________________
પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. કૃત શામળા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન
- યશ:શિશુ
પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે મૌલિક રચનાઓ ઘણી કરી છે. સાથે જ સારા અને ઉત્તમ ભાવ ધરાવતી કૃતિઓનું અનુસરણ કરતી રચનાઓ પણ અનેક કરી છે. વિશેષતઃ ગુજરાતી ભાષામાં આવી અનુસરણાત્મક રચનાઓ અનેક જોવા મળે છે. તેઓ ક્યાંક કોઇક સુંદર શાસ્ત્ર વાંચ્યું હોય તો તેની નોંધ કરે એટલે તેને જાતે લખે અથવા બીજા પાસે લખાવે પછી તેના આધારે નવી રચના તૈયાર કરે. આ રીતે તેઓ શ્રીમદ્ સતત શાસ્ત્રના પદાર્થો જીવંત રહે તે માટે પ્રયત્નશીલ રહેતા. તેમની ગુજરાતી કૃતિઓમાં બહુસંખ્ય રચનાઓનાં કુળ અને મૂળ કોઇક શાસ્ત્રમાં જરૂર મળશે.
એક નાનું ઉદાહરણ લઇએ. ‘ષોડશક પ્રકરણ” માં પૂજ્ય આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મ. એ પરમાત્માની સ્તુતિ કેવા પ્રકારના સ્તોત્રથી કરવી તેનું વિધાન કરતાં જણાવ્યું કે પિçક્રિયાપુજી ત:સ્તોત્રે મહામતિથિતૈઃ (૯-૬) પિંડ એટલે શરીર, ક્રિયા એટલે શારીરિક ચેષ્ટા અને ગુણ એટલે આંતરિક વિશેષતા આ ત્રણનું વર્ણન જેમાં હોય તેવા સ્તોત્રથી પરમાત્માની સ્તુતિ કરવી. આ વાતને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે શ્રી આદિનાથ ભગવાનનાં ‘જગજીવન જગવાલ હો” આ સ્તવનમાં અત્યંત સરળ શબ્દો દ્વારા સહજતાથી ગુંથી લીધી છે. બીજી-ત્રીજી ગાથામાં શરીરની વિશેષતા, ચોથી ગાથામાં ક્રિયાની વિશેષતા અને છેલ્લી ગાથામાં ગુણની વિશેષતા દર્શાવી છે. સાધારણ અભિભાવકને ખબર પણ ન પડે કે તે આ કક્ષાની સ્તુતિ કરી રહ્યો છે.
પ્રસ્તુત લેખમાં આવી જ એક વિશિષ્ટ રચનાનો પરિચય પ્રસ્તુત છે. શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગુર્જર સાહિત્ય સંગ્રહમાં મુદ્રિત થયું છે. તે પહેલાં તે “જૈન સત્યપ્રકાશ વર્ષ-૧૪ અંક-૧માં (સંપા. શ્રી શિવાનંદવિ. મ.) પ્રગટ થયું હતું. સ્તવન સત્તર ગાથાનું છે. તેમાં ભગવાનની દ્રવ્ય પૂજાની દરેક અંગવિધિમાં કેવા કેવા ભાવ હોવા જોઇએ તેનું વર્ણન છે.
આ સ્તવનની રચના પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેન સૂ. મ. રચિત પૂજા ચતુર્વિશતિકાના આધારે થઈ છે. પૂજા ચતુર્વિશતિકા સર્વપ્રથમ વાર જૈનસત્યપ્રકાશ વર્ષ-૫ અંક ૧૧ (પત્ર-૩૮૧)માં પ્રગટ થઇ છે. આ એક અપ્રગટ કૃતિ છે, તેની પ્રાપ્તિનો ઇતિહાસ પણ રોમાંચક છે.
પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય ભક્તિ સૂરીશ્વરજી મ. ના. શિષ્ય પંન્યાસજી શ્રી ભુવનવિજયજી મ. મહેસાણા હતા. મહેસાણામાં શાહ ચિમનલાલ નગીનદાસ નામના શ્રાવક પાસે હસ્તલિખિત ગ્રંથ
૧. પ.પૂ.આ.દે શ્રીવિ.ચંદ્રગુપ્તસૂ.મ.ના શિષ્ય પૂ. મુનિરાજશ્રી યશોજિતવિજયજીમ.ના શિષ્ય પૂ. મુનિરાજશ્રી કીર્તીદ્રવિજયજીમ, મુનિરાજશ્રી
વિરતીંદ્રવિજયજીમ. ૨. આવૃત્તિ ત્રીજી, પત્ર ૧૬૬ સંપાદક-પૂ.આ. શ્રી વિ. પ્રદ્યુમ્ન સૂ.મ.સં. ૨૦૬૧