Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 14
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने मंगलद्वारवर्णनम् । પ્રયોજન (લ) નથી એવી આશંકા કરનારા શ્રોતાઓ કંટકશાખા (બાવલ)ના મર્દનની જેમ પ્રવૃત્તિ ન કરે. વળી તે ફલ બે પ્રકારનું છે.–૧ અનંતર અને ૨ પરંપર. તે બેમાં અર્થનું જાણવું તે અનંતર લ છે, અને અર્થના જાણવાપૂર્વક અનુષ્ઠાનથી જે મોક્ષની પ્રાપ્તિ થાય તે પરંપર ફલ કહેવાય છે. (૧). ૨. યોગ-સંબંધ - તથા યોગ એટલે સંબંધ, તે જો ઉપાય ઉપયરૂપ લઈએ તો અનુયોગ એ ઉપાય અને 1 અર્થાવગમાદિ ઉપેય, તો તે સંબંધ પ્રયોજનના કથનથી જ કહેવાય છે, તેથી “અવસર લક્ષણ' અનુયોગનો સંબંધ કહેવા યોગ્ય છે અર્થાત્ આ અનુયોગના દાનમાં (દેવામાં) કોણ સંબંધ એટલે અવસર છે? અથવા અનુયોગના દેવામાં કોણ લાયક છે? તેમાં અનુયોગના દાનમાં ભવ્ય, મોક્ષમાર્ગની અભિલાષાવાળો, ગુરુનાં ઉપદેશમાં નિશ્ચલ-સ્થિર અને આઠ વર્ષ જેને દીક્ષા લીધે થયા હોય એવા જે પ્રાણી (સાધુ) હોય તેને જ સૂત્રથી (મૂલપાઠથી) પણ આપવા યોગ્ય છે-એ આ અવસર છે અને યોગ્ય પણ તે જ છે. યત ૩pतिवरसपरियागस्स उ, आयारपकप्पनाममज्झयणं । चउवरिसस्स य सम्म, सूयगडं नाम अंगं ति ।।२।। दस-कप्प-व्ववहारा, संवच्छरपणगदिक्खियस्सेव । ठाणं समवाओऽवि य, अंगे ते अट्ठ वासस्स ॥३॥ [પચવાતું ૧૮૨-૧૮૩.]િ. અર્થ: ત્રણ વર્ષના પર્યાયવાળાને તો આચાર પ્રકલ્પ નામનું અધ્યયન અર્થાત્ નિશીથસૂત્ર, અને ચાર વર્ષના પર્યાયવાળાને સારી રીતે સૂયગડાંગ નામે સૂત્ર, (૨) પાંચ વર્ષની દીક્ષાવાળાને જ દશાશ્રુતસ્કંધ, બૃહકલ્પ અને વ્યવહારસૂત્ર, તેમજ આઠ વર્ષની દીક્ષાવાળાને ઠાણાંગ તથા સમવાયાંગ સૂત્રની વાચના આપવા યોગ્ય છે. (૩). અન્યથા બીજી રીતે આ સૂત્રનો અનુયોગ દેવામાં આજ્ઞાભંગ આદિ દોષ થવા પામે છે. ૩. મંગલ :- તથા આ અનુયોગ (સૂત્ર) શ્રેયભૂત હોવાથી વિન થવાનો સંભવ છતે વિન વડે હણાયેલ છે શક્તિ જેઓની એવા શિષ્યો, એમાં પ્રવૃત્તિ ન કરી શકે તે હેતુથી વિનની શાંતિ માટે મંગલ કરવું ઉચિત છે. ૩i aबहुविघाई सेयाई, तेण कयमंगलोवयारेहिं । घेत्तव्वो सो सुमहानिहि व्व जह वा महाविज्जा ।।४।। [विशेषावश्यक० १२ इति] શુભ કાર્યો ઘણા વિનોવાળા હોય છે, તે કારણથી મંગલપચાર કરીને તે ઉત્તમ રત્ન-નિધાન અથવા મહાવિદ્યાની પેઠે ગ્રહણ કરવા યોગ્ય છે. (૪) વળી મંગલ ક્રમશઃ શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં શાસ્ત્રાર્થની વિનરહિત સમાપ્તિ માટે, તેની જ સ્થિરતા માટે અને તેની જ અવિચ્છિન્ન પરંપરા માટે (આદિ, મધ્ય અને અંત્ય મંગલ) કરવું જોઈએ. તદુષં–મારિ મંત્ર तं मंगलमाईए, मज्झे पज्जंतए य सत्थस्स । पढमं सत्थत्थाविग्धपारगमणाय निद्दिई ।।५।। तस्सेव य थेज्जत्थं, मज्झिमयं अंतिम पि तस्सेव । अव्वोच्छित्तिनिमित्तं, सिस्स-पसिस्साइवंसस्स ॥६॥ [વિરોષાવથ૦ ૨૩-૨૪ ]િ અર્થ: શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને પર્વતમાં મંગલ કરાય છે. શાસ્ત્રાર્થની વિનરહિત સમાપ્તિ માટે પ્રથમ મંગલનું નિર્દેશ કરાય છે. તેની જ સ્થિરતા માટે મધ્યમ મંગલનું અને શિષ્ય-પ્રશિષ્ય આદિ વંશની અવિચ્છિન્ન પરંપરા માટે તેનું જ અંતિમ મંગલ કરાય છે. (૫-૬) તેથી જ તેમાં આદિ મંગલ-સુયં ને માસી તેને માવય' ઇત્યાદિ સૂત્ર છે અથવા માગુખતા માવતા (આયુષ્માનું ભગવાન વડે) આ શબ્દ, ભગવાનનું બહુમાન ગર્ભમાં હોવાથી મંગલરૂપ છે. અર્થાત્ નંદી અને ભગવદ્ બહુમનને 1. અર્થનો બોધ 2 -

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 520