________________
૧૪૨
'
પ્રાકૃત
ચંદ્રપ્રભચરિત'માંથી છે. એ જ ગ્રન્થકારનું અપભ્રંશ · નેમિનાથચરિત' સં. ૧૨૧૬માં રચાયેલું છે, એટલે ઉત ચંદ્રપ્રભચરિત · પણુ એ અરસામાં રચાયું હશે. જો કે સં. ૧૨૨૩ પછી તો એ રચાયું નથી જ, કેમ કે એ વર્ષમાં લખાયેલી એ કાવ્યની તાડપત્રીય પ્રતિ પાટણમાં સંઘવીના પાડાના ભંડારમાં છે. એની પ્રશસ્તિના ઉલ્લેખ પ્રમાણે, જયસિંહદેવ અને કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે પોતાનાં માતાપિતાના શ્રેય અર્થે પંચાસર પાર્શ્વગૃહમાં મંડપની રચના કરાવી હતી
"
.
जयसीहएव-सिरिकुमरवालनरनायगाण रज्जेसु । सिरीपुरवालमंती अवितहनामो इमो विहिओ ॥ अह निन्नयकारावियजालिहरगच्छरिसहजिगभवणे । जणयकए जणणीए उण पंचासरपासगिहे ॥ चड्डावलीयमि उ गच्छे मायामहीए मुहहेउं । अहिलवाडयपुरे कराविया मंडवा जेण || '
અર્થાત શ્રીજયસિંહદેવ અને કુમારપાલ નરનાયકોના રાજ્યમાં શ્રી પૃથ્વીપાલ મંત્રી અવિતય નામવાળો થયો. ( પોતાના પૂર્વજ ) નિન્નયે કરાવેલા જાલિહર ગુચ્છના ઋષભજિનભવનમાં તથા પંચાસર પાર્શ્વગૃહમાં પોતાના જનક અને જનનીના (શ્રેય) અર્થે તથા પોતાની માતામહીના સુખ અર્થે તેણે ચડ્ડાવલી ( ચંદ્રાવતી) અને અણહિલવાડપુરમાં માપો કરાવ્યા હતા.
'
૨. અરિસિંહકૃત ‘ સુકૃતસંકીર્તન ’ ( સં. ૧૨૯૮ અને ૧૧૮૭ ની વચ્ચે )
F
અરિસિંહ એ ગુજરાતના સુપ્રસિદ્ધ મહામાત્ય વસ્તુપાલનો આશ્રિત કવિ હતો અને વસ્તુપાલનાં સત્કૃત્યો વર્ણવતું ‘ સુકૃતસંકીર્તન ’ નામે મહાકાવ્ય તેણે રચેલું છે. એના પહેલા સર્ગમાં કવિએ ચાવડા વંશના રાજાઓનો કાવ્યમય વૃત્તાન્ત આપ્યો છે. આમાં ખાસ નોંધપાત્ર તો એ છે કે સોલકી અને વાઘેલા યુગમાં રચાયેલાં અનેક ઐતિહાસિક કાવ્યોમાંથી માત્ર અરિસિંહકૃત ‘ સુકૃતસંકીર્તન ’ અને ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ સુકૃતકીર્તિકલ્લોલિની'માં જ ચાવડાઓનો ઉલ્લેખ છે; ‘યાત્રય’ કાવ્યમાં ગુજરાતનો ઇતિહાસ આલેખવાનો રીતસર પ્રયત્ન કરનાર આચાર્ય હેમચન્દ્રે પણ ચાવડાઓની વાત કરી નથી. ચાવડાઓની હકૂમત પાટણ આસપાસના થોડા પ્રદેશ ઉપર જ હતી અને તે કારણે ઐતિહાસિક કાવ્યોના લેખકોએ એમને એટલું રાજકીય મહત્ત્વ નહિ આપ્યું હોય. એ રીતે ‘સુકૃતસંકીર્તન’માં આપેલી ચાવડાઓની વંશાવલી મહત્ત્વની છે. ‘ સુકૃતસંકીર્તન'ની રચના સં. ૧૨૭૮ અને ૧૨૮૭ની વચ્ચે કયારેક થયેલી છે.? એ કાવ્યના પ્રથમ સર્ગના ૧૦મા શ્લોકમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ છે, એટલું જ નહિ પણ એ મન્દિરની તુલના પર્વત સાથે કરી છે, જે એના શિખરની ઊંચાઈ દર્શાવે છે.
-
अंतर्व सद्घनजनाद्भुतभारतो भूमी भृत्यतादिति भृशं वनराजदेवः । पञ्चासराहूवनवपार्श्वजिनेशवेश्मव्याजादिह क्षितिधरं नवमाततान
૧. પાટણ ભંડારની સૂચિ (ગાયકવાડ્ઝ ઓરીએન્ટલ (સરીઝ), પૃ. ૨૫૫
૨. જુઓ મારુ પુસ્તક Literary Circle of Mahamatya Vastupala, પૃ. ૬૩ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org