________________
૧૪૪
વસ્તુપાલે એ મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એનો ઉલ્લેખ પણ કાવ્યના પહેલા સર્ગ(શ્લોક ૨૨)માં છે
अणहिलपाटकनगरादिराजवनराज की र्त्तिकेलिगिरिम् । पञ्चासराव जिन गृहमुद्दध्रे यः कुलं च निजम् ||
૫. શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિરમાંનો સં. ૧૩૦૧ નો શિલાલેખ આ મન્દિરમાંની વનરાજની મૂર્તિ પાસેની ૪૦ આસાકની મૂર્તિ નીચે આ પ્રકારે શિલાલેખ છે
(१) सं. १३०१ वर्षे वैशाख सुदि ९ शुक्रे पूर्वमंडली वास्तव्य मोदज्ञातीय नागेंद्र ... (२) सुत श्रे० जालमपुत्रेण श्रे० राजुकुक्षीसमुद्भूतेन ठ० आशाकेन संसारासार... (३) योपार्जित वित्तेन अस्मिन् महाराजश्रीवनराजविहारे निजकीर्तिवल्ली वितान... (४) कारितः तथा च ठ० आसाकस्य मूत्तिरियं सुत ठ० अरिसिंहेन कारिता प्रतिष्ठिता ... (५) संबंधे गच्छे पंचासरातीर्थे श्रीशीलगुणसूरिसंताने शिष्य श्री ... (૬) રેવશ્વન્દ્રસરિમિઃ | મારું મહાશ્રીઃ | જીમ મવતુ ||
.
આ શિલાલેખમાં પણુ પંચાસરા તીર્થનો વનરાજવિહાર તરીકે ઉલ્લેખ છે. પંચાસરાના મન્દિરમાં શીલગુણુસૂરિના શિષ્ય દેવચન્દ્રસૂરિની મૂર્તિ છે. એક મૂર્તિ વનરાજના મામા સુરપાળની ગણાય છે; પણ આખા યે મન્દિરમાંના બીન કોઈ લેખમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ નથી. એમાં એક માત્ર અપવાદ વનરાજની મૂર્તિ નીચેના લેખનો છે. એ શિલાલેખમાં સં. ૭૫૨ અને સં. ૮પૅરનો નિર્દેશ છે, પણ એની લિપિ એટલી પ્રાચીન લાગતી નથી. આ ઉપરાંત તેમાં સં. ૧૩૦૧ અને સં. ૧૪૧૭ના ઉલ્લેખ અને એક સ્થળે ‘ મહમદ પાતસાહ · અને · પીરોજસાહ'ની પણ વાત છે. એ મૂર્તિની નીચે તથા તેની આસપાસ નીચેના પથ્થર ઉપર ત્રણેક શિલાલેખો ભેગા થઈ ગયા છે અને ધસાયેલા હોવાને કારણે તે વિશેષ દુર્વાંચ્ય બન્યા છે. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી, સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ અને પં. લાલચંદ ગાંધીએ એ બંધ બેસાડવા પ્રયત્ન કર્યો છે અને તેમણે તૈયાર કરેલી એ લેખની વાચના નાગેન્દ્રગચ્છીય દેવેન્દ્રસરકૃત 'ચન્દ્રપ્રભચરિત્ર'ની પ્રરતાવના( પૃ. ૧૧)માં છપાઈ છે. એનો એકદેશ નીચે મુજબ છે—
'
...સં. ૧૨૦૨...શ્રીપાર્શ્વનાથનૈત્યે શ્રીવનાન...નાનશ્રી જ્વેસવુ (!) શ્રીઅમ છેશ્વર રાવાયતન त्रा पि... ति श्रीवनराजमूर्ति श्रीशीलगुणसूरि सगणे श्रीदेवचंद्रसूरिभिः प्रतिष्ठिता सं. १४१७ वर्षे
આ લેખમાંનું · ...પાર્શ્વનાથ ચૈત્ય ’ એટલે · પંચાસરા પાર્શ્વનાથ ચૈત્ય ' એમ ગણવું જો એ. વનરાજે બંધાવેલા અણુહિલેશ્વર મહાદેવના મન્દિર ( ‘ શવાયતન ’)નો પણ એમાં નિર્દેશ છે. વનરાજની મૂર્તિની પ્રતિષ્ઠા દેવચન્દ્રસૂરિના હસ્તે થઈ હોવાનું એમાં જણાવ્યું છે અને તેની જ સાથે સં. ૧૪૧૭નો ઉલ્લેખ છે એનો મેળ બેસતો નથી. આ શિલાલેખની વધારે સારી વાચનાની હજી અપેક્ષા રહે છે.
૬, મેરુત્તુંગાચાર્યકૃત પ્રમન્ત્રચિન્તામણિ (સં. ૧૩૬૧)
*
ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના સુપ્રસિદ્ધ સાધનગ્રન્થ ‘પ્રબન્ધચિન્તામણિ' અનુસાર, વનરાજે શીલગુણસરને પોતાના સિંહાસન ઉપર બેસાડીને પ્રત્યુપકારશુદ્ધિથી સપ્તાંગ રાજ્ય આપવા માંડયું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org