________________
શ્રી પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના કેટલાક
ઐતિહાસિક ઉલ્લેખો
પ્રા. ભોગીલાલ જ, સાંડેસર, એમ. એ., પીએચ. ડી.
[ પાટણનું શ્રીપંચાસરા પાર્શ્વનાથનું મંદિર એ ગુજરાતનું એક મહત્વનું જૈન તીર્થ છે. એના અનેક જ રિ અત્યાર સુધીમાં થયો છે. લાખોના ખર્ચે થયેલા એના છેલા જર્ણોદ્વાર પછી એમાં પ્રતિષ્ઠાવિધિ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના પવિત્ર હરતે થવાની હતી, પણ વિધિનિમિતિ કંઈ જુદી હતી. એ કાર્ય થઈ શકે ત્યાર પહેલાં જ આચાર્યશ્રી કાળધર્મ પામ્યા, અને પ્રતિષ્ઠાવિધિ તેઓશ્રીના શિષ્ય આચાર્યશ્રી વિશ્વસમુદ્રસૂરિના હસ્તે થોડાક માસ પહેલાં સં. ૨૦૧૧ના જેઠ શુદિ પાંચમ, તા. ૨૬મી મે ૧૯૫૫ના રોજ થઈ હતી. પાટણના સ્થાપક ચાવડા વનરાજે બંધાવેલા એ મન્દિર વિના એતિહાસિક ઉલેખો પરની સંકલિત નોધ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિના મારક પ્રસિદ્ધ થતા આ પ્રસ્થમાં સમુચિત થઈ પડશે એમ માનીને અહીં આપીએ છીએ. – સંપાદકો ]
અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજે પોતાના ગુરુ શીલગુણસૂરિના આદેશથી પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું મન્દિર બંધાવ્યું હતું એ ઘટના ઈતિહાસપ્રસિદ્ધ છે. વનરાજનો પિતા પંચાસરમાં રાજય કરતો હતો, તેથી આ મન્દિરમાં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથની મૂર્તિને પંચાસરા પાર્શ્વનાથ નામ આપવામાં રાવ્યું હોય, અથવા કેટલાક વિદ્વાનો માને છે તેમ, એ મૂતિ પંચાસરમાંથી લાવીને નવા પાટનગર પાટણમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હોય. પાટણની સ્થાપના સં. ૮૦૨માં થઈ હતી, એટલે ત્યાર પછી થોડા સમયમાં આ મન્દિર બંધાયું હશે એમ અનુમાન કરવું વધારે પડતું નથી. એ રીતે ગુજરાતનાં જૂનામાં જૂનાં, વિદ્યમાન જૈન મંદિરોમાંનું એક તેને ગણવું જોઈએ. જો કે વખતોવખત તેના જીણોદ્ધારો થયો હોવા જોઈએ. વિક્રમના તેરમા શતકમાં મંત્રી વસ્તુપાલે કરાવેલા જીર્ણોદ્ધારની હકીકત તત્કાલીન ઐતિહાસિક કાવ્યોમાંથી મળે છે. હમણાં જ થયેલા છેલ્લા છ દ્વાર પૂર્વે જે મન્દિર હતું તેનું સ્થાપત્ય સોળમાં સૈકાનું જણાતું હતું. વળી આ મન્દિર સૈ પહેલાં તો જૂના પાટણમાં હશે. ત્યાંથી એ પ્રતિમાઓ આદિ નવા પાટણમાં કયારે લાવવામાં આવ્યાં હશે એ વિષે પણ કંઈ આધારભૂત માહિતી મળતી નથી. વનરાજના ગુરુ શીલગુણુસૂરિ નાગેન્દ્ર ગચ્છના ચૈત્યવાસી આચાર્ય હતા અને પંચાસરા પાર્શ્વનાથનું મંદિર સદીઓ સુધી નાગેન્દ્ર ગ૭નું ચૈચ હતું એમ પ્રાપ્ત ઉલેખો ઉપરથી જણાય છે. ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણના ઈતિહાસ સાથે સંકળાયેલું હોઈ આ મન્દિર એક વિશિષ્ટ ઐતિહાસિક અગત્ય ધરાવે છે. એનો સળગસૂત્ર વૃત્તાન્ત આલેખવા માટેનાં કોઈ સાધનો નથી. સાહિત્યમાં અને ઉત્કીર્ણ લેખોમાં જે પ્રકીર્ણ ઉલ્લેખો મળે છે એને આધારે જ આ મન્દિર વિશે કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે અથવા એ પરત્વે રસપ્રદ અનુમાન થઈ શકે છે. આ મન્દિર વિષેના તમામ ઉલેખો બધા ઉપલબ્ધ ગ્રખ્યાદિમાંથી ખોળી કાઢવાનું મર્યાદિત સમપમાં શા નથી, પણ જે ઉલ્લેખો મળી શકયા તે કાલાનુક્રમિક સંદર્ભમાં, યોગ્ય નોંધ સાથે અહીં રજૂ કરું છું.
૧. હરિભસૂરિકૃત “ચન્દ્રપ્રભચરિત' (. ૧૨૧૬ આસપાસ) પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેનો પહેલો લિખિત ઉલ્લેખ, એ મન્દિર બંધાવ્યા પછી લગભગ ચારસો વર્ષ બાદ મળે છે. એ ઉલેખ બહદ ગચ્છના આચાર્ય શ્રીચરિના શિષ્ય હરિભદ્રસૂરિના
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક-ગ્રન્થ, મુમ્બઈ ૧૯૫૭ સે સાભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org