________________
यतिअंतिमआराधना
સાહિત્ય સર્જન- કવિવર સર્વતોમુખી પ્રતિભાના ધારક અને ઉભટ વિદ્વાન હતા. કેવળ તે સાહિત્યની ચર્ચા કરવાવાળા વાચાના વિદ્વાન જ ન હતા પરંતુ પ્રકાંડ-પાંડિત્યની સાથે લેખનશક્તિના ધણી પણ હતા. કવિએ વ્યાકરણ, અનેકાર્થી સાહિત્ય, સાહિત્ય, લક્ષણ, છંદ, જ્યોતિષ, પાદપૂર્તિ સાહિત્ય, ચાર્જિક, સૈદ્ધાંતિક અને ભાષાત્મક ગેય સાહિત્યની મૌલિક રચનાઓ દ્વારા અને ટીકાઓ ગ્રથિત કરવા દ્વારા સરસ્વતીના ભંડારને સમૃદ્ધ કરીને ભારતીય વાક્યની જે સેવા કરી છે, તે ખરેખર અનુપમ છે અને વર્તમાન સાધુસમાજ માટે આદર્શભૂત અનુકરણીય પણ છે. કવિની મુખ્ય-મુખ્ય કૃતિઓ નીચે મુજબ છે
૧. મૌલિક સંસ્કૃત રચનાઓ
૧. અષ્ટલક્ષ્મી (અર્થ રત્નાવલી) ૪. સમાચાર શતક ૭. વિસંવાદ શતક ૧૦. સ્તોત્રસંગ્રહ આદિ ૨૨ કૃતિઓ
૨. ભાવશતક ૫. વિશેષ શતક ૮. કથા કોષ
૩. મંગલવાદ ૬. વિશેષ સંગ્રહ ૯. સારસ્વત રહસ્ય
૨. સંસ્કૃત ટીકાઓ
૧. રઘુવંશ ટીકા ૪. સારસ્વત વૃત્તિ ૭. લિંગાનુશાસન ચૂર્ણિ
૨. વૃત્તરત્નાકર ટકા ૫. માઘકાવ્ય ટીકા ૮. કલ્પલતા ટીકા
૩. વાડ્મટાલંકાર ટીકા ૬. મેઘદૂત પ્રથમ શ્લોક ટીકા ૯. દશવૈકાલિકસૂત્ર ટીકા આદિ ૨૪ ગ્રંથ
૩. પાદપૂર્તિ સાહિત્ય
૧. જિનસિંહસૂરિ પદોત્સવ કાવ્ય (રઘુવંશ તૃતીય સર્ગ પાદપૂર્તિ) ૨. ઋષભ ભક્તામર સ્તોત્ર (ભક્તામર પાદપૂર્તિ)
એમની મૌલિક કૃતિઓમાં અષ્ટલક્ષી ગ્રંથ અનુપમ છે. અને સમગ્ર ભારતીય સાહિત્યમાં આ કોટિનો કોઇ બીજો ગ્રંથ મળતો નથી. જેમ સંસ્કૃત સાહિત્યમાં દ્વિસંધાન કાવ્ય, સપ્તસંધાન કાવ્ય, ચતુર્વિશતિસંધાન કાવ્ય પ્રાપ્ત થાય છે, અને એક શ્લોકના સો અર્થવાળું શતાર્થી કાવ્ય પણ મળે છે, પરંતુ એક-એક અક્ષરના એક-એક લાખ અર્થ કરવાવાળી કોઇ કૃતિ પ્રાપ્ત થતી નથી. તેવી કૃતિ તો કેવળ આ જ છે. આ કૃતિમાં રાના નો તે સૌથ' આ આઠ અક્ષરો ઉપર પ્રત્યેક અક્ષરના કવિએ વ્યાકરણ, કોષ અને અનેકાર્થી કોષોના આધારે એક-એક લાખ અર્થ કર્યા છે. તેથી આ ગ્રંથ અષ્ટલક્ષી ના નામે પ્રસિદ્ધ છે. એની રચનાના સંબંધમાં ઉલ્લેખ મળે છે કે સમ્રાટ અકબરની સભામાં ચર્ચાના સમયે જૈનાચાર્ય દ્વારા જ્યારે આ કહેવામાં આવ્યું કે 'Uસ સુત્તસ મતો મળ્યો' અર્થાત્ એક-એક સૂત્રના અનંત અર્થ થાય છે. સભાએ સાબિત કરવા કહ્યું. કવિ શ્રી સમયસુંદરજીએ આને પ્રમાણિત કરવા માટે સમય માંગ્યો. વિક્રમ સંવત્ ૧૬૪૯ શ્રાવણ શુક્લ