Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04 Author(s): Mayurkalashreeji Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan View full book textPage 5
________________ "ભાગ-૪ હાલમાં મુદ્રિત થઈ રહ્યો છે. તેમાં સમાસ પ્રકરણ છે. અધ્યાય-૩-૧, ૩-૨ એમ બે પાદનું સારી એવી મહેનત કરી વિસ્તૃતિકરણ કર્યું છે. તથા દરેક સૂત્રોમાં આવતાં સમાસો તથા સમાસાન્ત પ્રકરણમાં આવતાં સમાસોને ૨૪ ખાનામાં અર્થ, વિગ્રહ વગેરે વિસ્તૃત રીતે લીધેલ છે. અને ખૂબ મહેનત પૂર્વક કોષ્ટકરૂપે તૈયાર કરેલ પણ પ્રિન્ટીંગને અનુરૂપ ન થતાં અત્યંત ઉપયોગી ૧૨ ખાનામાં સમાવેશ કરેલ છે. પ.પૂ. સાધ્વીજી મહારાજ સાહેબો આવી મહેનતે તૈયાર કરી પુસ્તકરૂપે બહાર પાડે તે અતિ અનુમોદનીય છે. હું તો તેમાં અધ્યાપનની દૃષ્ટિએ સાક્ષિરૂપ છું. ખરી તો પંડિત ભાવેશભાઈ (પૂજયશ્રીના સંસારીભાઈ) ની જ આ પુસ્તક પ્રગટ કરવામાં સારી મહેનતને સ્મૃતિમાં લાવવી જ રહી !!! આ પૂર્વે ઘણાં મહાપુરૂષોએ સિદ્ધહેમશબ્દાનુશાસનના ભાગો બહાર પાડ્યાં છે. તેમાં આ લઘુવૃત્તિનો વર્તમાનમાં બહાર પડતો ભાગ સમાસ વિષયકનું ઊંડાણથી જ્ઞાન થઈ શકે તેવો પ્રયત્ન પૂજ્યશ્રીઓએ કર્યો છે. કલિકાલ સર્વજ્ઞ કેવળ વ્યાકરણના વિષયમાં જ ઊંડા ઊતર્યા છે. તેમ નથી પણ સર્વ વિષયોની ખૂબ તલસ્પર્શી ઝીણવટ પૂર્વકની રચના કરી છે. આવા અદ્વિતીય સાહિત્યને જોઈ વિદ્વાનોને મુખમાં આંગળી નાંખવી પડે તેવો તેમનો બુદ્ધિ ચમત્કાર તરી આવે છે. જો એમનું રચેલું બધુ સાહિત્ય મળતું હોત તો આનંદના અતિરેકને આંકનારું દુનિયાભરમાં કોઈ સાધન મળવું મુશ્કેલ બનત. આમ કેટલીક અતિ આવશ્યક વિગતો આપીને લંબાણ થઈ જવાના ભયથી કેટલીક જરૂરી પણ ગૌણ કરીને વિરમું છું. , ગ્રન્થ પ્રકાશન કરવામાં છદ્મસ્થતાના કારણે અનેક અક્ષમ્ય-ક્ષમ્ય ક્ષતિઓ રહેવાની છતાં સુજ્ઞજનોને તેનું ધ્યાન ખેંચવા ખાસ વિનંતિ કે જેથી પુનર્મુદ્રણ સમયે સુધારી શકાય. મારા આ પ્રાકથનમાં કેટલીક પુનરુક્તિ પણ થઈ હશે. કેટલુંક અસ્ત-વ્યસ્ત પણ લખાઈ ગયું હશે તેને સુજ્ઞજનો સુધારી ઉપયોગમાં લે તેવી ખાસ વિનંતિ !!! છેલ્લે શાસન અને શાસ્ત્ર વિરુદ્ધ સમજ-અસમજમાં પણ લખાઈ ગયું હોય તે માટે ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્ !!! લિ. પં. છબીલદાસ કેસરીચંદ સંઘવી. શ્રીઅભયસાગરજી જ્ઞાનપીઠ-સૂરત.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 450