________________
१४०
श्रुतदीप-१
(ઢાળ ૨) ભગવાન તમારું આગમ ધન્ય છે. જેમાં સ્યાદવાદનું વર્ણન છે. તે આગમ સાંભળીને ઉપયોગમાં રાખીએ તો સમરસનો સ્વાદ ચાખવા મળે છે. (૨. ૧)(૧૦)
વસ્તુના અનંત ધર્મ છે. તેમાં પ્રધાન રૂપે જે શબ્દથી અર્પિત થઇને ઉચ્ચારાય છે તે સ્વાદસ્તિ પહેલો ભંગ છે. (૨. ૨)(૧૧)
જેમાં પર ધર્મની નાસ્તિતા મુખ્ય રીતે કહેવાય છે તે બીજો ભેદ છે. (૨. ૩)(૧૨)
એક સમયે વસ્તુમાં રહેનારા અને નહીં રહેનારા ધર્મની એક સાથે ગવેષણા કરવામાં આવે ત્યારે ત્રીજો અવક્તવ્ય ભંગ થાય છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. (૨. ૪)(૧૩)
અનુક્રમે અસ્તિ અને નાસ્તિ ધર્મની સમાનપણે ગવેષણા કરતાં ઉભયપ્રધાન સ્યાદ્ અસ્તિ સ્યા નાસ્તિ ચોથો ભંગ થાય છે. (૨. ૫)(૧૪)
વસ્તુમાં જે ધર્મ રહે છે તે ધર્મ અને અવક્તવ્ય ધર્મ આ બન્ને ધર્મની ક્રમથી વિવક્ષા કરવાથી સ્યાદ્ અતિ સ્યાદ્ અવક્તવ્ય ભંગ થાય છે. પોતાના ગુણ અને બીજાના ગુણ એક સાથે એક શબ્દથી કહેવાની વિવક્ષામાં સ્યાદ્ અવક્તવ્ય ભંગ થાય છે.) તેમાં દ્રવ્ય ગુણ પર્યાય વગેરે વિષય બને છે. (૨. ૬)(૧૫)
નાસ્તિતા ધર્મને પ્રધાન કરીને અને અવક્તવ્ય ધર્મને અથવા સમાનપણે ઉભય ધર્મની વિરક્ષા કરવાથી સ્યાદ્ નાસ્તિ અવક્તવ્ય એવો ભંગ થાય છે. (૨. ૭)(૧૬)
પોતાના પર્યાય, પરના પર્યાય અને ઉભયપર્યાય આ ત્રણની અનુક્રમે વિવક્ષા કરવાથી સ્યાદ્ અસ્તિ સ્યા નાસ્તિ સ્યાદ્ અવક્તવ્ય એવો ભંગ થાય છે. (૨. ૮)(૧૭)
તત્ત્વાર્થભાષ્ય અને તત્ત્વાર્થ વૃત્તિમાં ઘણી સપ્તભંગી દર્શાવી છે તેને બહુશ્રુત ગુરુમુખે સાંભળીને મનની ભ્રાંતિને ભાંગીએ. (૨. ૯)(૧૮)
(ઢાળ ૩)
જગતના નાયક, સ્યાદવાદી, સુખના દાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનનો જય થાઓ. જે દિવસે તમારું મુખ જોઉં છું તે દિવસ ધન્ય છે. મન-વચન-કાયાથી તમને પ્રણામ કરું છું(૩. ૧)(૧૯)
તારા આગમના અપૂર્વ ભાવ સાંભળતાં જે આનંદ થાય છે તે સજ્જનોની સંગતિથી તેમ જ અનુભૂતિથી જ સમજાય છે, મોઢાંથી કહી શકાય તેવા નથી. (૩. ૨) (૨૦)
તું મારો સાહેબ છે, હું તારો સેવક છું. આપ દયાળુ છો. કૃપા કરીને મોહની જંજાળ ભાંગો અને દર્શનજ્ઞાન- વિગેરે ગુણોનો ભોક્તા બનાવો. (૩. ૩) (૨૧).