Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 163
________________ ૧૫૬ રાક્ષસ કહ્યો છે તે જિલરાજ બર્બરક તે પછી એક જ સિકામાં “બાબરો ભૂત” બની જાય છે તે સોમેશ્વર (ઈ.સ. ૧૧૭૯-૧૨૬૨)ની કીતિકોમુદીમાંના નીચેના ઉદ્ધરણ પરથી સ્પષ્ટ થશેઃ "श्मशाने यातुधानेन्द्रं बद्धवा बर्बरकाभिधम् । सिद्धराजेति राजेन्दुयों जज्ञे राजराजिषु ।” २०३८. અથાંત-બર્બરક નામના સ્મશાનમાંના મોટા ભૂતને બાંધીને તે રાજચન્દ્ર રાજાઓની પંક્તિમાં સિદ્ધરાજ' બન્યો.” તામ્રપત્રોમાં સિદ્ધરાજને રાત્રિનું એવું વિશેષણ લગાડાયેલું હોવાથી આ પ્રસંગ બહુ મોટો ગણાતો હોવો જોઈએ. પોતાના વિ. સં. ૧૨૫૬ના ભાદ્રપદ અમાસ વાર મંગળના પાટણના તામ્રપત્રમાં ભીમદેવ બીજે પોતાને “મિનેસિયાન” કહેવરાવે છે. આ પછીનાં પણ કેટલાંક તામ્રપત્રોમાં આ બિરુદ મળે છે. આથી સમજાય છે કે માત્ર ૫૦ જ વર્ષમાં જયસિંહ સિદ્ધરાજ ચૌલુક્યવંશનો અનુકરણીય આદર્શ રાજા ગણાવા લાગેલો. આ કાવ્યમાં વર્ણવેલા મૂળરાજના સૌરાષ્ટ્રવિજય તથા તેના જ શાસનકાળ દરમ્યાન ચામુંડરાજના લાટવિજયને રવ દુર્ગાશંકર શાસ્ત્રી કપિત માને છે; પરંતુ સ્વ. રાચુ મોદીએ આનો સચોટ ઉત્તર આપેલો છે. મૂળરાજ પછી ભીમદેવ સુધી કોઈએ સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યાનું કથન મળતું નથી; જ્યારે સોમનાથની ભાવબહસ્પતિની પ્રશસ્તિમાં પણ ભીમદેવે સોમનાથનું પથ્થરનું મન્દિર બંધાવ્યાનો સ્પષ્ટ ઉલલેખ છે, તે આપણે આગળ જોઈ ગયા. તે જ રીતે ચામુણ્યરાજથી કર્ણદેવ સુધીના કોઈ ગુર્જરેશ્વરે લાટ ત્યાનું સૂચન ક્યાંય મળતું નથી; જ્યારે કર્ણનું વિ. સં. ૧૧૩૧નું નવસારીનું તામ્રપત્ર તેની લાટ પરની સત્તાનું સૂચક છે. આથી આ પ્રસંગોને સત્ય માનવા પડે છે. ઉપર ઉતારેલા સંસ્કૃત દ્વયાશ્રયના છેલ્લા શ્લોકમાં ઋષિઓ ચૌલુક્યચૂડામણિ રાજા કુમારપાલને પૃથ્વીને અનૃણી કરી રવીય સંવત્સર-પ્રવર્તન માટે આદેશ – આશીર્વાદ આપે છે. વિકિસ્ત્રાપુરથતિના ૧૦મા પર્વના ૧૨મા સર્ગના ૭૭મા શ્લોકમાં શ્રી મહાવીરસ્વામીના મુખમાં મૂકેલી ભવિષ્યવાણી પણ કહે છે કે : “दायं दायं द्रविणानि विरचय्याऽनृणं जगत् । अङ्कयिष्यति मेदिन्यां स संवत्सरमात्मनः ॥" અર્થાત - “તે (કુમારપાલ) દ્રવ્ય આપી આપીને જગતને ઋણમુક્ત કરીને પૃથ્વી ઉપર નિજ સંવત્સર આંકશે – પ્રવતવશે.” “શ્રી જૈન સત્યપ્રકાશ”ના ૯૩મા અંકમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ શત્રુંજયની ચૌમુખજીની દૂકના મૂળ મન્દિરના દરવાજાની ડાબી બાજુની એક ધાતુપ્રતિમા ઉપરનો લેખ પ્રકાશિત કરેલો, જેમાં “શ્રીલિમકુમાર સં : ” આપેલી છે. હેમચન્દ્રાચાર્યના પોતાના “મિષાનજિલ્લાના” કોશમાં એક સ્થળે (૬. ૧૭૧) સંવત્'નો અર્થ સમજાવતાં કહ્યું છે કેઃ " यथा विक्रमसंवत् सिद्धहेमकुमारसंवत्" આથી વિશેષ પ્રકાશ આ વિષય પર અદ્યપર્યત પડ્યો નથી, પરંતુ કુમારપાલની નૂતન સંવત્સર પ્રવર્તાવવાની તીવ્ર ઇચ્છા ફળીભૂત થઈ હશે, જેને પરિણામે સિદ્ધરાજ, હેમચન્દ્રાચાર્ય અને કુમારપાલ એ ત્રણે વિભૂતિઓનાં નામથી અંકિત આ સંવત્સર શરૂ થયો હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202