Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04 Author(s): Mayurkalashreeji Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan View full book textPage 7
________________ વાત્સલ્યહૃદયા પ.પૂ. લાવણ્યશ્રીજી મ.સા.ની કૃપાદૃષ્ટિથી અનેક કામમાં વ્યસ્ત હોવા છતાં તેમના શિષ્યા પ.પૂ. મયૂરકળાશ્રીજી મહારાજની પૂર્ણ દેખરેખ અને ઝીણવટભરી દૃષ્ટિથી તેમના શિષ્યા પપૂ. પ્રશાંતયશાશ્રીજી મ.સા. (મારા બેન મ.સા.) સતત પરિશ્રમ લઈને પોતાના સંયમ જીવનની આરાધના કર્યા બાદ બચતો ઘણો ખરો સમય વ્યાકરણના લખાણ માટે ફાળવી શીધ્રાતિશીઘ સમાસનું લખાણ પૂર્ણ કર્યું છે. જેમાં અધ્યાય-૩ પાદ-૧ અને ર નું સરળતાથી જ્ઞાન પ્રાપ્ત થાય તે, પ્રમાણે સૂત્રોનું વિસ્તૃત વિવેચન કર્યું છે. સમાસના કોષ્ટક પણ બહુ સુંદર કર્યા છે. જેમાં લગભગ ૩-૧ માં, ૩-૨ માં અને સમાસાન્ત પ્રકરણમાં આવતા બધા જ સમાસો લઈ લીધા છે. ૧૨૪૪ સમાસો તેમાં આવરી લેવામાં આવ્યા છે. જે અભ્યાસ કરનારાઓને ખૂબ-ખૂબ ઉપયોગી બનશે, અને જેઓના હાથમાં આ અભિનવ સમાસ પ્રકરણ આવશે તેઓ પણ આનંદિત બનશે આ મારું ચોક્કસ માનવું છે. પ.પૂ. કૈરવયશાશ્રીજી મ.સા. વિહારમાં હોવાથી, પાછળથી મુફ રીડીંગ વગેરે કાર્ય ખૂબ ઉત્સાહપૂર્વક કર્યું છે. તેથી તેઓને પણ યાદ કર્યા વગર હું રહી શકતો નથી. હજુ પણ આગળ આવા કાર્યો કરીને તમે બન્ને જગતને ખૂબ ઉપયોગી બનો એજ અભ્યર્થના... ' આ પુસ્તકના છાપકામ વગેરે દરેક કાર્યો શ્રી સુદેશભાઈએ તેમની કુશળતાથી, તીવ્ર બુદ્ધિપૂર્વક, ખૂબ સુંદરરીતે અને અત્યંત લાગણીથી કરી આપ્યું છે. તે બદલ તેમની પણ ખૂબ ખૂબ અનુમોદના !!!. પં. ભાવેશભાઈ રવીન્દ્રભાઈ દોશી. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા, (ધાર્મિક અધ્યાપકશ્રી) અમદાવાદPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 450