SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ પણ સરિએ તેનો નિષેધ કર્યો પછી સરિના આદેશથી વનરાજે પંચાસરા પાર્શ્વનાથનું ચિત્ય કરાવ્યું તથા તેમાં પોતાની આરાધક મૂર્તિ પણ સ્થાપિત કરી. *--- पञ्चासरग्रामतः श्रीशीलगुणसूरीन् सभक्तिकमानीय धवलगृहे निजसिंहासने निवेश्य कृतज्ञचूडामणितया सप्ताङ्गमपि राज्यं तेभ्यः समर्पयंस्तैनिःस्पृहद्भ्यो निषिद्धस्तत्प्रत्युपकारबुद्धया तदादेशाच्छ्रीपार्श्वनाथप्रतिमालङ्कतं पञ्चासराभिधानं चैत्यं निजाराधकमूर्तिसमेतं च कारयामास । (આચાર્ય શ્રીજિનવિજયજીની વાચના, પૃ.૧૩) પ્રભાચન્દ્રસૂરિકૃત “પ્રભાવચરિત' (સં. ૧૩૩૪)ના “અભયદેવસૂરિચરિત માં કહ્યું છે કે “નાગેન્દ્રગછરૂપી ભૂમિનો ઉદ્ધાર કરવામાં આદિવરાહ સમાન અને પંચાશ્રય નામે સ્થાનમાં આવેલા ચૈત્યમાં વસતા (THવામિષાનતિનિવાસિના) શ્રીદેવચન્દ્રસૂરિએ વનરાજને બાલ્યકાળમાં ઉછેયો હતો. વનરાજે આ નગર (અણહિલપુર) વસાવીને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. એ રાજાએ ત્યાં વનરાજવિહાર બંધાવ્યો અને કૃતજ્ઞતાપૂર્વક એ ગુનો સત્કાર કર્યો ” (શ્લોક ૭૨-૭૪). અહીં પ્રજ્ઞાઅમિષાનપિયતત્વ એટલે પાટણનું પંચાસરા પાર્શ્વનાથ ચેત્ય નહિ, પણ પંચાસર ગામમાં જ આવેલું ચૈત્ય, કે જયાં એ આચાર્ય પાટણની સ્થાપના પહેલાં રહેતા હશે. પાટણની સ્થાપના પછી વનરાજે બંધાવેલો “વનરાજવિહાર' એ પંચાસરા પાર્શ્વનાથ ચત્યનું જ બીજું નામ છે એ “ધર્માલ્યુદય'ના ઉલ્લેખથી સ્પષ્ટ છે. આ મંદિરમાં ૦ આસાકની મૂર્તિ નીચેનો શિલાલેખ પણ એ સચવે છે. ૭. જયશેખરસૂરિકૃત પંચાસરા વીનતી (સં. ૧૪૬૦ આસપાસ) * સં. ૧૪૬૨માં સંસ્કૃતમાં “પ્રબોધચિન્તામણિ નામે આધ્યાત્મિક રૂપકન્યિ રચીને પછી એનું છટાદાર ગુજરાતી પદ્યમાં “ત્રિભુવનદીપક પ્રબંધ' નામથી રૂપાન્તર કરનાર અંચલગચ્છીય આચાર્ય જયશેખરસૂરિનું સ્થાન જૂના ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ કવિઓમાં છે. એમણે રચેલી કેટલીક પ્રકીર્ણ ગુજરાતી કાવ્યરચનાઓની ૨૧ પત્રની એક પ્રાચીન હસ્તપ્રત પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી અને પૂ. મુનિશ્રી રમણીકવિજયજીએ ચાણસ્માના ભંડારમાંથી મેળવી હતી. એ પોથીના પાંચમા પત્ર ઉપર “પંચાસરા વિનતી” એ નામનું પંચાસરા પાર્વિનાથનું એક સુન્દર સંક્ષિપ્ત સ્તુતિકાવ્ય છે. આ પહેલાંના, પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના ઉલ્લેખો, ઉપર સૂચવ્યા તેમ મળે છે, પણ એ વિષેનું ગુજરાતી ભાષામાં આ પહેલે જ ઉપલબ્ધ સ્તવન છે. આ સ્તવન જયશેખરસૂરિએ પાટણમાં રહીને જ રચ્યું હોય એ સંભવિત છે. એની પહેલી કડી નીચે મુજબ છે : સખે પાસુ પંચાસરાધીશ પખઉં, હુયઉ હર્યું કેતઉ ન જાણ૩ સુલેખ3, ક્યિાં પાછિલઈ જમિ જે પુણ્યકાર, ફલિયાં સામટાં દેવ દીકઈ તિ આજુ.” 1. પ્રબન્મચિન્તામણિ - અંતર્ગત કેટલાક પ્રબન્યોનો આશરે ૪૦૦ વર્ષ પર થયેલો સંક્ષેપ “પુરાતન પ્રબન્ધસંગ્રહ'ના પરિશિષ્ટમાં છપાયો છે તેમાં “પ્રબન્યચિન્તામણિ'ના ઉપયંત વૃત્તાન્તનો સારોબાર આપતાં કહ્યું છે (પૃ. ૧૨૮ - બRાર્યકર બીપતિના નિરાષિત જાહેર હિતના આજે પણ આ મરિને સામાન્ય બોલીમાં “પંચાસરા' નામે ઓળખવામાં આવે છે તે આ સાથે સરખાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525039
Book TitleSramana 1999 10
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year1999
Total Pages202
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy