Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 13
________________ || ૩૪ શ્રીપાર્થ છે ॥ वंदेऽहम् श्रीजिनेश्वरम्॥ श्रीमद् आर्यसुधर्मस्वामिविरचितम् श्रीस्थानाङ्गसूत्रम् मूल अने श्री अभयदेवसूरिविरचित टीकाना अनुवाद सहित टीकाकारकृत मंगलाचरण श्री वीरं जिननाथं नत्वा, स्थानाङ्गकतिपयपदानाम् । प्रायोऽन्यशास्त्रदृष्टं, करोम्यहं विवरणं किञ्चित् ।। સામાન્ય કેવલીઓના સ્વામી શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્રના કેટલાએક પદોનું, પ્રાયઃ અન્ય શાસ્ત્રો વડે જેમ જોવાએલું છે તેમ (અન્ય શાસ્ત્રો જોઈને), હું કંઈક વિવરણ-વિવેચન કરું છું. शास्त्र प्रस्तावना અહીં મહાનું રાજાની જેમ ઉત્કૃષ્ટ આત્મિક શક્તિ વડે દબાવ્યા છે પરાક્રમવાલા રાગાદિ શત્રુઓ જેણે, આજ્ઞાનું પાલન કરવામાં ચતુર એવા સેંકડો રાજાઓ વડે હંમેશાં સેવાયેલ છે ચરણકમલ જેના, સમસ્ત પદાર્થના સમૂહને પ્રત્યક્ષ કરવામાં દક્ષ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી શ્રેષ્ઠ ઉપયોગ વડે જાણ્યો છે સર્વ વિષયગ્રામ (સમૂહ)નો સ્વભાવ જેણે, સમસ્ત ત્રણ ભુવનમાં અતિશયવાળું છે સામ્રાજ્ય જેનું, તથા સંપૂર્ણ ન્યાયપ્રવર્તક, ઇક્વાકુ કુલની વૃદ્ધિ કરનાર, પ્રસિદ્ધ એવા સિદ્ધાર્થ રાજાના પુત્ર, શ્રમણ ભગવાન શ્રીમાન્ મહાવીર-વર્તમાન સ્વામીના અતિશય ગંભીર અને મહાનું અર્થ છે જેને વિષે એવા (ત્રિપદીરૂપી) ઉપદેશથી કુશલ બુયાદિ ગુણના સમૂહરૂપી માણિક્યની રોહણાચલ ભૂમિ સમાન, નિયુક્ત થયેલ ભંડારીની માફક શ્રી ગણધરમહારાજા વડે પૂર્વકાલમાં ચાર તીર્થ (સંઘ)માં શ્રેષ્ઠ શ્રી શ્રમણ સંઘના અને તેના સંતાનો (શિષ્યો)ના ઉપકારને માટે રચાયેલ તથા અનેક પ્રકારના અર્થરૂપી શ્રેષ્ઠ રત્નો છે જેમાં, વલી દેવતા અધિષ્ઠિત એવા (મહાનિધાન સમાન ઠાણાંગ સૂત્રનો) જ્ઞાન અને ક્રિયામાં બલવાન છતાં ય કોઈપણ (પૂર્વ) પુરુષ વડે કંઈ પણ કારણવશાત્ અપ્રકાશિત (વ્યાખ્યા ન કરાયેલ) અને એ જ કારણથી કેટલાક ભવભીના (કદાચ અર્થનો અનર્થ થાય એવા ભયથી) વિચારમાં વ્યાખ્યા કરવાનું) નહિં આવેલ એવા મોટા ખજાનારૂપી આ ઠાણાંગસૂત્રનો અનુયોગ અમારા વડે કરાય છે, જો કે તેવા પ્રકારના જ્ઞાનાદિ બલ રહિત છતાં પણ કેવલ ધૃષ્ટતામાં પ્રધાન એવા અને સ્વ-પરના ઉપકારને માટે અર્થની રચનાના અભિલાષાવાળા હોવાથી જ નથી વિચારેલ પોતાની યોગ્યતા જેણે તેમજ જુગાર આદિ વ્યસનોમાં જોડાયેલાની જેમ (એવા અમારા વડે) કુશલ એવા પ્રાચીન પુરુષોના પ્રયોગને અનુસરી, તેમ જ કંઈક પોતાની મતિ વડે વિચારીને તેમજ તથારૂપી વર્તમાનકાલીન ગીતાર્થ પુરુષો પાસેથી તેના ઉપાયોને સારી રીતે પૂછીને વિકાસની જેવો અનુયોગ પ્રારંભ કરાય છે. તે અનુયોગની ફ્લાદિ દ્વારના નિરૂપણ કરવાથી પ્રવૃત્તિ થાય છે. અત્ સત— તિસ્ત -નો-મત-સમુદાયન્ધા તહેવ તારું તમેચ-નિત્તિ-વ-વાડું વક્વાડું III [विशेषावश्यक० २ त्ति] 1. ફ્લ અર્થ–શાસ્ત્રના વિષયમાં બુદ્ધિમાન મનુષ્યોની પ્રવૃત્તિ માટે ફલ અવશ્ય કહેવું જોઈએ, અન્યથા આ ગ્રંથનું કંઈ '1 વિશેષાવશ્યક (ભાષ્ય)ની ટીકામાં પ્રયોજન દ્વારા જુદું કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 520