________________
शामळापार्श्वनाथस्तवन सह बालावबोध
ચિંતનરૂપ ઘી પૂર્યું છે અને તેમાં જ્ઞાનરૂપી દીવો પ્રગટાવ્યો છે. એટલે મારા આત્મામાં તત્ત્વના અર્થનું જ્ઞાન છે. તેમાં નયોની વિચારણા કરું છું. તેનાથી મારા આત્મામાં જ્ઞાનનો પ્રકાશ વધે છે. પૂજા ચતુર્વિશિતિકા માં તત્ત્વ, નય અને પ્રમાણ દ્વારા તત્ત્વની ચિંતાને ઘીની ઉપમા આપી છે.
(ગાથા-૧૧) ધૂપ કરતાં એવી ભાવના કરવી કે - શુભક્રિયા દ્વારા આચારની સુગંધ ચારે દિશામાં ફેલાય છે અને તેનાથી અનુભવ યોગ પ્રાપ્ત થાય છે. (અહીં પૂજા ચતુર્વિશિતિકામાં વિશેષ વાતો જણાવી છે. પૂજા કર્યા પછી અગ્નિ દ્વારા નવ અંગનો અનુભાસ કરવો અનુભાસ એટલે શું? તે ખબર નથી. તેમજ પૂજા કર્યા પછી સુગંધી દ્રવ્ય ઉછાળવાનો વિધિ છે જે આજે પ્રચલિત નથી. વિધિપૂર્વક ક્રિયા કરવાથી તેની સુવાસ ચારે દિશામાં ફેલાય છે. એટલે મારી શુદ્ધ ક્રિયા દ્વારા બધા જીવોના અંતરમાં શુભભાવના પેદા થાઓ, એવી ભાવના કરવી. ભગવાનની સામે ચામર ઢોળતી વખતે એવી ભાવના કરવી કે – જે રીતે ચામર શુદ્ધ અને સફેદ છે તેવું શુક્લધ્યાન પ્રભુના આલંબને મને પ્રાપ્ત થાઓ. પરમાત્માના મસ્તક ઉપર છત્ર ધરતી વખતે એવી ભાવના કરવી કે - મને પણ શુક્લધ્યાનની પ્રાપ્તિ થાઓ.).
(ગાથા-૧૨) ભગવાન સમક્ષ અષ્ટમંગલિક દર્શાવતી વખતે એવી ભાવના કરવી કે - મારા મનમાંથી આઠ મદસ્થાનો વિદાય થઈ રહ્યાં છે. નૈવૈદ્યપૂજા કરતી વખતે એવી ભાવના કરવી કે – મારું મન નિશ્ચલ થઈ રહ્યું છે. અથવા નૈવેદ્ય ધરવા દ્વારા મારા મનમાં નિશ્ચય = દઢતા આવી રહી છે.
(ગાથા-૧૩) પૂજા કર્યા પછી આરતી કરવામાં આવે છે ત્યાર પછી મંગળદીવો કરતાં પહેલાં લૂણ ઉતારવામાં આવે છે. લૂણ ઉતારતી વખતે એવી ભાવના કરવી કે - હું કૃત્રિમ ધર્મોનો ત્યાગ કરું છું. મિથ્યાધર્મ કૃત્રિમ ધર્મ કહેવાય છે. જે દ્વારા મિથ્યાત્વ મજબૂત થાય તે કૃત્રિમ ધર્મ. મંગલદીવો ઉતારતા એવી ભાવના કરવી કે - મને શુદ્ધધર્મ ઉપર રાગ પ્રગટે, (અહીં ઉપાધ્યાયજી મ. એ આરતી કરતી વખતે કઇ ભાવના કરવી તે જણાવ્યું નથી. પૂજા ચતુર્વિશિતિકામાં અગૃદ્ધિ ત્રિકારને આરતી ગણાવી છે. તેનો અર્થ સ્પષ્ટ નથી. વળી ત્યાં જ્ઞાનાચાર વગેરે ચોખાથી સાથિયો કરવો તેવું પણ જણાવ્યું છે. પૂજા ચતુર્વિશિતિકા-ગાથા. ૧૪ આ અર્થ જીવનમાં નથી)
(ગાથા-૧૪) દ્રવ્યપૂજા પછી પ્રભુ સમક્ષ ગીતપૂજા અને નૃત્યપૂજા કરવામાં આવે છે - તેનો અવાજ પ્રસરે છે તે અનહદનો નાદ છે. એવી ભાવના કરવી. (આ ભાવના સ્પષ્ટ થતી નથી. પૂજા ચતુર્વિશિતિકામાં પણ તે વિશે ઉલ્લેખ નથી. માત્ર શ્રદ્ધાને વાજિંત્ર તરીકે દર્શાવી છે. પૂજા ચતુર્વિશિતિકા-ગાથા. ૧૫) તેમજ બે વખત આરતી ઉતારતી વખતે એવી ભાવના કરવી કે - અવિધિ અને અધર્મની પ્રરૂપણાથી જે આશાતના થઈ હોય તેનો ત્યાગ કરું છું. પૂજા ચતુર્વિશિતિકા-ગાથા-૧૫) પરમાત્મા સમક્ષ નાટકપૂજા કરતાં એવી ભાવના કરવી કે - આત્માની સ્મૃતિરૂપ સ્ત્રી અંતરમાં વીલસી રહી છે. (સ્તવનમાં સમરતિ શબ્દનો અર્થ સ્મૃતિ કર્યો છે. સાધારણ રીતે સમરતિ = સમભાવમાં રતિ એવો અર્થ થાય છે.)
છે. આઠ દસ્થાનો - જાતિમદ, કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, ઐશ્વર્યમદ, શ્રુતમદ, લાભમદ