________________
प्रणिधानादिआशयगर्भित साधारणजिन स्तवन
(ઢાજી -, હિડોલનાની)
[गाथा] विनियोग नामे जे शुभाशय पांचमो सुणो तेह, सिद्धि उत्तरकाल भावी बहु वार न होइ जेह। व्यंध न होइ जस क्रियागुण अमृतपरि अनुष्ठान, जनम संक्रमणे कदाचित फलत अनुसंधान ॥ २२ ॥
मनमोहना भवि धारीइ सूधो धर्म ।
निज तुल्यफल परकरण हेतै, आप कृत व्यापार। विनियोग तेहवो हृदय भाविं, कृत कर्मनो उपगार। निज उपादानै आप पामे, परप्रति गुणकार,
अन्योन्य उभय निमित्तभावे, एह शुभगुण सार ॥ मन० ॥२३॥
[મર્થ] પાંચમી ઢાળમાં પૂ. સૂરિદેવે વિનિયોગ નામના આશયનું વર્ણન કર્યું છે. પાંચમો વિનિયોગ નામનો શુભ આશય સિદ્ધિ નામના આશય પછી જ પ્રગટે છે એટલે જે ગુણ સિદ્ધ થયો હોય તે ગુણનો જ વિનિયોગ થાય છે.
१५७
વિનિયોગની ક્રિયા અમૃત જેવી હોય છે. તે ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. અર્થાત્ જે ગુણનો વિનિયોગ થાય છે તે ગુણનો નાશ થતો નથી. જન્માંત૨માં પણ તે ગુણ સાથે આવે છે.
વિનિયોગ એટલે પોતાને જે ગુણ પ્રાપ્ત થયો છે તે બીજાને પણ પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવો. અર્થાત્ બીજાને પણ પોતાના જેવા સમાન ગુણવાન બનાવવાનો પ્રયત્ન કરવો.
કોઈ પણ કાર્યના બે કા૨ણ હોય છે. ઉપાદાન અને નિમિત્ત. જેમ દૂધ દહીનું ઉપાદાન કારણ છે અને મેળવણ નિમિત્ત કારણ છે, જીવ કોઈ પણ ગુણ પ્રાપ્ત કરે છે તેનું ઉપાદાન કા૨ણ પોતાનો આત્મા છે. વિનિયોગ નામનો આશય ગુણપ્રાપ્તિનું નિમિત્ત કા૨ણ છે. કોઈ જીવ ગુણનો વિનિયોગ કરે ત્યારે અન્ય જીવ ગુણ પ્રાપ્ત કરે છે અને ગુણ પ્રાપ્ત થાય પછી વિનિયોગ થાય છે. આમ, વિનિયોગ અને સિદ્ધિ પરસ્પરના ઉપકારી છે.
[गाथा] ए पंचविध शुभ आशयथी, सफल क्रियावृत्ति,
एह विना जे द्रव्य किरिया, तुच्छ केकी नृत्य ।
जिम जिम वधे एकाग्र भावे, तिम तिम वधे गुणश्रेण, शुभाशुभ अनुबंध छोडी, सिद्धि फल अचिरेण ॥ मन० ॥२४॥
[] આ પાંચેય પ્રકારના શુભ આશયથી ક્રિયા સફળ બને છે. પાંચ પ્રકારના આશય વિનાની દ્રવ્ય ક્રિયા મો૨ના નૃત્ય જેવી તુચ્છ છે. મોર નાચે ત્યારે પાછળથી ખરાબ દેખાય છે તેમ આશય વિનાની ક્રિયા પરિણામે ખરાબ હોય છે.