Book Title: Shrutdeep Part 01
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 171
________________ १६४ श्रुतदीप-१ અમૃતની ધારા વરસતી હોય તો તૃષ્ણા કેમ ન શાંત થાય? જ્ઞાનથી જ આત્માનું દર્શન થાય છે. જ્ઞાનથી જ આત્માના ગુણોનો અનુભવ થાય છે. આત્મ-ગુણદર્શન બે ઘડીમાં કેવલજ્ઞાન આપે છે. અંતરિ મહૂરતિ મઈ શિવ હોવઈ, જે અપના આપહી ગુણ જોવઈ પ્રસન્નચંદ્ર ઋષિ કેટલું કષ્ટ સહન કરતા હતા? છતાં જ્યાં સુધી જ્ઞાન ન થયું, ત્યાં સુધી સાધનાનું ફળ ન મળ્યું. મરુદેવી માતાએ તો એકલા જ્ઞાનના બળે જ મુક્તિ પ્રાપ્ત કરી હતી. પ્રથમ તેર ગાથામાં જ્ઞાનનયના પક્ષનું મંડાણ છે. ત્યારે પછી ઓગણીસ ગાથામાં ક્રિયાનયની રજૂઆત છે. ક્રિયા વિનાનું એકલું નિષ્ક્રિય જ્ઞાન નિષ્ફળ છે. નૃત્ય કલાનું જ્ઞાન હોય પણ હાથપગ ન હલાવે તો નૃત્યનો આનંદ મળતો નથી. સંગીતના જ્ઞાનથી આનંદ મળતો નથી. આનંદ પ્રાપ્ત કરવા ગળાને તકલીફ આપવી પડે છે. રત્નની પરીક્ષા કરતા આવડે પણ તેની કિંમત ઉપજાવવા પ્રયત્ન બજારમાં જ કરવો પડે. કેવળજ્ઞાન જ્ઞાનથી નહીં ક્રિયાથી મળે છે. જ્યાં સુધી જીવ સર્વ સંવરની ક્રિયા નથી કરતો, ત્યાં સુધી મોક્ષ મળતો નથી. જ્ઞાન ભલે દરેક ગુણને ખોલવાની ચાવી હોય, પણ ચાવી જ્યાં સુધી તાળામાં ભેરવીને ફેરવવામાં ન આવે ત્યાં સુધી ખજાનો ખૂલતો નથી. જ્ઞાનને પોતાના ફળની મંઝિલ સુધી પહોંચાડનાર ક્રિયા જ છે. ચારે ગતિમાં મનુષ્યગતિ શા માટે શ્રેષ્ઠ છે? મનુષ્યગતિમાં ચારિત્ર છે, ક્રિયા છે. જ્ઞાન ચારે ગતિમાં હોઈ શકે. ક્રિયા મનુષ્યગતિમાં છે. ક્રિયાને કારણે જ મનુષ્ય જન્મની કિંમત છે. કેવલી દેશોને પૂર્વ કોડ વરસ વિહરે છે. કેવળજ્ઞાન હોવા છતાં મોક્ષ મળતો નથી. અંતે શૈલેષીકરણની ક્રિયા દ્વારા જ મોક્ષ મળે છે. માટે જ્ઞાન કરતા ક્રિયા એક પગથિયું ઊંચી છે. કિરિયા ઈક સોપનઈ ઉંચી જ્ઞાન હોય પણ વિરતિ રૂપ ક્રિયા ન હોય તો બારમા દેવલોક સુધી જવાય. જ્યારે વ્રત રૂપ ક્રિયા નવમું રૈવેયક આપે છે. ગ્યાન દશા વ્રત છઈ અપની શક્તિ હો સૂઝઇ' ક્રિયા તેને સળગાવવા જેવી છે. ધૂપસળીમાં સુગંધ છે જ, પણ તે સળગે તો જ ફેલાય. આત્માના ગુણોની સુગંધ ક્રિયા દ્વારા જ પ્રગટ થાય છે. ગુરુસેવા હકીકતમાં ક્રિયા જ છે. જ્ઞાન ગુણ તો આત્મામાં પહેલેથી જ છે. જ્ઞાન માટે ગુરુ સેવાની શી જરૂર? લબધિ સુમતિ કી હૈ ઘટમાંહિ, તો કાહે ગુરુસેવા ચાહૈ” ક્રિયા હોય તો જ જ્ઞાન આવે છે. ક્રિયાથી જ ભાવ જાગે છે. ક્રિયાથી જ ગુણ ખીલે છે. ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ક્રિય અને નિષ્ઠાણ છે. માલતુષ મુનિ પાસે જરા પણ જ્ઞાન ન હતું છતાં ગુરુસેવાથી જ તેમને કેવળજ્ઞાન મળી ગયું. ક્રિયા મંદ પડેલા ભાવને પ્રબળ બનાવે છે. સામાન્ય ભાવદશાને તીવ્ર કરે છે. ભાવદશા તીવ્ર બને ત્યારે અણધાર્યા ફળ મળે છે. તીવ્ર દશા ફલ લેવા લાગઈ.

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186