Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 159
________________ ૧૫૨ નિર્દેક્ષિક બનેલા કૂવામાં રાજાએ વિનાવિલંબે ઝંપલાવ્યું અને ઊષનો ધડો (વટી) ભરીને તત્કાળ બાર ફૂદી આવ્યો, અને ઊષ સાથે તે નાગદમ્પતીને અર્બરકાદિના રક્ષણ નીચે પાતાલમાં મોકલી દીધું. ( કેંદ્ર અને વિનતાની પૌરાણિક કથા અહીં સરખાવવા યોગ્ય છે. નાગ લોકો સાથેનો ગુજરાતનો ઐતિનાસિક સબંધ પૌરાણિક જેવા લાગતા આ કથાનક દ્વારા વર્ણવાયો છે એમ સમજ્યું ?) ચૌદમા સર્ચમાં પણ ચમત્કારકથા આવે છે. યોગિનીઓના ચમત્કારને ન ગણકારતાં પોતાની પ્રતિમા બનાવી કામણપૂર્વક તેને બાળી નાખવાને પ્રવૃત્ત થયેલી બહુરૂપી યોગિની કાલિકાને હરાવી કર્મવીર જયસિંહે માળવાના વિદ્યાપ્રેમી રાળ યશોવર્મા ઉપર ચિરસ્મરણીય વિજય પ્રાપ્ત કર્યો અને અન્તે પંદરમા સર્ગમાં તે ભગવાન સોમનાથની કૃપાથી સુવર્ણસિદ્ધિ મેળવી “ સિફ્રાન ” અન્યો. કેદારનાથના માર્ગને તેણે દુરસ્ત કરાવેલો, શ્રીસ્થળમાં રુદ્રમહાલય તથા જૈન ચૈત્ય બંધાવેલાં, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને જૈન તથા જૈનેતર મન્દિરો બંધાવેલાં, સૌરાષ્ટ્રમાં સિંહપુર(રિાડોર)ની સ્થાપના કરેલી---આ બધી વિગત પણ આ સર્ગમાં મળે છે. સોળમા સર્ગથી કુમારપાલની કથા શરૂ થાય છે અને ત્રણ સર્ગમાં સપાદલક્ષ (અજમેર)ન, આન્નરાજે તેના હાથે ખાધેલી હારનું મનોહર વર્ણન આપેલું છે; જ્યારે ઓગણીસમા સર્ગમા કુમારપાલ આન્ન (અણૌરાજ)ની પુત્રી જલ્હાને પાટણમાં પરણે છે અને તેનો બ્રાહ્મણ સેનાપતિ કાક——શ્રી મુનશીની નવલકથાઓમાં અમર બનેલો મંજરીપતિ કાક——અવન્તિના બલ્લાલ પર વિજય પ્રાપ્ત કરે છે. સ્વાભાવિક રીતે જ ઉભયપક્ષસ્થ બીન્ન અનેક રાજાઓનો ઉલ્લેખ અહીં મળે છે. આજે પણ ગુજરાત ઉપર જેની અસર છે તે કુમારપાલની પ્રખ્યાત અમરિત્રોત્રાનું વિશમા સર્ગમાં વિસ્તૃત વર્ણન આપેલું છે. આમલકકાદશી(કાલ્ગુન શુક્લ ૧૧)ના વૈષ્ણવ પર્વના દિવસે ત્રણુ–ચાર દીન પશુઓને ખાટકીને ત્યાં વેચવા ખેંચી જતા એક માણસને જોઈ દયાર્દ્ર બનેલા તે મહારાનએ યાભિભાષણ, પરદારગમન, જન્તુવધ, માંસભક્ષણ અને મદ્યપાનનો નિષેધ ફરમાવ્યો તેટલું જ નહિ, પણ તેથી જેને નુકસાન થાય તેમ હતું તેવા બધાને ત્રણ ત્રણ વર્ષ ચાલે તેટલું ધાન્ય આપ્યું જેથી પોતાની આજ્ઞાનો કડક અમલ થાય. તદુપરાન્ત, એક મધ્યરાત્રે કોઈ સુન્દરીનું કરુણુ રુદન સાંભળી રાજા તે તરક્ ગયો તો એક વૃક્ષ સાથે પાશ બાંધી તે આત્મહત્યાની તૈયારી કરતી હતી. પૃચ્છા કરતાં જણાયું કે તે યુવતીના પુત્ર તેમ જ પતિ ગુજરી જવાથી નિયમ મુજબ તેનું સઘળું ધન રાજાને જશે અને તેથી તે સાવ નિરાધાર થઈ જતાં આત્મહત્યા એ જ તેના માટે એકમાત્ર માર્ગ હતો. કૃપાળુ રાન્નએ તેન આશ્વાસન આપ્યું કે “ રાખાયું તેડ” ન મીતા મહીતા ’~~~~~ આ રાજા તારું ધન નહીં લઈ લે, નહીં લઈ લે ...અને વિનાવિલંબે અપુત્રમૃતધન પરનો રાજ્યનો હક ઉદ્મવી લીધો. ''. આ રીતે મધ્યયુગમાં સમાજસુધારણાનો નવો ચીલો પાડનાર અને કેદારપ્રસાદ તથા સોમનાથન્દિરનો જીર્ણોદ્ધાર કરાવી સ્વપ્નાદેશાનુસાર ગુર્જરપુર-પાટણ-માં કુમારપાલેશ્વરની સ્થાપના કરનાર તેમ જ પાર્શ્વનાથનાં ચૈત્યો બંધાવનાર લોકપ્રિય રાજા કુમારપાલને આ પ્રમાણે આશીર્વાદ આપી સંસ્કૃત યાશ્રય કાવ્ય પુરું થાય છે. आयुष्मान् भव भूपता ३ इ अजय ३ (:) शान्त्या ३ सुबुद्धा ३ यूपी (३) ञ् जिष्णा ३ वर्ज तदै ४ न्दवे जय चिरं चौलुक्यचूडामणे । क्ष्मानृण्यीकरणात्प्रवर्तय निजं संवत्सरं चेत्यृषि वाघोषत्सु सदा नृपः पदविधिर्यद्वत्समर्थोभवत् ॥ १० ॥ rr અર્થાત્--- “ હે રાજા ! તું આયુષ્માન થા. હું સુબુદ્ધિ ! શાન્તિમાં તું ઋષિઓથી પણ ચઢી જા. હું જિષ્ણુ ! તું અલિષ્ટ બન. હે ચન્દ્રવંશી ! હે ચાલુક્યચૂડામણિ ચિરકાલપર્યન્ત વિજયી થા ! અને પૃથ્વીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202