Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 160
________________ ૧૫૩ ત્રણમુક્ત બનાવીને પોતાનો સંવત્સર પ્રવર્તાવ”—આ પ્રમાણે ઋષિઓ જ્યારે ઘોષણા કરતા (આશીર્વચન ઉચ્ચારતા) હતા ત્યારે રાજા કુમારપાલ), જેમ કોઈ પણ પદ હમેશાં સમ–અર્થ—અર્થ સાથે જ યોજાય છે તેમ, સમર્થ—શક્તિસંપત્તિવાળો–થયો.” પ્રાકૃત દ્વયાશ્રયકાવ્ય કુમારપાલની આ અધૂરી કથા પૂરી કરે છે. પ્રથમ પાંચ તથા છઠ્ઠા સર્ગના પૂર્વાર્ધમાં પાટણનું, રાજા તથા પ્રજાની સમૃદ્ધિનું, મન્દિરો તથા સવારીની જાહોજલાલીનું અને રાજાની ઉદારતા તેમ જ ભક્તિ ઇત્યાદિનું વર્ણન મળે છે. છઠ્ઠા સર્ગના ઉત્તરાર્ધમાં કોંકણના મલ્લિકાર્જુન ઉપરના કુમારપાલના વિજય ઉપરાન્ત મથુરા, ચેદિ, દશાર્ણ, કાન્યકુન્જ, મગધ, ગડ, સિધ, શ્રીનગર, તિલિંગ, કાંચી વગેરે ઉપરની તેની સત્તા આલેખેલી છે. છઠ્ઠા સર્ગમાં જંગલ(જંગલ)ના રાજાએ કરેલી સ્તુતિ સુણું સૂતેલો કુમારપાલ સાતમામાં જાગ્રત થઈ કર્તવ્યચિન્તન કરે છે અને અને આઠમા સર્ગમાં, તેની વિનતિથી, મૃતદેવી સરસ્વતી ધમોપદેશ આપે છે. ઉપરના અવલોકન પરથી ગુજરાતની આણ કેટલા દૂર દૂરના પ્રદેશોમાં વર્તતી હતી તેનો ખ્યાલ આવે છે. હેમચંદ્રાચાર્યની બીજી અતિબહ૬ કૃતિ વિદિશાસ્ત્રાપુરુષતિમાના દશમા પર્વના ચોથા સર્ગનો બાવનમો શ્લોક કુમારપાલના ગુજરાતની શાસનસીમાં આ પ્રમાણે જણાવે છે: " स कौबेरीमातुरुष्कमैन्द्रीमात्रिदशापगाम् । याम्यामाविन्ध्यमावाधि पश्चिमा साधयिष्यति ॥" અર્થાત - “તે (કુમારપાલ) ઉત્તર દિશાને તુ સીમા સુધી, પૂર્વને ગંગાપર્યન, દક્ષિણને વિધ્યાચળ સુધી અને પશ્ચિમ દિશાને સમુદ્ર સુધી સાધશે-જીતશે.” અહીં “સાધથિસ્થતિ” એ ભવિષ્યકાળ વાપરેલો છે તેનું કારણ એ છે કે આ શ્લોક ભગવાન્ મહાવીરના મુખમાં ભવિષ્યવાણીના રૂપમાં મૂકેલો છે. આ સંક્ષિપ્ત અવલોકન પરથી જણાય છે કે એવા કેટલાક પ્રસંગો છે જે અન્ય પ્રબન્ધો તેમ જ ઉત્કીર્ણ લેખો દ્વારા સિદ્ધ થઈ ચૂકેલા છે અને છતાં દયાશ્રય જેવા સમકાલીન ગ્રન્થમાં નિર્દેશ પણ પામતા નથી. તે જ પ્રમાણે બીજા પણ એવા પ્રસંગો દ્વયાશ્રયમાં મળે છે–વિશેષતઃ ચમત્કારયુક્ત–જેને ઇતિહાસ સાથે બહુ સંબધ ન હોઈ શકે. મૂળરાજનો ચાવડાઓ સાથેનો સંબંધ, તેનો શાકરી(અજમેર)ના વિગ્રહરાજને હાથે થયેલો પરાભવ, માળવાના ભોજે ભીમને આપેલી હાર, નાલ(નાડોલ)ના અણહીલ-અહિલને હાથે ભીમદેવનો પરાજય, ભીમના જ સમયમાં થયેલું મહમૂદ ગઝનવીનું સુપ્રસિદ્ધ સોમનાથ-આક્રમણ, માળવા અને શાકસ્મરીના રાજાઓએ કરેલો કર્ણનો પરાજય, અને સિદ્ધરાજના શાસનકાળ દરમ્યાન કુમારપાળની વની રખડપટ્ટી – જેવા પ્રસંગોનો નિરશ પણ આ કાવ્યમાં મળતો નથી. જે વંશનું પોતે ઉત્કીર્તન કરે છે તથા જે કુલના રાજાના પ્રોત્સાહનથી ગ્રન્થ રચાય છે, તેને કલંકરૂપ લાગતા પ્રસંગોનો સમાવેશ પોતાની કૃતિમાં ન કરવાને કવિનો હેતુ આ મૌનના મૂળમાં હોઈ શકે. સંસ્કૃત યાશ્રયકાવ્યનો ગુજરાતી અનુવાદ ઈ. સ. ૧૮૯૩માં પ્રકટ થયેલો. અનુવાદક શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી એવો તર્ક કરે છે કે મહમૂદના સોમનાથ આક્રમણની વાત મુસલમાનોએ ઉપજાવી કાઢી પણ હોઈ શકે. “ભારત અંગ્રેજી રાજ”ના પ્રખ્યાત લેખક પં. સુન્દરલાલજીએ પણ એવું અનુમાન કરેલું છે. પરંતુ એવી શંકા લાવવાનું કોઈ કારણ નથી. વિ. સં. ૧૨૨૫માં કુમારપાલે સોમનાથના પાશુપતાચાર્ય ભાવબૃહસ્પતિની દેખરેખ નીચે સોમનાથના મન્દિરનો જીણોદ્ધાર કરાવેલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202