________________
१५६
(ઢાળ ૪)
[गाथा] सिद्धि शुभाशय छई चोथो, जेह अहिंसक भाव ललना । तात्त्विकथी जे धर्ममां, चल सुखि चित्त मल्यावि ललना॥१७॥ तुज शासन मुज मन रुचे ॥ ए आंकणी
तीर्थकल्प जे गुण अधिक जे, प्रवचन वेदी जेह ललना। ते गुरुवादिकने विषइ, भक्ति विनय बहु नेह ललना ॥ तुज०॥१८॥
स्वप्रतिपन्न धर्मादिकै, निर्गुण अथवा हीन ललना। तेहवानिं दुखित दया, गुण करवा नहीं दीन ललना ॥ तुज०॥१९॥ पापनिवर्तन निपजे, तेह प्रवर्तन होय ललना ।
एह अहिंसा तात्त्विकी, अवर अतात्त्विकी जोय ललना॥ तुज०॥२०॥
ज्ञानविमल भावेकरी, जे वरते निजभाविं ललना ।
સિદ્ધિ સરૂપ મુળ તે મને, નાળે સવિ પરમાવિ તત્વના તુન૰ારા
श्रुतदीप - १
[7] ચોથી ઢાળમાં પૂ. સૂરિદેવે સિદ્ધિ નામના આશયનું વર્ણન કર્યું છે. ચોથો સિદ્ધિ નામનો આશય છે. સિદ્ધિ નામનો ભાવ પ્રાપ્ત થાય તો ચિત્તમાં આ પ્રકારનાં લક્ષણ પ્રગટે છે.
૧) ધર્મમાં આનંદ આવે છે. તેને કા૨ણે એકાગ્રતા વધે છે.
૨) તીર્થસમાન, અધિકગુણસંપન્ન, પ્રવચનના જાણકા૨ ગુરુ આદિને વિષે બહુમાનનો ભાવ જાગે
૩) જેઓ પોતે સ્વીકારેલ ધર્મમાં શિથિલ થઇ ગયા હોય તેમની ઉ૫૨, નિર્ગુણ અથવા તો ઓછા ગુણવાળા જીવો ઉ૫૨ દયાનો ભાવ જન્મે છે. સિદ્ધિ નામના ભાવનાં આ ત્રણ લક્ષણ છે.
તાત્ત્વિક રૂપે અહિંસક ભાવ જ સિદ્ધિ કહેવાય છે. જેનાથી પાપની નિવૃત્તિ થાય એવી પ્રવૃત્તિ અહિંસા કહેવાય છે. જે પ્રવૃત્તિ દ્વારા પાપ અટકતાં નથી તે પ્રવૃત્તિ તાત્ત્વિક રૂપે અહિંસા કહેવાતી નથી. જે વ્યક્તિ પોતાના શુદ્ધ જ્ઞાનથી સ્વ-ભાવમાં વર્તે છે, તમામ બાહ્ય ભાવોને ૫૨ ભાવ માને છે તે સિદ્ધિ ગુણ પ્રાપ્ત કરે છે.