Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 10
________________ आवकार श्री स्थानाङ्ग सूत्र // બેનાતટમંડન શ્રીમતે શાન્તિનાથાય નમ: // સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-૩ૐકારસૂરિભ્યો નમઃ આવકાર શ્રી સ્થાનાંગ સૂત્ર શ્રી અભયદેવસૂરિ કૃત ટીકા અને તે બધાના અનુવાદ સાથે મુનિરાજશ્રી જયાનંદવિજયજી મ.સા.ના પ્રયાસથી પ્રગટ થાય છે તે આનંદનો વિષય છે. શ્રી સ્થાનાંગ સૂત્રનું પરિમાણ : આચારાંગનિયુક્તિ (ગા. ૧૧), નદીસૂત્ર હારિભદ્રી ટીકા (પૃ. ૭૬), નંદિસૂત્રચૂર્ણિ (પૃ. ૬૨), સમવાયાંગ સૂત્ર અભયદેવસૂરિકૃત ટીકા (પૃ. ૧૦૮) આદિમાં આચારાંગ સૂત્રનું ૧૮૦૦૦ પદ પ્રમાણ અને આગળના અંગોનું તેથી બેગણું પ્રમાણ જણાવ્યું છે. તે મુજબ સ્થાનાંગ સૂત્રનું પ્રમાણ ૭૨000 પદ થાય છે. નવ્ય કર્મગ્રંથોના રચયિતા આ.દેવેન્દ્રસૂરિજીએ (પહેલા કર્મગ્રંથની ૭મી ગાથાની ટીકામાં) જણાવ્યું છે કે – ‘પદ એટલે અર્થસમાપ્તિ. પરંતુ આચારાંગ આદિ ગ્રંથોના પદનું પરિમાણ જણાવનાર કોઈ આમ્નાય પરંપરા અમારી પાસે નથી.' અત્યારે ઉપલબ્ધ સ્થાનાંગસૂત્રનું પ્રમાણ ૩૭૦૦ શ્લોક પ્રમાણ છે. એટલે કે કાળક્રમે આમાં ઘણો હ્રાસ થયો છે. જોકે અત્યારના કેટલાક વિદ્વાનો સ્થાનાંગસૂત્રમાં આવતા ૭ નિદ્વવોના નામ, કલ્પસૂત્રમાં પણ નથી જેનો ઉલ્લેખ તે કામઢિતગણનો અને અન્ય ગણોનો ઉલ્લેખ જોઈને અને બોટિક નિતવનો ઉલ્લેખ ન જોઈને સ્થાનાંગમાં વી.નિ.સં. ૧૮૪ પછી કશો જ ફેરફાર કરવામાં નથી આવ્યો તેમ માને છે. શ્રી દલસુખભાઈ માલવણિયા “સ્થાનાંગ-સમવાયાંગ' (અનુવાદ)ની પ્રસ્તાવનામાં લખે છે કે – “વાલજીવાચનાના સંસ્કરણકર્તાએ સંકલનમાં પૂરી પ્રમાણિકતા જાળવી છે, પોતાના તરફથી નવી વસ્તુ ઉમેરી. નથી તેમ તેમને ન સમજાતી કે અણગમતી વસ્તુની ઘાલમેલ તેમણે નથી કરી. તેમની સમક્ષ જે કાંઈ ઉપસ્થિત હતું તેને તેમણે વ્યવસ્થિત કર્યું.” સ્થાનાંગસૂત્રનો પરિચય સમવાયાંગ (સૂત્ર ૧૩૮ પત્ર ૧૧૨)માં આ પ્રમાણે આપ્યો છે, “સ્થાનાંગમાં શું છે? સ્થાનાંગમાં સ્વ-સમય, પર-સમય, જીવ, અજીવ, લોક, અલોકની સ્થાપના છે. જીવાદિ પદાર્થોની વ્યાખ્યા દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ, પર્યાય દૃષ્ટિએ કરાઈ છે. તેમાં પર્વત, પાણી, સુરભવન, સુરવિમાન, આકર, નદી, નિધિ, ઉત્તમપુરુષો, જ્યોતિષ-સંચાલન આદિનું વર્ણન છે. તેમાં એકવિધ દ્વિવિધથી માંડી દશવિધ જીવ, પુલનું વર્ણન, લોકસ્થિતિની પ્રરૂપણાં છે. સ્થાનાંગની વાચના, અનુયોગદ્વાર, પ્રતિપત્તિ, વેષ્ટક છંદો, શ્લોકો, સંગ્રહણી વગેરે સંખ્યાત છે. ૧૨ અંગમાં આ ત્રીજું અંગ છે. આમાં એક શ્રુતસ્કંધ, ૧૦ અધ્યયન, ૨૧ ઉદેશનકાલ, ૭૨000 પદ, સંખ્યાતા અક્ષરો, અનંતા પર્યાયો છે. સંખ્યાતા ત્રસ અને અનંતા સ્થાવર વિષે, શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત વિષે જિનપ્રજ્ઞપ્ત ભાવો વિષે પ્રરૂપણા આદિ છે.' આજે પણ સ્થાનાંગ સૂત્રમાં આ પ્રમાણે જોવા મળે છે. નંદીસૂત્ર (૮૭ પૃ. ૩૫) અને દિગંબર માન્ય કસાયપાહુડ (૬૪,૬૫ ભા. ૧ પૃ. ૧૧૩) આદિમાં પણ સ્થાનાંગસૂત્રનો પરિચય મળે છે. સ્થાનાંગ અને સમવાયાંગ આ બન્ને આગમોની રચના-શૈલિ અન્ય આગમગ્રંથો કરતાં ભિન્ન પડે છે. અન્ય ગ્રંથોમાં વિષયનું મહત્ત્વ હોય છે. આ બે ગ્રંથોમાં સંખ્યા પ્રમાણે વિષયોને રજૂ કરાયા છે. સ્થાનાંગમાં ૧ થી ૧૦ સુધીની vii

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 520