Book Title: Sramana 1999 10
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi
View full book text
________________
૧૪૬
૮. સિદ્ધિસૂરિકૃતિ પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૫૭૬) પાટણનાં જૈન મંદિરોનું વર્ણન કરતી ચાર પ્રાચીન ચૈત્યપરિપાટીઓ અત્યાર સુધીમાં મળેલી છે, જેમાંની બે-લલિતપ્રભસૂરિ અને હર્ષવિજયકૃત–આ પહેલાં શ્રીહંસવિજયજી લાયબ્રેરી, અમદાવાદ તરફથી પ્રકટ થયેલી છે. જુદા જુદા મહોલ્લા, શેરીઓ, રાજભાગ અને પરાંનો તથા કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓનો એમાં નિર્દેશ આવતો હોઈ સ્થાનિક ઈતિહાસ અને ભૂગોળ માટે એ બહુ અગત્યની છે. એ ચારમાં સૌથી પ્રાચીન ઉપલબ્ધ ચૈત્યપરિપાટી સિદ્ધિસૂરિની છે. એની નકલ પૂ. મુનિશ્રી રમણિકવિજયજી પાસેની હસ્તપ્રત ઉપરથી મેં કરી લીધી હતી. એમાં ૯મી કડીમાં નીચે પ્રમાણે પંચાસરા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે : મદૂકર મનહ મનોરથ પૂરઈ, પાસ પંચાસરઈ ભાવ વિચૂર, સાર સંસારઈ લેમિ.”
૯. સિંઘરાજત “પાટણ ચૈત્યપરિપાટી (સ. ૧૬૧૩) આ પરિપાટીની હસ્તપ્રત પણ મને પૂ. મુનિશ્રી રમણિકવિજયજી પાસે જોવા મળી હતી. એમાં પંચાસરા પાર્શ્વનાથનો તથા આસપાસનાં મદિરોનો નિર્દેશ કડી ૬૨થી ૬૫ સુધીમાં નીચે પ્રમાણે છે :
પંચાસર શ્રીપાસ, આશાપૂરણ જિનપ્રતિમા નવ વાદીઈ એ, હરખા હીયા મઝારિ, હરખ ભવનિ જઈ જિન દેખી આણંદિઆ એ. ૬૨ મૂલનાયક શ્રી આદિ પ્રથમ તીર્થંકર, ત્રાસી પ્રતિમા વાંદીઈ એ, ભમતી માડિ દેહરી યડી નિરજીઈ નઈ ત્રીજઈ દેહરઈ આવી આ એ. ૬૩ તિહાં પ્રતિમા પાંત્રીસ, યુવીસટ્ટા સૂ વાસપુસ નાયક ધણી એ, ચુથિઈ જિન ઉગણીસ, પ્રતિમા પૂછઈ ભૂલનાયક માહાવીર તણી એ. ૬૪ ' પોસાલમાહિ દેહરૂ પાંચમૂ, જઈનઈ નિરપીઇ નેમીસસ એ, તેર પ્રતિમા તિહાં વાંદી, પાપ નિદીનઈ સેવાઈ રાજલિવર એ.” ૬૫
એ એક જ પટાંગણમાં સત્તરમા સિકાના આરંભમાં પાંચ મન્દિર હતાં. પચાસરા પાર્શ્વનાથન મન્દિર પછી ૮૩ પ્રતિમાઓ સહિત જે આદિનાથના મન્દિરનો ઉલ્લેખ છે તે હાલમાં નથી. તપાગચ્છનો ઉપાશ્રય, જે પોળિયા ઉપાશ્રય કે પોશાળ તરીકે ઓળખાય છે, એમાં તે સમયે નેમિનાથનું મન્દિર હોવાનો ઉલ્લેખ છે એ નોંધપાત્ર છે અને ચૈત્યવાસની પરંપરાનો દ્યોતક છે.
૧૦. લલિતપ્રભસૂરિકૃત “પાટણ ચૈત્યપરિપાટી” (સં. ૧૬૪૮) પૂનમિયા ગચ્છના આચાર્ય લલિતપ્રભસૂરિત ચિયપરિપાટીમાં કડી ૧૮-૨૦માં પચાસરા પાર્શ્વનાથનો તથા આસપાસનાં મન્દિરોનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે :
પંચાસર પાટકિ આઈ એ, ધુરિ વીર જિનવર સાર તુ; નવ પ્રતિમા નંદી કરી એ, વાસપૂજ્ય પુરારિ તુ. ૧૮ સતાવીસ બિંબ તિહાં નમી એ, પંચાસરે પ્રભુ પાસ તુ; અવર સાત જિનવર નમું એ, વંછિત પૂરઈ આસ તુ. ૧૯ ઋષભદેહરઇ વિઇ જિન નમું એ, દશ વલિ ભમતી હોઈ તુ; નવઈ ઘરે છઈ પાસ જિન, ત્રિહતાલીસ બિંબ જોઈ તુ.” ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202