Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 158
________________ ૧૫૧ આઠમા સર્ગમાં દુર્લભરાજના નાનાભાઈનાગરાજના પુત્ર ભીમદેવ કે ભીમરાજ (વિ. સં. ૧૦૭૮૧ર૦)ને યશરવી અને નીતિમય શાસનનું તેમ જ પરાક્રમી સિદ્ધરાજ હમ્મુકને તેણે ધન્વયુદ્ધ કરી હરાવેલો તેનું સુન્દર આલેખન મળે છે. સિધુવિજય પછી નવમા સર્ગમાં ભીમદેવ ચેદિ (મધ્યપ્રદેશ) તરફ વળ્યો, પરંતુ તેના ત દામોદર દ્વારા (કર્ણાટક, ગુજરાત અને ચેદિ ત્રણેએ સાથે હુમલો કરી હરાવેલા) માલવપતિ ભોજની સુવર્ણમડપિકા અને બીજાં નજરાણાં મોકલી ચેદિરાજે સન્ધિ કરી લીધી. પરાક્રમી ભીમ પછી તેના એક પુત્ર ક્ષેમરાજે રાજ્ય ન રવીકારતાં નાના કરાજ વિ. સં. ૧૧૨૦ – ૧૧૫૦)ને ગાદી મળે છે. કર્ણ અને દક્ષિણમાં આવેલા ચન્દ્રપુરના જયકેશીની પુત્રી મયણલ્લાદેવી(મીનળદેવી)ના ચિત્રદર્શનથી ઉદ્ભવેલા પ્રેમલગ્નનું અતિસુંદર ચિત્રણ પણ આ જ સર્ગમાં આવે છે. દશમા સર્ગમાં કર્ણરાજના તપથી પ્રસન્ન થઈ શ્રીલક્ષ્મી પ્રતાપ તેમ જ પુત્ર માટે વરદાન બક્ષે છે, અને ૧૧મામાં “ગુજરાતનો નાથ” જયસિંહ (વિ. સં. ૧૧૫૦–૧૧૯૯) શાસક બને છે. બારમા સર્ગમાં શ્રીસ્થળ(સિદ્ધપુર)ને બ્રાહ્મણોને પરેશાન કરનાર રાક્ષસરાજ (ખરી રીતે ભિલરાજ) બર્બરક સાથે શ્વયુદ્ધ કરી જયસિંહ તેને પોતાનો દાસ બનાવે છે અને તેને શ્રીસ્થળનો જ રક્ષક સ્થાપે છે. “બાબરા ભૂત” તરીકે લોકપ્રવાદમાં ખ્યાતિ પામેલા એ જિલરાજના ચમત્કારોનો પણ કવિ અહીં પરિચય કરાવે છે. તેરમા સર્ગમાં બીજો એક રસિક પ્રસંગ વર્ણવેલો છે. મહારાજ જયસિંહ રાત્રે વિક્રમની માફક, વે પરિવર્તન કરીને પ્રજાનાં સુખદુ:ખ તથા વિચારો જાણવા નીકળી પડતો. એક રાત્રે કોઈ સ્ત્રીના કરા શબ્દો તેને કાને પડતાં તે તે બાજુ ગયો અને પૃચ્છા કરતાં આ પ્રમાણે જાણવા મળ્યું: પાતાલમાં નાગલોકની ભોગવતી નામની નગરીમાં વાસુકિની માનીતો નાગરાજ રત્નચૂક રહેતો હતો. તેના પુત્ર કનકચૂડ નાગે એક વખત પોતાના સહાધ્યાયી દમન સાથે વાદવિવાદમાં પત્નીને હોડમાં મૂકી. અહીં તેણે ભૂલ કરેલી અને સ્વાભાવિક રીતે જ દમન લવલીની વેલીને હેમન્તઋતુમાં પુષ્પો આવે છે તેવું પ્રત્યક્ષ બતાવી જીતી ગયો. છતાં કનફ્યૂડ પાસે પત્નીની મુક્તિનો એક ઉપાય હતો. ઘણા સમય પહેલાં વરુણના વરદાનને પ્રતાપે હુલ્લડ નામના ફણીએ પાતાલલોકને જલમાં ડુબાડવાનો વિચાર કરેલો. જેથી ગભરાયેલા નાગો તેને શરણે ગયેલા અને હુલ્લડે શાસન ફરમાવેલું કે પ્રતિવર્ષ ઉત્તરાયણે એક એક નાગે કાશ્મીરમાં કાયમ રહેતા પોતાની સ્તુતિપૂજા કરવા આવવું. તે બાદ હિમથી દુર્ગમ તેવા કાશ્મીર દેશમાં હુકલડ ચાલ્યો ગયો અને પૂર્વ “સમગ્ર પૃથ્વીને પણ ઉખેડી નાખીએ” એવાં બણગાં ફૂંકનારા સાપ હુલ્લડના કોપના ભયથી દર વર્ષે વારા પ્રમાણે નિયમિત રીતે તેની પૂજા અર્થે જવા લાગ્યા. આ વર્ષે દમનનો વારો આવ્યો હતો; એટલે હિમના દહથી બચવા તેણે કનફ્યૂડ પાસે શરત મૂકી કે જે તે તેને હિમઘ ઊષ લાવી આપે તો પોતે તેની પત્નીને પણમાંથી મુક્ત કરે. આથી છેલ્લો દાવ અજમાવવા કનકધૂ પાટણ આવેલો અને એક ઊંડા કૂવામાથી ઊષ લાવવા તે તેમાં પવા જતો હતો, પરંતુ તે અંધારો કૂવો વજમુખી મક્ષિકાઓથી વ્યાપ્ત હોવાથી તેમાંથી જીવતા પાછા આવવાની આશા રખાય તેમ ન હતું, તેથી તેની પત્ની પણ સહગમન કરવા તત્પર થઈ હતી અને પોતાને ન વારવા પતિને વિનવતી હતી. આ વૃત્તાન્ત સાંભળી આશ્વાસન આપી બાહોશ રાજા જયસિહદેવે કાંઠા પરના વેતસવૃક્ષને વેગપૂર્વક મારવા માંડ્યું. તેના અવાજથી કૂવામાંથી માખીઓ એકદમ ઊડી ઉપર આવતી રહી. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202