________________
૧૪૩
વળા એ કાવ્યના છેલા સર્ગમાં (શ્લોક ૨) વસ્તુપાલનાં બાંધકામો વર્ણવતાં કર્તાએ કહ્યું છે કે અણહિલવાડ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવીને મંત્રીએ વનરાજની વૃદ્ધ થયેલી કીર્તિને હસ્તાવલંબન આપ્યું હતું –
पञ्चासरा हुवमणहिल्लपुरीपुरन्ध्रीसीमन्तरत्नमिवपार्श्वजिनेशवेश्म । उद्धृत्य येन यशसा जनितो जरत्या हस्तावलम्बनविधिर्वनराजकीर्तेः ।।
૩ ઉદયપ્રભસૂરિકૃત “સુતકીર્તિકલ્લોલિની' (સં. ૧ર૭૭) નાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિ જેઓ વસ્તુપાલના માતૃપક્ષે ગુરુ હતા તેમના શિષ્ય ઉદયપ્રભસરિકૃત “સુતકીર્તિકલ્લોલિની” કાવ્ય સં. ૧૨૭૭માં વરતુપાલે કરેલી શત્રુંજયની સંધયાત્રા પ્રસંગે રચાયું હતું, અને વસ્તુપાલે શત્રુંજય ઉપર બંધાવેલા મંડપમાં એક શિલાપટ્ટ ઉપર કોતરીને તે મૂકવામાં આવ્યું હતું. મંત્રીનાં સુકૃતોની પ્રશરિતરૂપે રચાયેલા આ કાવ્યના ૧૪મા શ્લોકમાં કવિ કહે છે કે ગુર્જર ભૂમિરૂ૫ સુન્દરીના મુખ્ય સમાન અણહિલપુરના તિલકરૂ૫ આ પંચાસર ચૈત્ય વનરાજે બંધાવ્યું હતું, જેના શિખરનો ઊંચો કલશ સંથાના મણિ જેવો શોભતો હતો –
स्फूर्जद्गुर्जरमण्डलावनिवधूवक्त्रोपमेऽस्मिन् पुरे चैत्ये किञ्च विशेषकं व्यरचयत् पञ्चासराहवं नृपः । यस्योः कलशश्चकास्ति रुचिभिः किञ्चिद्विभिन्नाम्बर• श्यामत्वव्यपदेशकेशपदवीसीमन्तसीमामणिः ।।
૪. ઉદયપ્રભસૂરિકૃત “ધર્માલ્યુદય મહાકાવ્ય (સં. ૧૨૯૦ પહેલાં). ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિએ “ધર્માલ્યુદય” અથવા “સંધ પતિચરિત્ર' નામે પંદર સર્ગનું મહાકાવ્ય રચ્યું છે. એમાં મંત્રી વસ્તુપાલની સંઘયાત્રાનું વર્ણન હોઈ સં. ૧૨૭૭ની મોટી સંધયાત્રા પછી તુરત
એ રચાયું હોય એ સંભવિત છે, પણ સં. ૧૨૯૦ પહેલાં તો નિઃશંક એની રચના થયેલી છે, કેમ કે એ વર્ષમાં ખુદ વસ્તુપાલના હસ્તાક્ષરોમાં લખાયેલી એની તાડપત્રીય નકલ ખંભાતના ભંડારમાં છે. એ કાવ્યની પ્રશસ્તિમાં (લોક ૭) નાગેન્દ્ર ગચ્છના આચાયોંની ગુરુપરંપરા આપીને પોતાના ગુરુ વિજયસેનસૂરિ વિષે કર્તા કહે કે તેઓ પંચાસરા નામથી ઓળખાતા વનરાજવિહાર તીર્થમાં વ્યાખ્યાનો આપતા હતા –
पञ्चासराहयवनराजविहारतीर्थे प्रालेयभूमिधरभूतिधुरन्धरेऽस्मिन् । साक्षादयःकृतभवा तटिनीव यस्य
व्याख्येयमच्युतगुरुक्रमजा विभाति ॥ પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાયું ત્યારથી નાગેન્દ્ર ગરછના આચાર્યોનો એ સાથેનો સંબંધ જોતાં આ સ્વાભાવિક છે. વળી પંચાસરાનું મંદિર તે જ વનરાજવિહાર એમ અહીં કર્તાએ સ્પષ્ટ કહ્યું છે.
૩. એ જ, પૃ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org