Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
જ્ઞપ્તિ થાય છે.
વિવેચન: ‘સ્યાત્ ’(૧-૧-૩૩) થી અવ્યય છે. અનેકાન્તને જણાવનાર છે. સ્યાદ્-વાવ્ એટલે અનેકાન્તવાદ અર્થાત્ નિત્યાનિત્ય, ભિન્ના ભિન્ન, સદસદ્ આદિ અનેક ધર્મથી યુક્ત એક વસ્તુનો સ્વીકાર કરવો. એક જ શબ્દને હ્રસ્વ-દીર્ઘાદિ વિધિઓ, અનેક કારકની પ્રાપ્તિ, સમાનાધિકરણતાની પ્રાપ્તિ, વિશેષ્ય-વિશેષણની પ્રાપ્તિ વિગેરે સ્યાદ્વાદ વિના ઘટી શકે નહીં. આ શબ્દાનુશાસન' સર્વસાધારણ હોવાથી સર્વદર્શનોના સમૂહરૂપ સ્યાદ્વાદનો આશ્રય કરવો અતીવ સુંદર છે. મનોહર છે.
આ અધિકાર સૂત્ર છે. આ વ્યાકરણમાં દશ પ્રકારના સૂત્રો છે. (૧) સંજ્ઞા - ચૌવન્તાઃ સ્વરાઃ(૧-૧-૪) વગેરે. (૨) પરિભાષા -પ્રત્યયઃ પ્રત્યાવે (૭-૪-૧૧૫) વગેરે. (૩) અધિકાર - ઘુટિ (૧-૪-૬૮) વગેરે. (૪) વિધિ -
નામ્યન્તસ્થાવત્િ... (૨-૩-૧૫) વગેરે.
ei
(૫) પ્રતિષેધ - ન સ્તં મત્વર્થે(૧-૧-૨૩) વગેરે. (૬) નિયમ નામસિર્વાંનને (૧-૧-૨૧) વગેરે. (૭) વિકલ્પ - સૌ નવેતા (૧-૨-૩૮) વગેરે, (૮) સમુચ્ચય - શસોડતા.... (૧-૪-૪૯) વગેરે. (૯) અતિદેશ - વૃિતો વા(૪-૪-૪૨) વગેરે.
-
(૧૦)અનુવાદ - યોઃ સમૂહવળ વર્ષ (૭-૩-૩) વગેરે.
-
આ વ્યાકરણ શાસ્ત્ર પુરૂં થાય ત્યાં સુધી દશે પ્રકારના સૂત્રોમાં આ અધિકાર સૂત્ર જાણવું...
-
અથવા આ સૂત્રનો બીજી રીતે અર્થ કરવો -વાવાત્ સિદ્ધિઃ ચાત્ – આ અર્થ કરવાથી પ્રેક્ષાવાનની પ્રવૃત્તિમાં કારણભૂત અભિધેય અને પ્રયોજનનું કથન કરવામાં આવ્યું છે.
व्याकरणात् पदसिद्धिः, पदसिद्धेरर्थनिर्णयो भवति ।
अर्थात् तत्त्वज्ञानं तत्त्वज्ञानात् परं श्रेयः ॥