Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 16
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने स्थानशब्दस्य वर्णनम् પણ સ્થાન જાણવું. ૭. ઉપરતિ–વિરતિ, વિવિધ ગુણોનો આશ્રય હોવાથી વિરતિ જ સ્થાન છે અથવા અહિં સ્થાન શબ્દ વિશેષાર્થમાં છે. તેથી વિરતિમાં જે વિશેષ તે વિરતિસ્થાન તે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ છે તેમ. ૮. વસતિ– સ્થાન કહેવાય છે. જેમાં સ્થિર થવાય છે તે સ્થાન. ૯. સંયમનું સ્થાન તે સંયમસ્થાન. અહિં સ્થાન શબ્દ ભેદ અર્થવાળો છે. સંયમ-શુદ્ધિની વૃદ્ધિ અને હાનિથી થયેલ વિશેષભેદરૂપ (અસંખ્યાત) સંયમસ્થાન. ૧૦. પ્રગહ— આદેયવચન હોવાથી જેનું વચન માન્ય થાય તે નાયક. તે બે પ્રકારના છે—(૧) લૌકિક અને (૨) લોકોત્તર, તેમાં લૌકિક રાજા, યુવરાજ, મહત્તર (શ્રેષ્ઠ પુરુષ), પ્રધાન અને કુમારરૂપ છે અને લોકોત્તર આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદકરૂપ છે. તેનું જે સ્થાન તે પ્રગહસ્થાન. ૧૧. યોદ્ધાઓનું સ્થાન—(૧) આલીઢ, (૨) પ્રત્યાલીઢ, (૩) વૈશાખ, (૪) મંડલ અને (૫) સમપાદરૂપ શરીરનું વિશેષ ન્યાસરૂપ યોદ્ધાસ્થાન. ૧૨. અચલત્વ લક્ષણવાળો જે ધર્મ તે સાદિ સપર્યવસિત (અંત સહિત) ઇત્યાદિ ચતુર્ભૂગરૂપ છે, તેનું જે સ્થાન તે અચલતા સ્થાન. ૧૩, ગણનાએક બેથી લઈને શીર્ષપ્રહેલિકા પર્યંત જે ગણિત તે ગણના સ્થાન. ૧૪. સંધાન—દ્રવ્યથી કટકા કરાયેલ કાંચળી વગેરેનું જે જોડાણ તે છિન્નદ્રવ્યસંધાન અને રુની પુણીથી ઉત્પદ્યમાન તંતુ (તાંતણા) આદિનું જોડાણ તે અચ્છિન્નદ્રવ્યસંધાન. ભાવથી તો (૧) પ્રશસ્તચ્છિન્નભાવસંધાન—તે અપ્રશસ્તભાવમાં જઇને ફરીથી પ્રશસ્તભાવનું જે જોડાણ (પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ) તે અને (૨) અપ્રશસ્તચ્છિન્નભાવસંધાન—તે ઔદિયક ભાવથી ચડીને ઔપશમિકાદિ ભાવમાં આવીને પુનઃ ઔદિયક ભાવમાં જવું તે. હવે (૩) અચ્છિન્નપ્રશસ્તભાવસંધાન—તે પ્રશસ્ત ભાવમાં ક્ષપકાદિની માફક (ભરત મહારાજાની જેમ) આગળ (ઉપર) ચડતા જવું. (૪) અચ્છિન્નઅપ્રશસ્તભાવસંધાન—અપ્રશસ્તભાવમાં નીચે છેક ઊતરતાં જવું તે. ઉપશમશ્રેણિથી પડતાં મિથ્યાત્વ પર્યંત જનારા વગેરે તે (ઉપરોક્ત') પ્રશસ્તાદિ ભાવનું જે સંધાન તે જ સ્થાન, વસ્તુનું એકત્રિતપણે જે અવસ્થાન તે સંધાન સ્થાન. ૧૫. ભાવસ્થાન—ઔદયિકાદિ ભાવોનું સ્થાન એટલે અવસ્થિતિ રહેવું તે ભાવસ્થાન. એવી રીતે અહિં સ્થાન શબ્દ અનેકાર્થ છે. પ્રસ્તુત વિષયમાં વસતિસ્થાન અને ગણનાસ્થાન વડે અધિકાર છે તે બતાવવામાં આવે છે. (૭) હવે અંગ શબ્દનો નિક્ષેપ કહેવાય છે. તંત્ર ગાથા नामंगं ठवणंगं, दव्वंगं चेव होइ भावंगं । एसो खलु अंगस्सा, निक्खेवो चउव्विहो होइ ||८|| [ उत्तराध्ययन नि० १४४ त्ति ] તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે, મદ્ય ઔષધાદિ દ્રવ્યનું અંગ કારણે અથવા અવયવ તે દ્રવ્યાંગ, ક્ષયોપશમાદિ ભાવનું જે અંગ તે ભાવાંગ, અહિં ભાવાંગ વડે અધિકાર છે તે પણ આગળ દેખાડવામાં આવશે. (૮) સ્થાનાંગ શબ્દનો સમુદાયાર્થ જેવી રીતે સ્થાનાંગ સૂત્રમાં વિષયનું કથન કરાયેલું છે તેવી રીતે એકત્વ આદિ વડે વિશેષણવાળા આત્માદિ પદાર્થો જેમાં રહે છે, બેસે છે અને નિવાસ કરે છે તે સ્થાન અથવા સ્થાન શબ્દ વડે અહિં એક આદિ સંખ્યાભેદ કહેલ છે. તે કારણથી આત્માદિ પદાર્થોને પ્રાપ્ત થયેલ એક થી દશ પર્યંત સ્થાનોનું વર્ણન હોવાથી સ્થાન. જેમ આચારનું વર્ણન હોવાથી આચાર સૂત્ર કહેવાય છે તેમ સ્થાન જાણવું. તે સ્થાન ક્ષાયોપશમિક ભાવરૂપ સિદ્ધાંત—પુરુષના અંગ (અવયવ)ની જેમ જે અંગ તે સ્થાનાંગ (ઠાણાંગ) એ સમુદાયાર્થ જાણવો. ૫. દ્વારો ઃ- તેમાં દશ અધ્યયનો છે. દશ અધ્યયનોમાં પહેલું અધ્યયન તે સંખ્યામાં એક હોવાથી અને એક સંખ્યાયુક્ત આત્માદિ પદાર્થોનો પ્રતિપાદક હોવાથી એક સ્થાન છે. મહાન્ નગરના દ્વારોની જેમ તેના ચાર અનુયોગ દ્વારો હોય છે તે આ પ્રમાણે—(૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ, (૪) નય. તેમાં અનુયોજન તે અનુયોગ અર્થાત્ સૂત્રનો 1. પ્રશસ્તચ્છિન્નભાવસંધાનાદિ ચાર ભેદનું વર્ણન ટીકામાં સંક્ષિપ્ત હોવાથી આચારાંગની ટીકાથી સ્પષ્ટીકરણ કરેલ છે. 4

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 520