Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 15
________________ १ स्थानाध्ययने स्थानाङ्गनिक्षेपवर्णनम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ વિષે મંગલપણું છે. પંચતે એટલે જેના વડે વાંછિત પ્રાપ્ત કરાય તે. અહિં મંગલ શબ્દનો અર્થ ઘટમાન હોવાથી આદિ મંગલ જાણવું. મધ્યમાન—પાંચમા અધ્યયનનું પહેલું સૂત્ર—'પત્ત મહવ્વ' [સૂ॰ રૂ૮૬] ઇત્યાદિ–ક્ષાયિકાદિ ભાવપણાને લઈને મહાવ્રતોનું મંગલપણું હોવાથી, ક્ષાયિકાદિ ભાવ મંગલરૂપ છે. ય—'નોબળનો માવો સુવિસુદ્ધો છાયાનો' [વિશેષાવ૦ ૪૬ fત્ત]— નોઆગમથી ક્ષાયિકાદિ સુવિશુદ્ધ ભાવ મંગલરૂપ છે, અથવા છટ્ઠા અધ્યયનનું આદિ સૂત્ર 'છહિં ટાઢિ સંપન્ને અારે અરહર્ષ નાં ધરિત્ત' [સૂ॰ ૪૭૬] ઇત્યાદિ વચનથી અણગારનો પંચપરમેષ્ઠિમાં સમાવેશ કરવા વડે મંગલપણું હોવાથી અથવા સૂત્રમાં કહેલ ગણધરસ્થાનોને ક્ષાયોપશમિકાદિ ભાવ વિશિષ્ટપણાએ મંગલરૂપ હોવાથી આ મધ્ય મંગલ જાણવું. મંત્યમાન—છેલ્લું મંગલ તો દશમા અધ્યયનનું અંત્ય સૂત્ર—'સમુળજીવવા પોળના મળતા પાત્તે' [સૂ૦૭૮૩] અહિં અનંત શબ્દ, ‘વૃદ્ધિ’ શબ્દની જેમ મંગલરૂપ હોવાથી અંત્ય મંગલ જાણવું. અથવા સર્વ શાસ્ત્ર જ નિર્જારાના કારણભૂત હોવાથી તપની જેમ મંગલરૂપ છે. મંગલરૂપ શાસ્ત્રનું પણ જે મંગલનું કથન કરેલ છે તે શિષ્યોની બુદ્ધિમાં મંગલત્વનું ગ્રહણ કરવા માટે છે. મંગલપણે ગ્રહણ કરેલું શાસ્ત્ર મંગલ હોય–જેમ સાધુ (સાધુ મંગલરૂપ છે તથાપિ મંગલની બુદ્ધિએ ગ્રહણ કરવાથી મંગલરૂપ થાય છે). અહિં એટલું કથન બસ છે. જેમ શાસ્ત્રોનું મંગલાદિ નિરૂપણ કરેલ છે તેમ તેના અનુયોગનું પણ જાણવું, કારણ શાસ્ત્રનું અને અનુયોગનું કથંચિત્ અભેદપણું હોય છે. ૪. સમુદાયા :- ફલ (પ્રયોજન), યોગ અને મંગલ એ ત્રણ દ્વારોનું કથન કર્યા પછી હવે સમુદાયાર્થનો વિચાર કરાય છે. ત્યાં સ્થાનાંગ એ શાસ્ત્રનું નામ છે. યથાર્થાદિ ભેદથી નામ ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે—૧ યથાર્થ, ૨ અયથાર્થ, ૩ અર્થશૂન્ય. તેમાં યથાર્થ નામ તે પ્રદીપ, ઘટ વિગેરે, અયથાર્થ નામ તે પલાશ (ખાખરો) વગેરે અને અર્થશૂન્ય તે વ્યુત્પત્તિ અર્થ રહિત ડિત્યાદિ. તે ત્રણમાં જ સમુદાયાર્થની પરિસમાપ્તિ હોવાથી શાસ્ત્ર નામ યથાર્થ છે. જે કારણથી એમ જ છે તે જ કારણથી તેનું નિરૂપણ કરાય છે. ‘સ્થાન’ અને ’અંગ’ એ બે પદ નિક્ષેપ કરવા યોગ્ય છે. તેમાં સ્થાન શબ્દ નામ, સ્થાપનાદિ ભેદથી પંદર પ્રકારનું કહ્યું છે. નામ વળો વિષે-જીત્તેર્ડના ૩૪ ૩વાતી વર્સદ્દી । સંબંમ-પાઈ ગોઢે, અશ્વત્ત-ન-સંપન-માવે ગા [' आचाराङ्ग नि० १८४ त्ति ] ૧. તેમાં સ્થાન એવું જે નામ તે નામસ્થાન, જે સચેતન અથવા અચેતન વસ્તુનું સ્થાન એવું નામ કરાય છે, તે વસ્તુના નામ વડે સ્થાન એટલે નામસ્થાન કહેવાય છે. ૨. તેમજ સ્થપાય છે તે સ્થાપના2 અક્ષાદિ, તે સ્થાનના આશય વડે જે સ્થપાયેલ તે સ્થાન કહેવાય છે. તેથી સ્થાપના એ જ સ્થાન તે સ્થાપના સ્થાન. ૩. દ્રવ્ય—સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદરૂપ છે. તે ગુણપર્યાયનો આશ્રય હોવાથી સ્થાન તે દ્રવ્ય સ્થાન. તે કારણથી કર્મધારય છે. ૪. ક્ષેત્ર-આકાશ, દ્રવ્યોનો આશ્રય હોવાથી ક્ષેત્ર એવું જે સ્થાન તે ક્ષેત્રસ્થાન. ૫. અદ્ધા—કાલ તે જ સ્થાન, તે બે પ્રકારનો છે. (૧) ભવસ્થિતિ તે ભાવકાલ અને (૨) કાયસ્થિતિ તે કાયકાલ, સ્થિતિ એ જ સ્થાન. ૬. ઊર્ધ્વપણાએ જે પુરુષનું સ્થાન તે ઊર્ધ્વસ્થાન—કાયોત્સર્ગ. અહિં સ્થાન શબ્દ ક્રિયાવચન છે એવી રીતે ઊર્ધ્વ શબ્દના ઉપલક્ષણથી બેસવું, સૂવું વગેરે 1. સૂત્રકૃતાંગ નિ. ૧૬૭, દશાશ્રુત નિ. ૧૦, ઉત્તરાધ્યયન નિ. ૩૮૪-૫૨૨ 2, ચંદનક (એક શંખની જાત) વગેરે જે સ્થાપનાચાર્ય તરીકે સ્થપાય છે. 3. ભવસ્થિતિ તે મનુષ્યાદિ ભવના આયુષ્યની સ્થિતિ સુધી રહેવું તે. 4. મનુષ્યાદિના શરીરમાંથી મરીને પુનઃ તે જ કાયમાં ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ. જેમ મનુષ્યની કાયસ્થિતિ ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ ને ક્રોડપૂર્વ પૃથ હોય છે. 3

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 520