Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 161
________________ ૧૫૪ તે નિમિત્તે આલેખાયેલી સોમનાથની ભાવબૃહસ્પતિની પ્રશસ્તિમાં ભીમદેવે પથ્થરનું મન્દિર બંધાવ્યુંનું સ્પષ્ટ કથન છે. પહેલાંનું લાકડાનું મન્દિર મહમૂદ્દે તોડ્યા પછી આ પથ્થરનું બંધાવ્યું હોય તેમ કેમ ન અને? મહમૂદના સમકાલીન અલ્બેરુની ઉપરાન્ત ૧૪મા શતકના પ્રારંભમાં થઈ ગયેલા શ્રીજિનપ્રભસૂરિ પણ તેમના વિવિધતીર્થત્વમાં સોમનાથખંડનનો ઉલ્લેખ કરે છે. આ વિષયમાં માળવાના પ્રખ્યાત કવિ ધનપાલનો પણ ટેકો મળે છે એવું મુનિશ્રી જિનવિજય એ “ જૈનસાહિત્યસંશોધક ”ના ત્રીજા ગ્રન્થમાં સિદ્ધ કર્યું છે. તે જ દિવસોમાં ( ૧૧મી સદીના અન્ત અને ૧૨મીના પ્રારંભમાં) થઈ ગયેલા આ કવિએ સ્વરચિત સત્યપુરમજુનના શ્રીમહાવીર-ઉત્લામાં મહમૂદના પરાક્રમની નોંધ કરી છે, જે સોમનાથ-આક્રમણને કલ્પિત માનનારને સચોટ જવાબરૂપ થઈ પડશે : જુઓ તેનો ત્રીજો જ શ્લોક : भजे विणु सिरिमाल देसु अनु अणहिलवाडउं चड्डावलि सोर भग्गु पुणु देउलवाडउं । सोमेसर सो तेहि भग्गु जणयणआणंदणु भगुन सिरि सच्चाउरि वीरु सिद्धत्थद्द नंदणु || અહીં સ્પષ્ટ રીતે કહ્યું છે કે સિરિમાલ-શ્રીમાલ–ભિન્નમાલ, અણહિલવાડ (પાટણ), ચડ્ડાવલિ– ચન્દ્રાવતી (આબુની તળેટીમાં આવેલું), સોરા, દેલવાડા અને સોમેસરુ-સોમેશ્વર-શ્રીસોમનાથ ભાંગ્યાં; ન ભાંગ્યું એક સિરિ સચ્ચઉરિ–શ્રીસત્યપુરી–સાચોર. હેમચન્દ્રાચાર્ય જેવા સમર્થ લેખકે આવા ખોટા બનાવનો નિર્દેશ પણ કર્યો નથી તે માટે ઉપર કારણ આપ્યું છે. દિલ્હીના રાજા વજદેવે ભીમ અને બીજા રાજાઓનો સહકાર મેળવી, નાસતા મહમૂદ્રના પાછલા લશ્કરને હરાવેલું અને થાણેશ્વર વગેરે કબજે કરી લીધેલા. યાશ્રયના આમા સર્ગના શ્લોક ૪૦થી ૧૨૫ સુધી ભીમે સિન્ધુરાજ હમુકને હરાવેલો તેનું વિસ્તૃત વર્ણન આપેલું છે. વ્રજદેવના સહાયક અન્ય રાજાઓના તુરુષ્ણવિજયનું કથન ઉત્કીર્ણ લેખોમાં મળે છે. આથી અનુમાન થાય છે કે યાશ્રયનું આ વર્ણન તે ઉપરના સમૂવિજયનું હશે. રાણકદેવી તથા જસમાના પ્રચલિત પ્રસંગો પણ ઉપર દર્શાવેલા કારણે જ નહીં આપ્યા હોય. છતાં માલવાવિજયનું વર્ણન તો છે જ, જેને ઉત્કીર્ણલેખોમાંના “અવન્તિનાય ” બિરુદથી ટેકો મળે છે અને સિદ્ધરાજના જ વિ. સં. ૧૧૯૬ના દોહદના લેખના સ્પષ્ટ શબ્દો છે કેઃ " श्री जयसिंहदेवोऽस्ति भूपो गूर्जरमण्डले । येन कारागृहे क्षिप्तसुराष्ट्रमालवेश्वरौ ॥ અર્થાત્~ ગૂર્જરમણ્ડલમાં શ્રીજયસિંહદેવ રાજા છે જેણે સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) તથા માલવાના રાન્તઓને કારાગૃહમાં નાખ્યા છે.” વળી યાશ્રયના ૧૫મા સર્ગનો ૯૭મો શ્લોક કહે છે કે સૌરાષ્ટ્રમાં શત્રુંજય પર્વત પાસે તેણે સિંહપુર (શિહોર) વસાવ્યું : “ સોઽત્ર સૌપથ્થ-તાંજાય-સૌત નિપુરોવમમ | स्थानं सिंहपुरं चक्रे द्विजानां मौनिचित्तिजित् ॥ " અર્થાત્ “ તે મોનિચિત્તિજિત (રાજા)એ અહીં (શત્રુંજય પાસે) સાપસ્થ્ય, સાંકાશ્ય તથા સૌતંર્ગામ નગરો જેવા (સમૃદ્ધ) સિંહપુરની સ્થાપના કરી.” આ જ સમયે તેણે સિંહસંવત્સર પ્રવર્તાવ્યો હરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202