________________
११८
श्रुतदीप-१
(ગાથા-૬) મસ્તક ઉપર તિલક કરતી વખતે એવી ભાવના કરવી કે હે પ્રભુ! હું આપની આજ્ઞા મસ્તકે ચઢાવું છું અહીં પૂજા ચતુર્વિશિતિકામાં પાંચ અંગે તિલક કરવાનું વિધાન જોવાં મળે છે. પાંચ વ્યવહાર અથવા પાંચ અંગવાળું પ્રવચન તે તિલક છે. પૂજા ચતુર્વિશિતિકા ગાથા-૭)
પૂજા કરતાં પહેલાં પ્રભુના શરીર ઉપરથી આભરણ ઉતારતાં આવો પણ અર્થ થઇ શકે છે)
(ગાથા-૭) પ્રભુના શરીર ઉપરથી ફૂલ વિ. ઉતારતા એવી ભાવના ભાવવી કે-મારા ચિત્તમાંથી ઉપાધિ ટળી રહી છે. ભગવાનનો પ્રક્ષાલ કરતાં એવી ભાવના ભાવવી કે - મારા આત્માને ચિત્તને) નિર્મળ સમાધિ પ્રાપ્ત થઈ રહી છે.
(ગાથા-૮) પરમાત્માને અંગલુછણાં કરતાં એમ વિચારવું કે - શુદ્ધિ અને પુષ્ટિરૂપ બે પ્રકારના ધર્મની શુદ્ધિથી મારા આત્મસ્વભાવ રૂ૫ અંગ નિર્મળ થઇ રહ્યાં છે. પ્રભુને આભરણ પહેરાવતાં એ ભાવના ભાવવી કે - મારા આત્માને પોતાનો નિર્મળ સ્વભાવ પ્રાપ્ત થઈ રહ્યો છે.
(ગાથા-૯) ભગવાનની નવાંગી પૂજા કરતી વખતે એ ભાવના ભાવવી કે - બ્રહ્મચર્યની નવ વાડની શુદ્ધિ થઈ રહી છે. પુષ્પપૂજા કરતી વખતે એ ભાવના ભાવવી કે - પાંચ રંગના ફૂલોથી હું ભગવાનની પૂજા કરું છું. તેથી મારા પાંચ આચાર શુદ્ધ થઈ રહ્યાં છે.
પૂજા ચતુર્વિશિતિકા નવાંગી પૂજા કરતી વખતે ભાવવાના ભાવને અન્ય રીતે પણ સમજાવે છે. ભગવાનને ચંદનનો લેપ કરતી વખતે ભાવના ભાવવી કે – મારો વિષય અને કષાયરૂપી અગ્નિ શાંત થઈ રહ્યો છે. ભગવાનના નવ અંગ નવ નિદાનના ત્યાગનું પ્રતીક છે. જીવ વગેરે નવ પદાર્થોનું પ્રતીક છે. નવાંગી પૂજા કરતી વખતે-નવનિદાનનો ત્યાગ કરું છું એવી ભાવના કરવી. અથવા એવી ભાવના કરવી કે - ભગવાનના નવ અંગો નવતત્ત્વ સમાન છે. જેમાં આખું જગત સમાઇ જાય છે. નવ નિદાન વિષે શ્રમણ ઉપયોગી સૂત્રો સાથે પત્ર-૧૧૩-૧૧૪-૧૧૫ અહીં લો.
પુષ્પપૂજા કરતી વખતે-પાંચ રંગના પુષ્પો સમકિતના પાંચ લક્ષણો છે. તે દ્વારા મારું સમ્યક્ત સ્થિર થઇ રહ્યું છે, તેવું વિચારવું અથવા પાંચ રંગના ફૂલોથી જેમ પ્રભુ શોભે છે તેમ સમકિતના પાંચ ભૂષણોથી મારો આત્મા શોભે છે, એવી ભાવના કરવી. અહીં પુષ્પોપચાર પૂજા બતાવી છે. પુષ્પોપચાર = ફૂલોની માળા પહેરાવવી પૂજા ચતુર્વિશિતિકા ગાથા-૯-૧૦)
(ગાથા-૧૦) દીવો કરતાં એવી ભાવના કરવી કે - જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી પાત્રમાં સાત નયોના
. શુદ્ધિ =દોષોનો ત્યાગ, પુષ્ટિ= ગુણોનો સ્વીકાર ષોડશક ગ્રંથમાં ધર્મના આ બે ભેદ દર્શાવ્યાં છે. ૨. બ્રહ્મચર્યની નવ વાડ આ પ્રમાણે છે- ૧) વિજાતીય સાથે એક વસતિમાં રહેવું નહીં. ૨) વિજાતીય સાથે વાત કરવી નહીં ૩) વિજાતીય સાથે
એક આસન ઉપર બેસવું નહીં ) વિજાતીયને સરાગ ભાવે જોવાં નહીં ૫) ભીંત ના અંતરે ગૃહસ્થીઓ રહેતા હોય તેવી જગ્યામાં રહેવું નહીં. ૬) પહેલાનાં ભોગને યાદ કરવાં નહીં ૭) વધુ પડતી વિગઇવાલો આહાર કરવો નહીં. ૮) અતિ માત્રામાં આહાર કરવો નહીં. ૯).
શરીરની વિભૂષા કરવી નહીં. રૂ. પાંચ આચાર = જ્ઞાનાચાર-દર્શનાચાર-ચરિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર