________________
आवकार
અને અનેક પરિશિષ્ટયુક્ત (સં. જંબૂવિજય મ.) ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે.
પ્રસ્તુત સંસ્કરણ :
વિ.સં. ૧૯૯૯માં મુંદ્રા (કચ્છ)થી અષ્ટકોટિ વૃક્ષીય સંઘ ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મ. દ્વારા આ.અભયદેવસૂરિ કૃત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે સ્થાનાંગસૂત્ર પ્રગટ થયેલ. પ્રસ્તુત સંસ્કરણ આ સંસ્કરણનું સંવર્ધિત પરિમાર્જિત સંસ્કરણ છે. મુનિશ્રી જયાનંદવિજય મ.સા.એ ગ્રંથ ઉપયોગી અને શુદ્ધ બને તે માટે ઘણી કાળજી લીધી છે. પ્રસ્તુત પ્રકાશનમાં ક્યાંક મૂંઝવણ થઈ ત્યાં પૂ. ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિ મ.સા., પૂ.આ.ભ.શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.સા., મુનિશ્રી યશોવિજયજી મ.સા., મુનિશ્રી જંબુવિજયજી મ. પાસેથી ખુલાસાઓ મળ્યા છે. અધિકા૨ી વિદ્વાનો આ ગ્રંથનું અધ્યયન કરી આત્મકલ્યાણને વરે.
જૈન ઉપાશ્રય
બેણપ
મુ.
શ્રાવણ સુ. ૩, ૨૦૬૨
श्री स्थानाङ्ग सूत्र
પૂ.આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિશ્રી જિનચન્દ્રવિજય મ.સા.ના વિનેય આ. મુનિચન્દ્રસૂરિ
બે શબ્દો
સ્થાનકવાસી આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના ઉપા. શ્રી દેવચંદ્રજી કૃત ગુજરાતી અનુવાદ પાલીતાણા નાગોરી પરિવાર દ્વારા કારિત ચાતુર્માસ દરમ્યાન મહારાષ્ટ્ર જ્ઞાનભંડારમાં જોવામાં આવ્યો. ટીકાનો અનુવાદ હોવાથી જોવાની જિજ્ઞાસા જાગી અને એ અનુવાદ વાંચ્યો. અને વિચાર થયો કે આને પાછો છપાવવો જોઈએ. આ.શ્રી મુનિચંદ્રસૂરિજીની સલાહ લીધી. એમણે ટીકાના અનુવાદમાં કાંઈ અજુગતું ન હોય તો છપાવવામાં વાંધો નથી. એમ જવાબ આપ્યો.
આ અનુવાદમાં કેટલાંક ટીકાના શ્લોકો નહોતા તેથી વિદ્વાન મુનિરાજશ્રી જંબુવિજયજી મ. દ્વારા સંપાદિત ત્રણ | ભાગ મંગાવ્યા અને એમાંથી શ્લોકો અને એ શ્લોકો કયાં કયાંના છે તે મુનિરાજશ્રીએ પોતાના એ ત્રણે ભાગોમાં સંદર્ભ આપેલા હતાં તે સંદર્ભો અને જ્યાં એ સંદર્ભોના ભાષાંતર નહોતા ત્યાં તે તે સૂત્રોમાંથી ભાષાંતરનું મેટર લઈને અને ક્યાંક ભાષાંતર કરીને એ શ્લોકોનું ભાષાંતર પણ આપેલ છે.
સંસ્કૃતમાં વાંચન કરવા સમયે શંકા પડે તો જોવા માટે સરળ પડે અને સંસ્કૃત ન ભણી શક્યા એવા જ્ઞાનપિપાસુ સાધુ-સાધ્વી ભાષાંતર વાંચીને પણ આગમ જ્ઞાનને પામી શકે એ ભાવથી આ ગ્રંથ પ્રકાશિત કરેલ છે.
આ ગ્રંથમાં શું છે? તે તો આ.શ્રી મુનિચંદ્રસૂરિજીએ ‘આવકાર'માં અને આ.શ્રી દેવેન્દ્રમુનિશાસ્ત્રીની પ્રસ્તાવનામાં વિવેચન કરેલ છે. આ પ્રસ્તાવના ભાગ બીજામાં આપેલ છે.
મને સ્થાનાગના સંપાદનમાં જ્યાં જ્યાં શંકા પડી ત્યાં આ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી અને પૂર્વોક્ત આચાર્યાદિ મુનિ ભગવંતોની પાસે ખુલાસા મેળવ્યા છે.
વર્તમાનની સાધુ સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિઓના વિષયમાં ક્યાંક ઉલ્લેખ કરેલ છે. ઉપા.શ્રી દેવચંદ્રજીના અનુવાદમાં ક્યાંય સુધારો કરવો નથી પડ્યો. ઉમેરો શ્લોકોનો અને એના ભાષાંતરનો કર્યો છે. પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ. લિખિત ‘ઑલ્ડ ઈજ ગોલ્ડ’ નામથી એક લેખ ભાગ-૨ના પરિશિષ્ટમાં સાભાર આપેલ છે.
આ પ્રકાશનમાં દૃષ્ટિદોષથી મંદમતિથી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં. સં. ૨૦૬૩, જ્ઞાનપાંચમ ગુડાબાલોતાન્
- જયાનંદ”
ix