઉત્કીર્તન અને ગણના આનુપૂર્વીમાં આ અધ્યયનનો સમવતાર થાય છે. ઉત્કીર્ત્તન તે એક સ્થાન અધ્યયન, દ્વિસ્થાન અધ્યયન અને ત્રિસ્થાન અધ્યયન ઇત્યાદિ ગણના, તે કેવલ સંખ્યા એક, બે, ત્રણ ઇત્યાદિ તે ગણના આનુપૂર્વી ત્રણ પ્રકારની છે—૧ પૂર્વાનુપૂર્વી, ૨ પશ્ચાનુપૂર્વી, ૩ અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વી વડે વિદ્યમાન પ્રથમ અધ્યયન કહેવાય છે, પશ્ચાનુપૂર્વી વડે દશમું અધ્યયન અને અનાનુપૂર્વી વડે અનિયત છે.
૨. નામકથન ઃ- તેમજ નામ દશ પ્રકારે છે. એક નામ, દ્વિ નામ ઇત્યાદિ દશ નામ પર્યંત. તેમાં છ નામમાં આ અધ્યયનનો અવતાર થાય છે. તેમાં પણ ક્ષાયોપશમિક-ભાવમાં સમગ્રશ્રુત ક્ષાયોપશમિક ભાવરૂપ હોવાથી કહ્યું છે કે— छव्विहनामे भावे, खओवसमिए सुयं समोयरति । जं सुयणाणावरणक्खओवसमजं तयं सव्वं ॥ १२ ॥
[विशेषावश्यक० ९४५ त्ति ]
[અનુયોગદ્વાર સૂત્રમાં] છ પ્રકારના નામોમાં ઔદયિકાદિક છ ભાવો કહેલા છે. તેમાંનાં’ક્ષાયોપશમિક ભાવમાં સર્વ શ્રુતનો સમવતાર થાય છે. કારણ? શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી સર્વ શ્રુત ઉત્પન્ન થાય છે. (૧૨) ૩. પ્રમાણકથન :- તથા દ્રવ્યાદિ ભેદથી પ્રમાણ ચાર પ્રકારે છે, તેમાં આ અધ્યયન, ક્ષાયોપશમિક ભાવરૂપ હોવાથી, ભાવ
પ્રમાણમાં અવતરે છે. યજ્ઞ ઞાદ
दव्वादिचउब्भेयं, पमीयते जेण तं पमाणं ति । इणमज्झयणं भावो त्ति, भावमाणे समोयरति ||१३||
[विशेषावश्यक० ९४६ त्ति]
જેના વડે જે વસ્તુ જણાય તે પ્રમાણ. તે પ્રમાણ દ્રવ્યાદિ ચાર પ્રકારે છે. આ અધ્યયન ભાવરૂપ હોવાથી ભાવ પ્રમાણમાં સમવતરે છે. (૧૩)
ભાવ પ્રમાણ ગુણ, નય અને સંખ્યાના ભેદથી ત્રણ પ્રકારનું છે. તેમાં આ અધ્યયનનો ગુણ પ્રમાણ અને સંખ્યા પ્રમાણમાં જ સમવતાર થાય છે; વર્તમાનમાં તો નયપ્રમાણમાં અવતાર કરાતો નથી. યવાદ
1. મહાભાષ્યની ટીકામાં દશ પ્રકારનો કહેલ છે તે આ પ્રમાણે—૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાલ, ૬ ગણના, ૭ ઉત્કીર્તન, ૮ સંસ્થાન, ૯ સમાચારી અને ૧૦ ભાવાનુપૂર્વી,
6