________________
१५४
(ઢાળ-૨)
(राम सीताने धीज करावै ए देशी)
[गाथा हवि प्रवृत्तिगुण कहीये रे, शुभ आशय बीजो लहइ । तिहां धर्मस्थान प्रवृत्ति रे, क्रिया रूपी चित्त निवृत्ति ॥ ८ ॥ शुभसार निपुणता योगि रे, अतियत्नस्युं निज अभियोगि। उत्सुकतारहित विवेकि रे, अभिलाषतणै अतिरेकइं॥९॥ अधिकृत जे धर्मनुं काम रे, थिरतादिक गुण अभिराम। निद्रासन असन' नै विकथा रे, जय कीजड़ तो नवि वितथा॥१०॥
नवि कीजे असज्जन संग रे, गुण वाधि सज्जन संगें। ज्ञानविमलतणा गुण प्रगटिं रे, तो प्रणिधि प्रवृत्ति नवि घटै॥११॥
श्रुतदीप - १
[7] બીજી ઢાળમાં પૂ. સૂરિદેવે પ્રવૃત્તિ નામના આશયનું વર્ણન કર્યું છે. જેનુ પ્રણિધાન કર્યું હોય તે ધર્મસ્થાનને ક્રિયામાં ઉતારવાનો ભાવ પ્રવૃત્તિ નામનો આશય છે. ક્રિયા કરતી વખતે ચિત્તની નિવૃત્તિ થાય તે પ્રવૃત્તિ આશય કહેવાય છે. આ આશયનાં છ લક્ષણ છે.
૧)નિપુણતા, ૨) ક્રિયામાં આગ્રહપૂર્વકનો યત્ન, ૩) ઉત્સુક્તાનો અભાવ
૪) વિવેકબુદ્ધિ ૫) ક્રિયા કરવાની ઉત્કટ અભિલાષા ૬) જે ધર્મ ક્રિયા કરતા હોય તેમાં સ્થિરતા.
આ છ પ્રવૃત્તિ નામના આશયના લક્ષણ છે. પ્રવૃત્તિ નામના આશયની બાધક પાંચ નબળાઇઓ પણ છે.
૧) ઉંઘ ૨) આસન ૩) આહા૨ ૪) વિકથા ૫) ખરાબ માણસોનો સંગ.
આ પાંચે પ્રકારની નબળાઇ બચવાના તથા તેને દૂર કરવાના ઉપાય અહીં જણાવ્યા છે.
૧) નિદ્રાજય કરવો. આળસ છોડવી
૨) એક આસનમાં લાંબો સમય રહી શકાય તેવી સ્થિરતા કેળવવી. કાયાની મમતાનો ત્યાગ કરવો.
૩) પ્રતિકૂલ કે વિરુદ્ધ આહારનો ત્યાગ ક૨વો.
૪) નકામી વાતોમાં સમય બરબાદ કરવો નહીં, સ્વાધ્યાય ક૨વો.
૫) સારા માણસોના સંપર્કમાં રહેવું.
આ રીતે પ્રવૃત્તિ ક૨વાથી સજ્જન પુરુષોના ગુણો વધે છે, આત્માના ગુણો પ્રગટેછે, તો પ્રણિધાન અને પ્રવૃત્તિ ઘટતા નથી.
. आसन ज्ञानविमलभक्तिप्रकाश पत्र - १०१