Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 6
________________ 38 અહમ નમઃ જ આ પ્રસ્તાવના જ જેઓશ્રી કલિકાલ સર્વજ્ઞાની અનુપમ ઉપમા દ્વારા કલિયુગમાં પ્રસિદ્ધિને પામેલા છે એવા પ.પૂ. હેમચન્દ્રાચાર્ય મહારાજની આ એક અનુપમ કૃતિ જૈન-જૈનેતરોમાં આજે પણ વિખ્યાતિને પામેલી છે. જૈન શાસનને શ્રી હેમચન્દ્રાચાર્યજીએ અનેક ગ્રન્થોની ભેટ અર્પી છે તેમાં “સિદ્ધહેમશબ્દાનુશાસન” પણ ચમત્કારિક અગ્રગણ્ય ગ્રન્થ છે. એને તો જે ભણે-ગણે તેજ માણી શકે. કહેવાય છે ને !! કે જેમ ખાખરાની ખીસકોલી રસ ભોજનનાં સ્વાદને શું જાણે ? તેમ આ અદ્વિતીય ગ્રન્થને ફક્ત શબ્દોથી નહીં પણ ભણીને અનુભવથી માણી શકાય છે. આ ગ્રન્થની રચના, તેનું એક એક સૂત્ર અને ટીકાઓ વાંચતા ખરેખર આચાર્ય ભગવંતની કૃતિ ઉપર મન ઓવારી જાય છે. આ ગ્રન્થનો અભ્યાસ વર્તમાનકાળમાં ઘણાં સાધુ-સાધ્વી ભગવંતો તેમજ ગૃહસ્થો કરી રહ્યા છે. જૈન શાસનનાં પંડિતોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતાં પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ આ સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણની માસ્ટરી ધરાવે છે. તેઓશ્રીની પાસે સુરતમાં પ.પૂ. લાવણ્યશ્રીજી મ.સા.ના ચાર શિષ્યાપ્રશિષ્યાઓએ વ્યાકરણનો ખંતપૂર્વક અભ્યાસ કર્યો. અભ્યાસકાળ દરમ્યાન પંડિતજી આ ગ્રન્થનું કોઈ સરળ વિવેચન બહાર પડે તેવી ઈચ્છા ધરાવતાં અને વારંવાર તેની પ્રેરણા કરતાં હતાં. તે વાત સાધ્વીજી ભગવંતે ઝીલી લીધી. - અત્યંત સરળતાથી બોધ થાય તેવી રીતે ભાગ-૧ અને ભાગ-ર બહાર પડ્યાં. જે ભણવામાં ઘણાં ઉપયોગી થઈ પડ્યાં છે. અભ્યાસુવર્ગ તરફથી આગળનાં ભાગો બહાર પાડવા માટે વારંવાર માંગણી આવવા લાગી. કારક પ્રકરણ, પૂર્વ-પત્ત પ્રકરણ તથા સ્ત્રીલિંગ પ્રકરણને આવરી લેતાં ત્રીજા ભાગનું લખાણ ચાલુ જ છે. તે પણ થોડા સમયમાં તૈયાર થયે બહાર પડશે. બીજી બાજુ સમાસનું લખાણ ચાલુ કર્યું. તે શીધ્ર પૂર્ણ થતાં ભાગ-૪ પ્રથમ બહાર પાડવામાં આવ્યો છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 450