________________
श्रुतदीप-१
વાચનાચાર્ય પદ- સમ્રાટ અકબરના નિમંત્રણથી આ. શ્રી જિનચંદ્રસૂરિ સંવત્ ૧૬૪૮, ફાલ્ગન સુદિ ૧૨ ના દિવસે લાહોરમાં સમ્રાટને મળ્યા હતા. તે સમયે આ. શ્રી જિનચંદ્રસૂરિની સાથે મહોપાધ્યાય જયસોમ, વાચનાચાર્ય કનકસોમ, વાચક રત્નનિધાનગણિ, શ્રી સમયસુંદરગ. અને શ્રી ગુણવિનય ઇત્યાદિ પણ આચાર્યશ્રીની સાથે હતા. સંવત્ ૧૬૪૯ માં સમ્રાટ અકબરે કાશમીર વિજય માટે પ્રસ્થાન કર્યુ હતુ. તે સમયે વાચક મહિમરાજ આદિ પણ સાથે હતા. કાશમીર વિજયથી પાછા આવ્યા બાદ સમ્રાટ અકબરે વાચક મહિમરાજને આચાર્ય બનાવવા આગ્રહ કર્યો. તે સમયે આ. શ્રી જિનચંદ્રસૂરિએ સંવત્ ૧૬૪૯, ફાલ્ગન સુદિ બીજ ના દિવસે લાહોરમાં વિશાલ મહોત્સવની સાથે વાચક મહિમરાજ ને આચાર્ય અને શ્રી સમયસુંદરગ. ને વાચકાચાર્ય પદ પ્રદાન કર્યું હતું. આ પદારોહણ ઉપર મહામંત્રી કર્મચંદ બચ્છાવતે એક કરોડ રૂપયા વ્યક્ત કર્યા.
ઉપાધ્યાય પદ- કવિની ૧૬૭૧ ના બાદની રચનાઓમાં ઉપાધ્યાય પદનો ઉલ્લેખ મળે છે. તેથી આ નિશ્ચિત છે કે જિનસિંહસૂરિએ લવેરાએ એમને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યું હતું.
મહોપાધ્યાય પદ-પરવર્તી અનેક કવિઓએ આપને “મહોપાધ્યાય પદથી સૂચિત કર્યા છે. જે ખરેખર આપને પરંપરાનુસાર પ્રાપ્ત થયું હતું. સં. ૧૬૮૦ બાદ ગચ્છમાં આપ જ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને પર્યાવૃદ્ધ હતા. ખરતરગચ્છની આ પરંપરા રહી છે કે ઉપાધ્યાય પદમાં જે સૌથી મોટા હોય તે જ મહોપાધ્યાય કહેવાય છે.
પ્રવાસ- કવિના સ્વરચિત ગ્રંથોની પ્રશસ્તિઓ, તીર્થમાલાઓ અને તીર્થસ્તવ સાહિત્યને જોતા એવું લાગે છે કે કવિનો પ્રવાસ ઉત્તર ભારતના ક્ષેત્રોમાં બહુ લાંબો રહ્યો છે. સિંધ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાતના પ્રદેશોમાં તેમનું વિચરણ અત્યધિક રહ્યું છે.
ઉપદેશ- એમના ઉપદેશથી પ્રભાવિત થઈને સિદ્ધપુર(સિંધ) ના કાર્યવાહક (અધિકારી) મખનૂમ મુહમ્મદ શેખ કાજીએ સિંધ પ્રાંતમાં ગૌમાતાના પંચનદીના જળચર જીવ તેમ જ અન્ય જીવોની રક્ષા માટે ઉદ્ઘોષણા કરી હતી. એ જ રીતે જેસલમેરના અધિપતિ રાવલ ભીમજીને બોધ આપીને જેસલમેરમાં મીનાસમાજ સૉઢનો વધ કરતો હતો, તે હિંસાકૃત્ય બંદ કરાવ્યું હતું અને મંડોવર (મંડોર, જોધપુર સ્ટેટ) તથા મેડતાના અધિપતિઓને જ્ઞાન-દીક્ષા આપીને શાસન-ભક્ત બનાવ્યા હતા.
સ્વર્ગવાસ-મહોપાધ્યાય શ્રી સમયસુંદરજીએ વૃદ્ધાવસ્થામાં શારીરિક ક્ષીણતાના કારણે સંવત્ ૧૬૯૬થી અમદાવાદમાં સ્થિરતા કરી હતી. સંવત્ ૧૭૦૨, ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતીના દિવસે જ એમનો સ્વર્ગવાસ થયો. અમદાવાદમાં એમનું સ્મારક અવશ્ય જ બન્યું હશે. પરંતુ આજે તે પ્રાપ્ત થતું નથી. એમની ચરણપાદુકાઓ નાલ દાદાવાડીમાં અને જૈસલમેરમાં પ્રાપ્ત છે.
શિષ્ય પરંપરા- એક પ્રાચીન પત્ર મુજબ જણાય છે કે કવિના ૪૨ શિષ્ય હતા, જેમાં વાદી શ્રી હર્ષનંદન, શ્રી મેઘવિજય, શ્રી મેઘકીર્તિ, શ્રી મહિમાસમુદ્ર આદિ મુખ્ય છે. એમની પરંપરામાં અંતિમ યતિ શ્રી ચુન્નીલાલજી લગભગ ૩૦ વર્ષ પહેલા જીવિત હતા.