Book Title: Shrutdeep Part 01
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 7
________________ પુરોવચન શ્રુતભવન સંશોધન કેંદ્રના અન્વયે, સંશોધનના અભ્યાસ અર્થે લઘુકૃતિઓનું સંપાદન થાય છે. નાની નાની આ કૃતિઓનો સંગ્રહ ‘શ્રુતદીપ'માં કરવામાં આવે છે.આ તેનું પહેલું કિરણ છે. વિવિધ વિષયો ધરાવતી આ કૃતિઓનું સંપાદન કરી પરિચય તેમ જ સારાનુવાદ સાથે આ સંગ્રહમાં મુદ્રિત થઈ છે. લગભગ અપ્રગટ એવી સંસ્કૃત, પ્રાકૃત, પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલી વીસ જેટલી કૃતિ અહીં સ્થાન પામી છે. આ એક સહિયારો પ્રયાસ છે. અનેક શ્રુતસેવીઓએ પોતાની બુદ્ધિશક્તિનું ઘી પૂરી દીવાની જ્યોત પ્રગટાવી છે. શ્રુતદીપનું પહેલું કિરણ આગળ જતાં તેજસ્વી મશાલ બનશે તેવી આશા રાખવી અસ્થાને નહિ ગણાય. કૃતજ્ઞતા : મારા પરમ ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, પિતૃગુરુદેવ પરમ પૂજ્ય મુનિપ્રવરશ્રી સંવેગરતિ વિજયજી મ.સા.ની પાવન કૃપા, બંધમુનિવરશ્રી પ્રશમરતિવિજયજી મ.નો સ્નેહભાવ તથા તેમ જ મુનિવરશ્રી સંયમરતિ વિજયજી મ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય અભયદેવસૂરીશ્વરજી મ. સા.(ડહેલાવાળા)ના શિષ્ય મુનિવરશ્રી જિનરત્નવિજયજી મ.ના શિષ્ય મુનિવરશ્રી પ્રભુશાસનરત્નવિજયજી મ. પરમ પૂજ્ય સાધ્વીજી શ્રીહર્ષદેખાશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીજી શ્રીજિનરત્નાશ્રીજી મ. સા. શ્રી મધુરહંસાથીજી મ. સા. શ્રી ધન્યહંસાશ્રીજી મ.નો નિરપેક્ષ સહાયકભાવ મારી પ્રત્યેક પ્રવૃત્તિની આધારશિલા છે. તેમના ઉપકારોથી મુક્ત થવું સંભવ નથી. સંપાદનના આ કાર્યમાં મને પૂજ્ય આ. શ્રી મુનિચંદ્રસૂ. મ.તરફથી માર્ગદર્શન, પ્રેરણા તેમજ સહાયતા પ્રાપ્ત થતી જ રહે છે. તેમની ઉદારચિત્તતાને શત શત નમન. જે મહાત્માઓ તેમ જ સંચાલકોએ ઉદારભાવે હસ્તપ્રત મેળવી આપી તેમનો ઋણી છું. સંપાદન કાર્યમાં શ્રુતભવન સંશોધન કેંદ્રના બધા શ્રુતસેવીઓએ ભક્તિભાવથી સહકાર્ય કર્યું છે. તેથી તેઓ સાધુવાદને પાત્ર છે. આ ગ્રંથનું યથામતિ શુદ્ધ સંપાદન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં પણ પ્રમાદવશ કોઇ અશુદ્ધિઓ રહી ગઈ હોય તો વિદ્વાન પાઠકગણ સંપાદકના પ્રમાદને અને ભૂલને ક્ષમા પ્રદાન કરશે તેવી વિનમ્ર પ્રાર્થના છે. વિ.સં. ૨૦૭૨,પોષ વદ ૧૦ - વૈરાગ્યરતિવિજય શ્રુતભવન, પૂણે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186