Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૨ ' પ્રાકૃત ચંદ્રપ્રભચરિત'માંથી છે. એ જ ગ્રન્થકારનું અપભ્રંશ · નેમિનાથચરિત' સં. ૧૨૧૬માં રચાયેલું છે, એટલે ઉત ચંદ્રપ્રભચરિત · પણુ એ અરસામાં રચાયું હશે. જો કે સં. ૧૨૨૩ પછી તો એ રચાયું નથી જ, કેમ કે એ વર્ષમાં લખાયેલી એ કાવ્યની તાડપત્રીય પ્રતિ પાટણમાં સંઘવીના પાડાના ભંડારમાં છે. એની પ્રશસ્તિના ઉલ્લેખ પ્રમાણે, જયસિંહદેવ અને કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે પોતાનાં માતાપિતાના શ્રેય અર્થે પંચાસર પાર્શ્વગૃહમાં મંડપની રચના કરાવી હતી " . जयसीहएव-सिरिकुमरवालनरनायगाण रज्जेसु । सिरीपुरवालमंती अवितहनामो इमो विहिओ ॥ अह निन्नयकारावियजालिहरगच्छरिसहजिगभवणे । जणयकए जणणीए उण पंचासरपासगिहे ॥ चड्डावलीयमि उ गच्छे मायामहीए मुहहेउं । अहिलवाडयपुरे कराविया मंडवा जेण || ' અર્થાત શ્રીજયસિંહદેવ અને કુમારપાલ નરનાયકોના રાજ્યમાં શ્રી પૃથ્વીપાલ મંત્રી અવિતય નામવાળો થયો. ( પોતાના પૂર્વજ ) નિન્નયે કરાવેલા જાલિહર ગુચ્છના ઋષભજિનભવનમાં તથા પંચાસર પાર્શ્વગૃહમાં પોતાના જનક અને જનનીના (શ્રેય) અર્થે તથા પોતાની માતામહીના સુખ અર્થે તેણે ચડ્ડાવલી ( ચંદ્રાવતી) અને અણહિલવાડપુરમાં માપો કરાવ્યા હતા. ' ૨. અરિસિંહકૃત ‘ સુકૃતસંકીર્તન ’ ( સં. ૧૨૯૮ અને ૧૧૮૭ ની વચ્ચે ) F અરિસિંહ એ ગુજરાતના સુપ્રસિદ્ધ મહામાત્ય વસ્તુપાલનો આશ્રિત કવિ હતો અને વસ્તુપાલનાં સત્કૃત્યો વર્ણવતું ‘ સુકૃતસંકીર્તન ’ નામે મહાકાવ્ય તેણે રચેલું છે. એના પહેલા સર્ગમાં કવિએ ચાવડા વંશના રાજાઓનો કાવ્યમય વૃત્તાન્ત આપ્યો છે. આમાં ખાસ નોંધપાત્ર તો એ છે કે સોલકી અને વાઘેલા યુગમાં રચાયેલાં અનેક ઐતિહાસિક કાવ્યોમાંથી માત્ર અરિસિંહકૃત ‘ સુકૃતસંકીર્તન ’ અને ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ સુકૃતકીર્તિકલ્લોલિની'માં જ ચાવડાઓનો ઉલ્લેખ છે; ‘યાત્રય’ કાવ્યમાં ગુજરાતનો ઇતિહાસ આલેખવાનો રીતસર પ્રયત્ન કરનાર આચાર્ય હેમચન્દ્રે પણ ચાવડાઓની વાત કરી નથી. ચાવડાઓની હકૂમત પાટણ આસપાસના થોડા પ્રદેશ ઉપર જ હતી અને તે કારણે ઐતિહાસિક કાવ્યોના લેખકોએ એમને એટલું રાજકીય મહત્ત્વ નહિ આપ્યું હોય. એ રીતે ‘સુકૃતસંકીર્તન’માં આપેલી ચાવડાઓની વંશાવલી મહત્ત્વની છે. ‘ સુકૃતસંકીર્તન'ની રચના સં. ૧૨૭૮ અને ૧૨૮૭ની વચ્ચે કયારેક થયેલી છે.? એ કાવ્યના પ્રથમ સર્ગના ૧૦મા શ્લોકમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ છે, એટલું જ નહિ પણ એ મન્દિરની તુલના પર્વત સાથે કરી છે, જે એના શિખરની ઊંચાઈ દર્શાવે છે. - अंतर्व सद्घनजनाद्भुतभारतो भूमी भृत्यतादिति भृशं वनराजदेवः । पञ्चासराहूवनवपार्श्वजिनेशवेश्मव्याजादिह क्षितिधरं नवमाततान ૧. પાટણ ભંડારની સૂચિ (ગાયકવાડ્ઝ ઓરીએન્ટલ (સરીઝ), પૃ. ૨૫૫ ૨. જુઓ મારુ પુસ્તક Literary Circle of Mahamatya Vastupala, પૃ. ૬૩ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202