Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 156
________________ ગુજરાતનું પ્રથમ ઈતિહાસકાવ્ય પ્રા૦ જયન્ત એ. ઠાકર, એમ. એ., કોવિદ્ આપણા દેશમાં પ્રાચીન કાળમાં આજના જેવી ઇતિહાસદૃષ્ટિ ખીલેલી ન હતી તે દોષ આપણું સામે વારંવાર ધરવામાં આવે છે. પ્રાચીનોની ઈતિહાસની વ્યાખ્યા બહુ વ્યાપક હોવાથી તેમાં પ્રચલિત આખ્યાયિકાઓ તથા પોરાણિક કથાઓ પણ સમાઈ જતી. આ જ કારણે રામાયણ અને મહાભારત બહુ દળદાર બનેલાં છે. તે વખતે ચરિત્રગ્રન્યો પણ જવલ્લે જ લખાતા, કારણ કે ધર્મને બહુ પ્રાધાન્ય મળવાથી ચમત્કારિક જીવનનું જ ચરિત્રચિત્રણ કરવાનું યોગ્ય લેખાતું. પાંચમી શતાબ્દીના માદ્યો પછી છેક સાતમી સદીના બાણના હિતમાં કાંઈક એતિહાસિક તત્વ મળે છે તેમ કહી શકાય. આ રિતના ચતુર્થ ઉચ્છવાસમાં “સૂર' શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ જોવા મળે છે. ત્યાં સમ્રા હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનને “ પ્રકાર:'—ગુજરાતને જાગરણ કરાવનાર–-હ્યા છે. મુસલમાનોના સમ્પર્ક બાદ, વિક્રમના દશમા શતક પછી આપણે ત્યાં ઐતિહાસિક સામગ્રી અર્પનારા પ્રબન્ધો રચાવા લાગ્યા. વેરવિખેર ઐતિહાસિક સામગ્રીવાળા આવા સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશમાં લખાયેલા ગ્રન્થોમાં બારમા શકતમાં રચાયેલી કાશ્મીરી કવિ કણકૃત રકતરફી ખાસ નોંધપાત્ર છે; કેમ કે તે બીજાની માફક કેવળ સ્તુતિથી નહિ અટકતાં રાજાનાં ઘણો પણ આલેખે છે. અગિયારમી સદીમાં થઈ ગયેલા, વિરામવિતિના રચયિતા, કાશ્મીરના કવિ બિલ્પણના સુરો નાનો નાયક ગુજરાતની રાજા અને પ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિંહનો પિતા કર્ણદેવ સોલકી છે અને તેના વિકલ્પિત વસ્તુમાં એતિહાસિક તત્ત્વો બીજરૂપે મળે છે. ગુજરાતને માટે એ એક ગીરવનો વિષય છે કે ભારતના બીજા કોઈ પણ રાજવંશ કરતાં ગુજરાતનાં ૩૦૦ વર્ષ જેટલા લાંબા શાસનકાળવાળા ચાલુકયવંશના ઇતિહાસની સામગ્રી અતિવિપુલ પ્રમાણમાં મળી શકી છે તેવું છે. બલર જેવાએ પણ કબૂલ કર્યું છે. [જુઓ “ઇડિયન ઍન્ટિવરી, પ્રન્ય ૬, પૃ. ૧૮૦] ગુજરાતના ઈતિહાસના આલેખનના વિષયમાં વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં તથા ૧૩માના પૂર્વાર્ધમાં થઈ ગયેલા, ગુજરાતના બે મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમકાલીન અને કલિકાલસર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરનારા મહાન જૈન આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિનું સ્થાન મોખરે છે. તેમણે ગુજરાતના નાથ' સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી સિદ્ધહેમરાનુશાસન નામક નૂતન સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ રચ્યું છે, જેના આઠ અધ્યાય છે અને દરેક અધ્યાય ચાર ચાર પાદમાં વહેચાયેલો છે. આ બત્રીસે પાદને અન્ત પ્રશસ્તિનો એક એક શ્લોક મૂકી તેમાં ગુજરાતમાં ચૌલુક્ય વંશના સ્થાપક મૂળરાજથી માંડીને પોતાના સમકાલીન અને શિષ્ય કુમારપાલ સુધીના આઠે રાજાઓની કમબદ્ધ નામાવલિ આપેલી છે. આ વ્યાકરણના નિયમોનાં તે જ ક્રમમાં ઉદાહરણ આપવા અર્થ ગુજરાતના આ મહાન સાહિત્યાચાર્ય સંરકૃત-પ્રાકૃત દયાશ્રયકાવ્યની રચના કરી છે, જેમાં ઉપરિનિર્દિષ્ટ ૩૨ શ્લોકોને વિસ્તારીને મૂલરાજ (વિ. સં. ૯૯૮થી ૧૦૫૩)થી કુમારપાલ (વિ. સં. ૧૧૯થી ૧૨૨૯) પર્યન્તનો ઈતિહાસ વણી લેવાનો પ્રશસ્ય પ્રયત્ન કરેલો છે. આમાં વલભીપુરના પ્રખ્યાત કવિ ભદ્રિ(આશરે ઈ. સ. ૫૦૦ – ૬૫૦)ના વ્યાકરણકાવ્ય રાવણવધ અથવા મદિવ્યની સરસાઈ કરવાનો પ્રયાસ હોવાનો સંભવ છે. તે ગમે તે હોય, આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક-ગ્રન્થ, મુમ્બઈ ૧૯૫૯ સે સાભાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202