Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 162
________________ ૧૫૫ દ્વયા. ૧૫. ૫માં ભગવાન સોમનાથનું કૃપાવચન છે કેઃ કૃધ્યાયાધુના સ્વર્ગસિયા સ્પં મા સિદ્ધિા ” અર્થાત-“હવે પૃથ્વીને અનૃણી કરવા માટે (મદ્રા) સુવર્ણસિદ્ધિ વડે તું (સંવત્સર પ્રવર્તાવનાર) સિદ્ધિરાજ થા.” તે જ પ્રમાણે વડનગરપ્રાકારપ્રશસ્તિ (વિ. સં. ૧૨૦૮) ૧૧મો શ્લોક પણ કહે છે કે "सद्यः सिद्धरसानृणीकृतजगद्गीतोपमानस्थिति છે બીનર્કિદેવકૃતિઃ પ્રસિદ્ધસ્તર ” અર્થાત “તકાળ સિદ્ધરસ વડે ઋણમુક્ત કરાયેલું જગત જેની ઉપમાન સ્થિતિ ગાય છે (પ્રશંસે છે) તેવો શ્રીજયસિંહદેવ રાજા પછી શ્રીસિદ્ધરાજ બન્યો.” આજે વધારે પ્રચલિત થયેલા તેના “સિદ્ધરાજ” નામ પાછળ આ રહસ્ય છે. સૌરાષ્ટ્રમાંના માંગરોળનો વિ. સં. ૧૨૦૨ને ઉત્કીર્ણ લેખ સિંહ સંવત ૩૨ આપે છે. ભીમદેવ બીજાનું વિ. સં. ૧૨૬૪નું તામ્રપત્ર સિંહ સં. ૯૩ આપે છે. આ ગણતરી મુજબ વિ. સં. ૧૧૭૦થી સિંહસંવત્સર શરૂ થયો ગણાય. ઇતિહાસવિદોનું માનવું છે કે આ સંવતનું પ્રવર્તન સિદ્ધરાજના સૌરાષ્ટ્ર-વિજયની સ્મૃતિમાં થયું હશે. - સોમેશ્વર (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨)ની દીવમુરી તેમ જ સમકાલીન વિજયસેનસૂરિના રેવન્તનિરિરાજુમાં પણ સિદ્ધરાજના ખેંગાર પરના વિજયનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આશાપલ્લી ગામના આશાભીલને છતી કર્ણદેવે કોછરબ દેવીનું મન્દિર, કર્ણસાગર તળાવ અને કણેર મહાદેવનું મંદિર બંધાવી કર્ણાવતી શહેર વસાવેલું તે હકીકત પણ દયાશ્રયમાં જડતી નથી. આ કર્ણાવતીમાંથી આજનું અમદાવાદ વિસ્તર્યું. (વિશેષ ચર્ચા માટે જુઓઃ સ્વ. રત્નમણિરાવનું “ગુજરાતનું પાટનગર અમદાવાદ ). શાશ્મરી (અજમેર)ના આજ (અરાજ) પરની જયસિંહની જીત વિના હેમચન્દ્રના મન માટે એવો લુલો બચાવ કરી શકાય કે પાછળથી તેને સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવી લચમાં આપેલી. બીજા વિજયોની માફક શાકભરીવિજયનું સૂચક બિરુદ પોતે ધારણ કર્યું નથી તેથી સ્વ. દુશકર શાસ્ત્રી માને છે કે આ મોટો વિજય નહીં હોય પણ બત્રીસ્થાપના હશે. છતાં મૂળરાજે આબુના પરમાર ધરણવરાહને પરાસ્ત કરેલો તેના અનુલ્લેખ માટે કોઈ કારણ જડતું નથી. અને આ એક મહત્ત્વની બનાવ ગણાય, કેમકે ત્યારથી આબુપ્રદેશ ગુજરાતના શાસન નીચે આવ્યો. વળી વંશાવલિ બરાબર આપી હોવા છતાં કાલક્રમ તો કોઈ સ્થળે આપેલો નથી. ઈતિહાસની દૃષ્ટિએ આ મોટાં દૂષણ લેખાય. પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે હેમચન્દ્રાચાર્યનો હેતુ કેવળ ઈતિહાસ આલેખવાનો નથી; પણ મહાકાવ્યનાં લક્ષણો લક્ષમાં રાખી, તે પ્રમાણેનાં આવશ્યક વર્ણનો વગેરે મૂકી, પોતાના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપતું મહાકાવ્ય રચવાનો અને તેમાં શક્ય તેટલા ઐતિહાસિક પ્રસંગોને સાંકળી લેવાનો જ છે. એ પણ નોંધવું જોઈએ કે બહુ લાગવગવાળા, પ્રત્યક્ષ જોનાર તથા રાજય-દફતરો વગેરે દ્વારા પૂર્વની હકીકત મેળવવા શક્તિમાન એવા હેમચન્દ્રાચાર્યે રજૂ કરેલી વિગતો અતિવિશ્વસનીય છે. ચમત્કારો અને અલંકારો તો કાવ્યમાં હોય જ. વિામનું અનુકરણ કરનાર મહત્ત્વાકાંક્ષી સિદ્ધરાજ જાતે પણ પોતાના વિષે યોગિનીઓ ઇત્યાદિની અદ્ભુતરસભરપૂર આખ્યાયિકાઓ પ્રચલિત કરે તે પણ સમજી શકાય તેવી વાત છે. દયાશ્રયમાં જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202