Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 164
________________ ૧૫૭ ♦ ટૂંકમાં, યાયમાં આવેલો કોઈ ઐતિહાસિક પ્રસંગ ઉપાવી કાઢેલો – કલ્પિત નથી. ઊલટું, અન્ય પ્રબન્ધો ઉપરાન્ત પુષ્કળ ઉત્કીર્ણ લેખો અને તામ્રપત્રોએ હેમચન્દ્રે આપેલી હકીકતને પુષ્ટિ આપેલી છે. ચૌલુકયોની યાશ્રયમાંની વંશાવલિ પણ આ લેખોમાં તે જ ક્રમમાં જોવા મળે છે. અને ઐતિહાસિક પ્રસંગોનો નિર્દેશ યાત્રયકાવ્યમાં નથી કરાયો, તેમાંના કેટલાક માટે કદાચ મૌખિક આખ્યાયિકાઓ ઉપરાન્ત વિશેષ સબળ પુરાવા મળ્યા ન પણ હોય. ને તેમજ હોય, તો તે કવિની સાગત્તિ જ સૂચવે છે. સ્વ॰ રા॰ ચુ॰ મોદી કહે છે તેમ, શ્રી હેમાચાર્યે આ કાવ્યમાં પુરાવા વિનાની વિગતો ત્યજીને તથા કેવળ આખ્યાયિકાઓને વિના સંશોધને નહિ સ્વીકારતાં, એક સાચા ઇતિહાસકારને શોભે તેમ, યોગ્ય તુલનાપૂર્વક ઐતિહાસિક પ્રસંગોને સંગ્રહ્યા છે. દા॰ ત॰ માળવા પર ચઢેલા વલ્લભરાજને માર્ગમાં જ મૃત્યુ પામેલો ન વર્ણવતાં માળવા પર વિજય મેળવી પાછો આવતો ચીતરી કવિ કાવ્યને ઓપ પણ આપી શકત, પરન્તુ હકીકતને ફેરવવાનું આ સંયમી આચાર્યને રુચ્યું નથી. જ્યારે જયસિંહસૂરિ(ઈ. સ. ૧૩૬૬)એ તો પોતાના કુમારપા~તિમાં ચામુણ્ડરાજના હાથે માલવપતિ સિન્ધુરાજને હણાવ્યો છે ! આવી ઝીણી બાબતો પણ ત્યાશ્રયમહાાવ્યનું મહત્ત્વ વધારે છે. તત્કાલીન ગુજરાતની સમાજસ્થિતિ તથા સંસ્કૃતિ ઉપર પણ આ કાવ્ય ધણો પ્રકાશ પાડે છે, જે એક સ્વતંત્ર નિબન્ધ માગી લે છે. આ સર્વતોમુખી અવલોકનથી પ્રતીતિ થાય છે કે ભારતના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસના સાહિત્યમાં આ કાવ્યનું સ્થાન બહુ ઊંચું રહેશે. ખરેખર, ગુજરાતના બે સૌથી વધારે પ્રભાવશાળી મહારાન્તધિરાજો ઉપર પરમ પ્રભાવ પાડનાર આચાર્ય શ્રીહેમચન્દ્રને ગુજરાતના પ્રથમ ઇતિહાસકાર ગણવામાં અને દયાશ્રયમદ્વાકાવ્યને ગુજરાતના પ્રથમ ઇતિહાસકાવ્ય તરીકે નવાજવામાં લેશ પણ અર્તશયોક્તિ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202